ભારતે અમેરિકા સાથે રૂા. 443 કરોડનો સોદો કર્યો

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 24 : દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહના ચારદિવસીય પ્રવાસ દરમ્યાન અમેરિકાની જો બાયડન સરકાર તરફથી ભારત સાથે 433 કરોડ રૂપિયાના સંરક્ષણ ઉપકરણના સોદાને મંજૂરી અપાઇ હતી. સિક્યુરિટી ઓફ સપ્લાય એગ્રિમેન્ટ (સોસા) કરાર હેઠળ અમેરિકા દ્વારા ભારતને સબમરીન વિરોધી યુદ્ધનાં સાધન સાથે અન્ય ઉપકરણોના વેચાણની મંજૂરી મળી છે. આ મહત્ત્વાકાંક્ષી સોદા બાદ ભારતનાં યુદ્ધ હેલિકોપ્ટરો ઘાતક શિકારી જેવાં બની જશે. આમ, યુદ્ધના સંજોગો સર્જાય ત્યારે ભારતની હવાઇ તાકાત વધુ તીક્ષ્ણ બની જશે.

rajnath singh.webp.248

- Advertisement -

અમેરિકાની બાયડન સરકારે આશરે 443 કરોડ રૂપિયાની કિંમતના સંરક્ષણ સોદા જેમાં એન્ટિસબમરીન વોરફેર સોનોબ્વાય સામેલ છે, તેના ભારતને પ્રસ્તાવિત વેચાણને લીલીઝંડી આપી છે. આ વોરફેર ભારતીય નૌકાદળના એમએચ-60-આર સીહોક હેલિકોપ્ટરોમાં લગાવવામાં આવશે. શુક્રવારે બાયડન પ્રશાસને અમેરિકી સંસદને એક નોટિફિકેશન મોકલ્યું છે, જેમાં ભારતના 60 જેટલા હેલિકોપ્ટરને આ વોરફેરથી સજ્જ કરવાનો ઉલ્લેખ છે. વર્તમાન અને ભવિષ્યના ખતરાનો સામનો કરવા આ ડીલ બન્ને દેશ માટે મહત્ત્વની બની રહેશે. ભારત અને અમેરિકાએ તેમના વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે બે મુખ્ય કરાર પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનને મળી પરસ્પર હિતના `મુખ્ય’ વ્યૂહાત્મક મુદ્દાઓ પર પરિપ્રેક્ષ્ય શેર કર્યા હતા.

બે દેશ વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારોને વધુ વેગ આપવા માટે રાજનાથ સિંહ અહીં ચાર દિવસની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. સિંહે તેમની બેઠક પછી `એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, `અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનને મળીને પરસ્પર હિતના મુખ્ય વ્યૂહાત્મક મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરીને આનંદ થયો.’ તેમણે અગ્રણી અમેરિકન સંરક્ષણ કંપનીઓ સાથે ફળદાયી ચર્ચા કરી મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને વેગ આપવા માટે ભારતીય ભાગીદારો સાથે કામ કરવા આમંત્રણ આપ્યું હતું.

- Advertisement -
Share This Article