China and AI News: ચીનમાં દરેક ક્ષેત્રે AIનો પ્રભાવ, સૈન્ય અને હોસ્પિટલોમાં ડીપસીક ટેક્નોલોજીનો ઉપયોગ

Arati Parmar
2 Min Read

China and AI News:  ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ ચીનમાં તૈયાર કરાયેલા એઆઇ ડીપસીકનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધુ છે. યુદ્ધ સિવાયની કામગીરી જેવી કે સૈન્ય હોસ્પિટલ વગેરેમાં આ એઆઇનો ઉપયોગ થઇ રહ્યો છે, સેનામાં સેવા આપતા ડોક્ટરો આ એઆઇનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત અન્ય મહત્વના ક્ષેત્રોમાં પણ ચીન દ્વારા એઆઇનો ઉપયોગ વધારી દેવાયો છે.

વધુમાં જણાવવામાં આવ્યું છે કે સેનાની હોસ્પિટલો ઉપરાંત પીપલ્સ આર્મ્ડ પોલીસ અને નેશનલ ડિફેન્સ મોબિલાઇઝેશન ઓર્ગન્સ વગેરેમાં ડીપસીકનો ઉપયોગ વધી રહ્યો છે. અગાઉ પીએલએ સેન્ટ્રલ થીએટર કમાન્ડની જનરલ હોસ્પિટલે જાહેરાત કરી હતી કે તેણે ડીપસીકના લાર્જ લેંગ્વેજ મોડયૂલ્સ (એલએલએમ)ને મંજૂરી આપી છે. જેની મદદથી ડોક્ટરોના સારવારના જ્ઞાનમાં વધારો થશે.

- Advertisement -

ખુદ સેનાની બેજિંગ સ્થિત જનરલ હોસ્પિટલમાં પણ ડીપસીકનો ઉપયોગ થવા લાગ્યો છે. અગાઉ ચીનની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એઆઇનો ઉપયોગ એક ટૂલ તરીકે થવો જોઇએ પરંતુ યુદ્ધ ભૂમિ પર એઆઇનો ઉપયોગ ટાળવો જોઇએ કેમ કે તેની પાસે તેની પાસે સેલ્ફ અવેરનેસ ક્ષમતા ઓછી હોય છે. ચીનનું એઆઇ ડીપસીક સૌથી સસ્તુ માનવામાં આવે છે. જેને પગલે તે હાલ ચેટજીપીટીનું સ્થાન લેવા લાગ્યું છે. એટલુ જ નહીં એપલની એપસ્ટોર પર હાલ ટોચના સ્થાને પહોંચી ગયું છે. ચીન માત્ર સેના જ નહીં હાલ ચીન સ્વાસ્થ્ય, મેન્યુફેક્ચરિંગ, શહેરી વિકાસ, કેટલીક સરકારી એજન્સીઓમાં પણ તેનો ઉપયોગ વધારી રહ્યું છે. ચીને આ વખતે સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે અને તેને અત્યંત આધુનિક બનાવવાની દિશા તરફ કામ કરી રહ્યું છે. ચીની સેનાનું વધુ આધુનિક બનવું ભારત માટે જોખમકારક સાબિત થઇ શકે છે.

Share This Article