Tripura :બાંગ્લાદેશીઓ ને સેવા નહીં આપે અહીં, બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારને પગલે હોટેલ એસોસિએશનની નિર્ણય

Reena Brahmbhatt
4 Min Read

ત્રિપુરામાં હોટેલ અને રેસ્ટોરન્ટ માલિકો બાંગ્લાદેશી પ્રવાસીઓ પાસેથી બુકિંગ સ્વીકારશે નહીં. આ નિર્ણય ઓલ-ત્રિપુરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિએશન (AHTROA) દ્વારા અસ્થાયી ધોરણે લેવામાં આવ્યો છે. એસોસિએશનનું કહેવું છે કે પાડોશી દેશમાં ભારતીય ધ્વજના અપમાનને ધ્યાનમાં રાખીને અમે બાંગ્લાદેશી મહેમાનોને સેવા નહીં આપીએ.

ખાવાનું પણ નહીં મળે

- Advertisement -

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર મોંઘો પડી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન પંડાલો પર ભારે ટેક્સ લાદવામાં આવ્યો અને હવે ભારતમાં પણ ઈસ્કોન મંદિરના વડા સામે અત્યાચારની ચિનગારી ભડકી ઉઠી છે. આ દરમિયાન બાંગ્લાદેશની સરહદે આવેલા પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરાએ એક મોટી જાહેરાત કરી છે. રાજ્યના હોટેલ-રેસ્ટોરન્ટ એસોસિએશને જણાવ્યું હતું કે બાંગ્લાદેશી નાગરિકોને રાજ્યની હોટલોમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તે જ સમયે, કોઈ રેસ્ટોરન્ટ તેમને ભોજન પણ આપશે નહીં.

હિન્દુઓની હાલત ખરાબ થઈ રહી છે

- Advertisement -

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત સતત ખરાબ થઈ રહી છે. અહીં મોહમ્મદ યુનુસની સરકાર બન્યા બાદ કટ્ટરવાદી સંગઠનોનું મનોબળ વધુ ઉંચુ થઈ ગયું છે. હવે આ સંગઠનો હિન્દુઓને પૂજા કરતા પણ રોકી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર સતત હુમલા થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા બાંગ્લાદેશમાં પણ ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું. જે બાદ ભારતના અલગ-અલગ રાજ્યોમાં બાંગ્લાદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

AHTROAના જનરલ સેક્રેટરી સૈકત બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે સોમવારે આયોજિત કટોકટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, ‘અમે એક ધર્મનિરપેક્ષ દેશ છીએ અને તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. આપણા રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ કટ્ટરવાદીઓના એક વર્ગ દ્વારા અત્યાચારનો સામનો કરી રહ્યા છે. આવી ઘટનાઓ પહેલા પણ બનતી હતી પરંતુ હવે તો હદ વટાવી દેવામાં આવી છે.

- Advertisement -

તેમણે કહ્યું, ‘બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. અમે વિવિધ હેતુઓ માટે ત્રિપુરા આવતા લોકોની સેવા કરીએ છીએ. બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે જે વર્તન કરવામાં આવી રહ્યું છે તેની અમે નિંદા કરીએ છીએ.

હોસ્પિટલે પણ સારવાર નહીં આપવાની જાહેરાત કરી છે

અગાઉ, ILS હોસ્પિટલે જાહેરાત કરી હતી કે તે પાડોશી દેશમાં લઘુમતીઓ પર અત્યાચારના વિરોધમાં બાંગ્લાદેશના કોઈપણ દર્દીની સારવાર નહીં કરે. અગરતલામાં એક મલ્ટી-સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલે શનિવારે બાંગ્લાદેશી નાગરિકોની સારવાર ન કરવાનો નિર્ણય લીધો હતો. વાસ્તવમાં, શનિવારે બપોરે એક જૂથ હોસ્પિટલની બહાર વિરોધ કરી રહ્યું હતું, જેના કારણે હોસ્પિટલે આ નિર્ણય લીધો હતો. ILS હોસ્પિટલ તેની નિકટતા અને સસ્તું સારવાર ખર્ચને કારણે પડોશી દેશના દર્દીઓ માટે લોકપ્રિય સ્થળ છે.

પશ્ચિમ બંગાળમાં પણ લોકોએ ગુસ્સો દર્શાવ્યો હતો

સિલીગુડી મ્યુનિસિપલ કોર્પોરેશન અને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની સામેના રસ્તાઓ પર પોસ્ટર જોવા મળ્યા હતા. આ પોસ્ટરોમાં બાંગ્લાદેશ સરકારના વચગાળાના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસની તસવીર હતી. સાથે જ લખ્યું હતું – ‘મારી તસવીર પર થૂંક અને મને જૂતાથી માર્યો’.

અગરતલામાં બાંગ્લાદેશીઓનો વિરોધ

આ એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના વિરોધમાં સેંકડો લોકોએ ત્રિપુરાની રાજધાની અગરતલામાં બાંગ્લાદેશી મિશનની આસપાસ એક વિશાળ રેલી કાઢી હતી. અગરતલામાં બાંગ્લાદેશી મિશનના પરિસરમાં 50 થી વધુ વિરોધીઓ કથિત રીતે પ્રવેશ્યા હતા. જેના કારણે કેમ્પસના અધિકારીઓ અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ભારતના વિદેશ મંત્રાલયે આ ઉલ્લંઘનની નિંદા કરી છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ રાજદ્વારી અને કોન્સ્યુલર સંપત્તિની સુરક્ષા હંમેશા સુનિશ્ચિત કરવી જોઈએ. બાંગ્લાદેશ મિશનની સુરક્ષા મજબૂત કરવામાં આવશે

Share This Article