China’s dangerous virus plot against America: અમેરિકા સામે ચીનની નવી જીવલેણ ચાલ: કોરોના કરતા પણ વધુ ખતરનાક વાયરસનો દાવો

Arati Parmar
4 Min Read

China’s dangerous virus plot against America: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ફેલાવનારુ ચીન હવે વિરોધી દેશોના કૃષિ ક્ષેત્રનો વિનાશ કરવાનું કાવતરુ ઘડી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. તાજેતરમાં જ ચીનનું એક યુગલ કૃષિના વિવિધ પાકોનો નાશ કરનારા ફંગસ (ફૂગ-જીવાણુ)ની અમેરિકામાં તસ્કરી કરતા ઝડપાયું હતું. એવામાં હવે અમેરિકામાં રહેતા ચીન બાબતોના નિષ્ણાત ગોર્ડન જી ચાંગે અમેરિકાને એક મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો અમેરિકા એલર્ટ ના રહ્યું તો ચીન અમેરિકાના કોરોના કરતા પણ વધુ ખતરનાક હાલ કરી નાખશે.

ચીનની બાબતોના ટોચના અમેરિકાના નિષ્ણાત ગોર્ડન જી ચાંગે કહ્યું હતું કે ચીનના કપલ અમેરિકામાં ફંગસની તસ્કરી કરતા ઝડપાયા તે અમેરિકાની સામે યુદ્ધ સમાન છે. જો અમેરિકા ચીન સાથે સંબંધો તોડવા સહિતના નક્કર પગલા નહીં લે તો તેને કોરોના મહામારી કરતા પણ વધુ ખતરનાક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તાજેતરમાં જ અમેરિકામાં કૃષિ પાકોનો નાશ કરનારા ફંગસને ઘૂસાડતા બે ચીનના નાગરિકો યૂન્કિંગ ઝિયાન અને જુનયોંગ ઝિયૂ ઝડપાયા હતા. આ બન્ને ચીનના નાગરિકોનું ઉદાહરણ આપીને ચીનના નિષ્ણાત ચાંગે કહ્યું હતું કે ચીન તરફથી અમેરિકાના નાગરિકો સામે આ એક યુદ્ધ સમાન છે. ચીન અમેરિકાને અંદરથી ખોખલુ કરવા માગે છે. જેને રોકવાનો એક માત્ર ઉપાય ચીન સાથેના સંબંધોને સંપૂર્ણરીતે તોડવા જ છે.

- Advertisement -

અમેરિકામાં ઝડપાયેલા ચીનના આ બન્ને નાગરિકો પર કૃષિ પાકોનો નાશ કરનારા ફ્યૂઝેરિયમ ગ્રેમિનિયરમ નામના ખતરનાક ફંગસની તસ્કરીનો આરોપ છે. જે ઘઉં, મકાઇ સહિતના અનેક પાકોને ખરાબ કરી શકે છે. આ ફંગસ પાકોમાં ફ્લૂઝેરિયમ હેડ બ્લાઇટ (એફએચબી) કે સ્લેબ નામના રોગ ફેલાવી શકે છે. જો પાકમાં આ ફંગસ લાગી જાય તો ઉત્પાદન સાવ તળીએ જતુ રહે છે અને ગુણવત્તા પણ ખરાબ થઇ જાય છે. અમેરિકાના ચીન બાબતોના નિષ્ણાતનું કહેવુ છે કે ચીન જે તે દેશના કૃષિ ક્ષેત્રને ખોરવીને અર્થતંત્ર ડામાડોળ કરી શકે છે. આ પ્રકારના ફંગસની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ થઇ શકે છે. કેમ કે લોકોને સાવ નબળી ગુણવત્તાવાળો પાક મળશે જે નુકસાનકારક માનવામાં આવે છે.

અમેરિકામાં ઝડપાયેલુ આ યુગલ અગાઉ ચીનમાં આ ફંગસ પર રિસર્ચ કરી ચુક્યું છે. જેમાં તેને સફળતા મળી તે બાદ જ તેને અમેરિકામાં ઘૂસાડવાનું કાવતરુ ઘડાયું હતું. ચીનના પ્રમુખ શી જિનપિંગ હંમેશા યુદ્ધની જ વાતો કરતા હોય છે, તેઓ ચીનના નાગરિકોને આ માટે તૈયાર પણ કરી રહ્યા છે.

- Advertisement -

તેમણે દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૨૦માં અમેરિકાના તમામ ૫૦ રાજ્યોમાં ચીનના બીયારણ મેળવ્યા હતા, ચીને સામે ચાલીને આ બિયારણ મોકલ્યા હતા, આ બિયારણ મોકલીને ચીન અમેરિકાના કૃષિ ક્ષેત્રમાં ખતરનાક જીવાણુ ઘૂસાડવા માગતું હતું. ચીન સાથેના તમામ સંબંધો તોડવા એ એક માત્ર ઉપાય છે, જો તેમ ના કર્યું તો અમેરિકા કોરોના મહામારી કરતા પણ વધુ ખતરનાક પરિસ્થિતિનો સામનો કરી શકે છે. આ ચેતવણી આપનારા ચાંગ ચીનની બાબતોના નિષ્ણાત છે, તેમણે ચાઇના ગોઇંગ ટૂ વોર નામનુ પુસ્તક પણ લખ્યું છે. તેઓ ચીનમાં અને હોંગકોંગમાં બે દસકા સુધી કામ કરી ચુક્યા છે. જેને પગલે તેમણે ચીનને નજીકથી જોયું છે. હાલ તેઓ અમેરિકામાં રહે છે અને ચીન મુદ્દે સરકાર તેમજ અન્ય વિભાગોને મદદ કરી રહ્યા છે. અમેરિકાના લો વિભાગે કહ્યું છે કે અમેરિકાના વૈજ્ઞાાનિકોએ ચીનના ફંગસ મોટો ખતરો ગણાવ્યા છે, અમેરિકામાં ચીન કૃષિ આતંકવાદ ફેલાવવા માગે છે.

Share This Article