Iran Araghchi Trump: ઈરાનમાં ન તો સત્તા બદલાઈ, ન તો અમેરિકાને જીત મળી, અબ્બાસ અરાઘચી બોલ્યા- ડોનાલ્ડ ટ્રમ્પનો પ્લાન સંપૂર્ણપણે ફેલ

Arati Parmar
3 Min Read

Iran Araghchi Trump: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે અમેરિકા અને ઈઝરાયેલ તેમના દેશ પર હુમલો કરીને પોતાના ‘લક્ષ્યો’ હાંસલ કરી શક્યા નથી. અરાઘચીએ કહ્યું કે તેઓ ઈરાનમાં 2-3 દિવસની લડાઈમાં જીત મેળવવા અને સત્તા પરિવર્તનની ઈચ્છા સાથે આવ્યા હતા, જે પૂરી થઈ શકી નથી. આ લાદવામાં આવેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે, જેના કારણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે દરરોજ પોતાના નિવેદનો બદલી રહ્યા છે.

અબ્બાસ અરાઘચીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘અમેરિકા અને ઈઝરાયેલે તદ્દન ગેરકાનૂની રીતે ઈરાન પર હુમલો કર્યો. હુમલો કરતી વખતે તેમણે બે થી ત્રણ દિવસમાં તેહરાનની સત્તા ઉખેડી નાખવાની અને જીત મેળવવાની વાત કરી હતી. આ લડાઈને 10 દિવસ થઈ ગયા છે અને તેઓ પોતાના શરૂઆતના લક્ષ્યોમાં નિષ્ફળ ગયા છે.’

- Advertisement -

ટ્રમ્પ પાસે હવે કોઈ પ્લાન નથી: અરાઘચી

અબ્બાસ અરાઘચીનું કહેવું છે કે સત્તા પરિવર્તન અને બે દિવસમાં તેહરાન જીતી લેવાનો પ્લાન ફેલ થયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ લક્ષ્યહીન થઈ ગયા છે. હવે તેઓ રોજ નવા-નવા પ્લાન બનાવી રહ્યા છે. એવું લાગે છે કે તેઓ સમજી શકતા નથી કે શું કરવું. હાલમાં તેઓ દરરોજ નવું નિવેદન આપી રહ્યા છે અને ઈરાન પર આડેધડ હુમલા કરી રહ્યા છે.

અરાઘચીએ વધુમાં કહ્યું, ‘અમેરિકા-ઈઝરાયેલે શાળાઓ અને હોસ્પિટલો પર હુમલા કર્યા છે. સામાન્ય લોકોને ટાર્ગેટ કરવા એ એક ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે. મને લાગે છે કે તેમની સામે કોઈ ઉદ્દેશ્ય નથી, તેમને ખબર નથી કે આગળ શું કરવું. તેઓ બસ હુમલા કરી રહ્યા છે. વિશ્વમાં તેલના વધતા ભાવ પણ તેમને પરેશાન કરી રહ્યા છે.’

- Advertisement -

અમેરિકન સેનાને નુકસાનનો દાવો

અબ્બાસ અરાઘચીએ લડાઈમાં અમેરિકાને ભારે નુકસાન થયું હોવાનો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે અમેરિકન આર્મીએ પોતે સ્વીકાર્યું છે કે ઈરાની મિસાઈલોએ તેમના એર ડિફેન્સ અને રડારને નુકસાન પહોંચાડ્યું છે. આનાથી ખબર પડે છે કે અમેરિકા અમારા પડોશી દેશોનો ઉપયોગ અમારી વિરુદ્ધ કરી રહ્યું છે.

ઈરાની વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું છે કે તેમની સેના અને સરકારે સામાન્ય અમેરિકનોને નુકસાન પહોંચાડવા ઈચ્છ્યું નથી. અમેરિકનોએ તો ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધોમાં સામેલ ન થવાના વચન પર વોટ આપ્યા હતા. જોકે હવે તેમની હરકતોને કારણે સામાન્ય લોકો મોંઘા ભાવે ગેસ અને પેટ્રોલ-ડીઝલ લેવા માટે મજબૂર થઈ રહ્યા છે.

- Advertisement -
Share This Article