કેનેડામાં એક ભારતીય વ્યક્તિની મકાન માલિક દ્વારા ઘરમાંથી હકાલપટ્ટી કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મકાન માલિક વ્યક્તિનો સામાન બહાર મૂકતો જોવા મળે છે. ત્યારબાદ પ્રવાસીઓ સામે આવતી મકાનની સમસ્યાઓ પર ચર્ચા છેડાઈ છે.

સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે દર્શાવે છે કે પ્રવાસીઓએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાં એક મકાન માલિક એક ભારતીય વ્યક્તિના ઘરનો સામાન બહાર કાઢી રહ્યો છે કારણ કે તે ઘર ખાલી કરતો નહતો. આ વીડિયો પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
વીડિયોમાં ફક્ત સફેદ બર્મૂડા પહેરેલો એક ભારતીય મૂળના વ્યક્તિની સામે એક કેનેડિયન નાગરિક અને એક અન્ય વ્યક્તિ બિસ્તર અને ઘરનો સામાન બહાર કાઢતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દરવાજા પર એક કેનેડિયન મૂળની મહિલા પણ જોવા મળે છે. વીડિયોમાં ભારતીય મૂળની વ્યક્તિને મકાન માલિક ગાળ બોલતો અને ખોટું બોલવાનો આરોપ લગાવીને સંભળાવતો જોવા મળે છે. એક્સ હેન્ડલ ઘર કે કલેશે આ વીડિયો શેર કરતા લખ્યું છે કે “એક દેશી છોકરા અને તેના મકાન માલિક વચ્ચે લડાઈ. તે ઘર ખાલી કરી રહ્યો નહતો એટલે મકાન માલિક આવ્યો અને તેનો સામાન બહાર ફેંકવાનો શરૂ કરી દીધો. બ્રેમ્પટન કેનેડા.”

