AC Temperature Limit Set: AC માટે સરકાર લાવશે નવી મર્યાદા, હવે તાપમાન 20°Cથી નીચે નહીં રાખી શકાય

Arati Parmar
By Arati Parmar 3 Min Read

AC Temperature Limit Set: ભારત એક ગરમ પ્રદેશ છે. ઉનાળામાં દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડીગ્રીથી વધી જતું હોય છે. અસહ્ય ગરમીથી બચવાનો આસાન ઉપાય છે AC. મોટાભાગના ભારતીયો AC નું તાપમાન 16 થી 20 ડીગ્રી જેટલું નીચું રાખતા હોય છે. જોકે, હવે આમ કરવું શક્ય નહીં હોય, કેમ કે ભારત સરકાર એવો નિયમ લાવી રહી છે જેમાં AC નું તાપમાન 20 ડિગ્રીથી નીચે અને 28 ડીગ્રીથી ઉપર સેટ નહીં કરી શકાય.

સરકારના 2047ના વિઝનની રૂપરેખાના ભાગરૂપે કરાઈ જાહેરાત 

- Advertisement -

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, ‘એર કન્ડીશનિંગના ધોરણો અંગે ટૂંક સમયમાં એક નવી જોગવાઈ લાગુ કરવામાં આવી રહી છે. AC માટે તાપમાન ધોરણ 20 ડિગ્રી સેલ્સિયસથી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સેટ કરવામાં આવશે, જેનો અર્થ છે કે આપણે 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉપર તાપમાન સેટ કરી શકીશું નહીં.’ સરકારના 2047ના વિઝનની રૂપરેખાના ભાગરૂપે આ જાહેરાત કરાઈ છે.

Share This Article