વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને સ્મૃતિવનની અનોખી ભેટ આપી

Reena Brahmbhatt
2 Min Read

ભુજ, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 23 વર્ષના સફળ નેતૃત્વ દરમિયાન `િવકાસ સપ્તાહ’ તરીકે ઉજવણી થાય છે. ત્યારે છેલ્લા 23 વર્ષમાં કચ્છના પનોતા પુત્ર એવા વડાપ્રધાને કચ્છની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને અગ્રેસર કર્યું છે. ભૂકંપની થપાટમાંથી કચ્છને બેઠું કરવામાં અને વિકાસના મીઠા ફળની ભેટ આપવામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના કાર્યકાળથી લઇને વર્તમાન વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને વિકાસની હરોળમાં હંમેશાં અગ્ર સ્થાન આપ્યું છે. ભૂકંપના દિવંગતોની યાદમાં કચ્છના ભુજ ખાતેનું સ્મૃતિવન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સમગ્ર વિશ્વને એક અનુપમ ભેટ છે. વર્ષ 2001ના ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં ઐતિહાસિક ભુજિયા ડુંગરની ગોદમાં રૂા. 375 કરોડના ખર્ચે 175 એકરમાં આકાર પામેલા સ્મારક અને સંગ્રહાલયનું વડાપ્રધાને વર્ષ 2022માં લોકાપર્ણ કરીને સમગ્ર વિશ્વને વિરાસત સમાન સ્મારકની ભેટ આપી છે.

smruti van kutch modi

- Advertisement -

તાજેતરમાં ભૂકંપ પછી પુનવર્સનની ગાથા દર્શાવતા સ્મૃતિવનને આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત એવોર્ડ દ્વારા વિશ્વના સૌથી સુંદર 7 મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. સ્મૃતિવન ખાતે ખાસ કરીને આદિ શંકરાચાર્યના શ્લોક `સમ્યક સરતી ઈતિ સંસાર…’ના ભાવ પર આધારિત ભૂકંપ સંગ્રહાલય સંસારની ઉત્પત્તિ અને ગતિની વિભાવના સમજાવતી ફિલ્મ પણ પ્રસ્તૃત કરવામાં આવે છે. આ સાથે સ્મૃતિવનમાં જળસંચય માટે 50 ચેકડેમ બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ભૂકંપમાં જીવ ગુમાવનાર 12,932 સદગતનાં નામ સમાવિષ્ટ કરીને તેમની સ્મૃતિમાં વિવિધ ચેકડેમ પર તેમની યાદ અમર કરવામાં આવી છે. આવી કુલ 1,020 નેમ પ્લેટમાં તેમના ગામ, તાલુકા અને શહેરના નામની વિગત કંડારી તેઓને અનોખી રીતે વડાપ્રધાન દ્વારા અંજલિ આપવામાં આવી છે.

સ્મૃતિવન ખાતે સવારે અને સાંજ આહલાદક નજારા સાથે મનને શાંતિ આપતું સ્થાન એટલે સ્મૃતિવનનો સન પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં આવતા પ્રવાસીઓ માટે નવલા નજરાણા સમાન છે. સન પોઇન્ટ પરથી પ્રવાસીઓ સમગ્ર ભુજનું વિહંગાવલોકન કરી શકે છે. વિશાળ ભુજિયામાં આકાર પામેલા મિયાવાકી વન, ચેકડેમ, સ્મૃતિવન સાથે સમગ્ર ભુજનો નજારો મનને મોહી લે છે. વડાપ્રધાને વિશ્વને સ્મૃતિવનની ભેટ આપી છે, સાથે એશિયાનું સૌથી મોટું મિયાવાકી વન પણ ભુજિયાની ગોદમાં આકાર પામ્યું છે, જેમાં ત્રણ લાખથી વધુ વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી ઉછેરીને વિશાળ જંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ જંગલ આકાર પામતાં હાલે અનેક જીવસૃષ્ટિ અહીં વસવાટ પામી છે. ખાસ કરીને પક્ષીઓ, જીવજંતુઓને અહીં આશ્રય મળ્યો છે.

- Advertisement -
Share This Article