કમલા હેરિસ રાષ્ટ્રપતિપદની દોડમાં ટ્રમ્પથી આગળ થયાં

Reena Brahmbhatt
1 Min Read

વોશિંગ્ટન, તા. 19 : અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લગાતાર પડકારતાં આગળ વધી રહ્યા છે. એક તાજાં સર્વેક્ષણમાં કમલાને ટ્રમ્પ કરતાં ચાર ટકા વધુ મત મળ્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનથી પહેલાં આ સરસાઈ ઘણી મહત્ત્વની લેખાવાઈ છે.

modi and trumph

- Advertisement -

સર્વેમાં કમલા હેરિસને 49 ટકા તો ટ્રમ્પને 45 ટકા મત મળ્યા હતા. અલગ-અલગ ઉમેદવારોની વાત કરો તો હેરિસને 47 ટકા, ટ્રમ્પને 44 અને રોબર્ટ કેનેડીને પાંચ ટકા મત મળ્યા છે. કમલાની વધતી લોકપ્રિયતાથી ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમની ચિંતા વધી છે. એ જ કારણે ટ્રમ્પ લગાતાર હેરિસના અશ્વેત મૂળ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે.

Share This Article