Elderly woman swallows live frogs: ચીનમાં 82 વર્ષીય મહિલાએ પીઠના દુ:ખાવાથી રાહત માટે 8 જીવતા દેડકાં ગળી નાખ્યા

Arati Parmar
2 Min Read

Elderly woman swallows live frogs: ચીનમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં 82 વર્ષીય મહિલાએ એક વિચિત્ર ઘટનાને અંજામ આપ્યો છે. વાત એવી છે કે પીઠના દુ:ખાવાથી રાહત મેળવવા આ મહિલાએ 1, 2 નહીં પણ 8 જીવતા દેડકાંને ગળી જતાં તેના પેટમાં અસહ્ય દુ:ખાવો થતાં ડૉક્ટર પણ તેની આ હાલત જોઈને હેરાન થઈ ગયા હતા. ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે મહિલાએ એવું સાંભળ્યું હતું કે જીવતા દેડકાં ખાવાથી પીઠનો દુ:ખાવો અને ઓછો થાય છે. જેથી તેણે તેના પરિવારના એક સદસ્યને જીવતો દેડકો લાવવા કહ્યું, પણ તેણે તેના પરિવારને જણાવ્યું નહીં કે તે દેડકાનું શું કરશે. પરિવારના લોકો દેડકો ભેગા કરી લઈ આવ્યા. દેડકાની લંબાઈ અને પહોળાઈ પણ મોટી હતી.

મહિલાએ એક દિવસમાં ત્રણ દેડકા ગળી ગઈ અને તેના બીજા જ દિવસે 5 દેડકા ગળી ગઈ હતી. ત્યારબાદ તેના પેટમાં જોરદાર દુ:ખાવો ઉપડતા તેના દીકરો તેને ડૉક્ટર પાસે લઈ ગયો અને ડૉક્ટરને જણાવ્યું કે તેની માતા 8 દેડકાં ગળી ગઇ છે. મહિલાને તરત જ હાંગઝોઉની એક હોસ્પિટલ દાખલ કરવામાં આવી. ડૉક્ટરને જણાવ્યું કે મહિલાનું પાંચનતંત્ર કામ કરવાનું બંધ થઈ ગયું છે, તેના શરીરમાં પરોપજીવીએ હુમલો કર્યો છે. ડૉક્ટરને એવું પણ જણાવ્યું કે મહિલાના શરીરમાં ઑક્સીફિલ સેલ્સ પણ બન્યા છે.

એક ડોક્ટરે એમ પણ કહ્યું કે પેટમાં સ્પાર્ગનમ (એક પ્રકારના પરોપજીવી કીડા) થઈ ગયા છે. જોકે ડૉક્ટરની સારવારમાં મહિલાની તબિયતમાં સુધારો થઈ ગયો છે. મહિલાને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યુ અને પછી રજા અપાઈ.

Share This Article