Low-Background Steel: 1945 પહેલાંનું સ્ટીલ જ કેમ શોધી રહ્યા છે વૈજ્ઞાનિકો? જાણો ચોંકાવતું કારણ

Arati Parmar
4 Min Read

Low-Background Steel: બીજા વિશ્વયુદ્ધ પછીથી બનાવવામાં આવેલા લગભગ દરેક અતિ-સંવેદનશીલ રેડિએશન ડિટેક્ટર માટે એવા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે, જે પ્રથમ પરમાણુ પરીક્ષણ પહેલાં સમુદ્રમાં ડૂબેલા જહાજોમાંથી કાઢવામાં આવ્યું હોય. તેનું કારણ એ છે કે વૈજ્ઞાનિકોનું માનવું છે કે 1945 પછી ઓગાળવામાં આવેલી દરેક વસ્તુની રચનામાં પરમાણુ યુગના હળવા નિશાન રહી જાય છે અને યુદ્ધ પહેલાંના કાટમાળમાંથી મળતા સ્ટીલનો પુરવઠો ખૂબ મર્યાદિત છે. હકીકતમાં આ સમગ્ર મુદ્દો ‘Low-Background Steel’ સાથે જોડાયેલો છે. જ્ઞાન-વિજ્ઞાનની દુનિયામાં આ એક અત્યંત રસપ્રદ અને ઐતિહાસિક વિષય માનવામાં આવે છે.

વાસ્તવમાં જ્યારે પ્રથમ પરમાણુ બોમ્બનું પરીક્ષણ થયું અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે તેણે માત્ર પરમાણુ યુગની શરૂઆત જ કરી નહોતી. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેણે વાતાવરણમાં એક કાયમી કિરણોત્સર્ગી નિશાન છોડી દીધું, જે પછીથી બનાવાયેલા દરેક સ્ટીલના બેચનો ભાગ બની ગયું.

- Advertisement -

રેડિએશન ડિટેક્ટર બનાવતા વૈજ્ઞાનિકોને સમુદ્રના તળિયે પડેલા યુદ્ધપોતોમાંથી એવું ધાતુ બહાર કાઢવું પડ્યું, જે રેડિએશનથી દૂષિત ન થયું હોય. પરંતુ મુશ્કેલી એ છે કે આખરે સમુદ્રમાં પ્રથમ વિશ્વયુદ્ધના સમયનું એટલું સ્ટીલ ક્યાંથી મળશે. તેથી જ વૈજ્ઞાનિકોમાં જૂના સ્ટીલને ‘ચોરી’ કરવાની હોડ લાગી છે.

સમુદ્રમાં સ્ટીલ શોધી રહ્યા છે વૈજ્ઞાનિકો

- Advertisement -

16 જુલાઈ 1945ના રોજ દુનિયાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ થયું હતું, જેને Trinity Test કહેવામાં આવે છે. ત્યારબાદ Hiroshima અને Nagasaki પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. 1940 અને 1950ના દાયકામાં America, Soviet Union અને અન્ય દેશોએ ખુલ્લા આકાશમાં સૈંકડો પરમાણુ પરીક્ષણો કર્યા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વિસ્ફોટોના કારણે Cobalt-60 અને Cesium-137 જેવા કિરણોત્સર્ગી તત્વો સમગ્ર વિશ્વના વાતાવરણમાં ફેલાઈ ગયા હતા.

Pacific Northwest National Laboratory ની Low-Background Steel અંગેની એક અહેવાલ મુજબ US Department of Energy ની અનેક સુવિધાઓમાં બીજા વિશ્વયુદ્ધ પહેલાંના ધાતુથી Counting-Room Shield બનાવવામાં આવી હતી. આ રૂમોનો ઉપયોગ એવી માપણી માટે કરવામાં આવતો હતો, જેમાં કોઈ વ્યક્તિના શરીરમાં રહેલી અત્યંત ઓછી માત્રાના કિરણોત્સર્ગી પદાર્થને આસપાસથી આવતા રેડિએશનથી અલગ ઓળખવાનું હોય.

- Advertisement -

નવા સ્ટીલમાં ખામી કેવી રીતે આવે છે?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્ટીલ બનાવવાની આધુનિક પ્રક્રિયામાં લોખંડને ઓગાળવા અને શુદ્ધ કરવા માટે ભઠ્ઠીમાં ખૂબ મોટી માત્રામાં હવા ફૂંકવામાં આવે છે. કારણ કે 1945 પછીથી આપણા વાતાવરણમાં પહેલેથી જ કિરણોત્સર્ગી અંશો હાજર છે, તેથી જ્યારે આ હવા ઓગળેલા લોખંડ સાથે ભળે છે ત્યારે તે કિરણોત્સર્ગી કણો નવા બનતા સ્ટીલની અણુ રચનાનો ભાગ બની જાય છે. જોકે આ કિરણોત્સર્ગ એટલો ઓછો હોય છે કે માનવ શરીર અથવા સામાન્ય ઉપયોગ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ અતિ-સંવેદનશીલ વૈજ્ઞાનિક ઉપકરણો માટે તે મોટી સમસ્યા બની જાય છે.

સંવેદનશીલ ઉપકરણો પર અસર થવાની આશંકા

વૈજ્ઞાનિકોએ સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો કોઈ અત્યંત સંવેદનશીલ રેડિએશન ડિટેક્ટર, જેમ કે Medical Imaging Machines, Geiger Counter, અવકાશ ઉપગ્રહોના ઉપકરણો અથવા Neutrino Detectorને આ આધુનિક સ્ટીલથી બનાવવામાં આવે, તો સ્ટીલમાં રહેલું અત્યંત ઓછું કિરણોત્સર્ગ મશીનના રીડિંગ્સને અસર કરે છે.

આને Background Noise કહેવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો મશીન બહારના રેડિએશનને માપવાને બદલે પોતાના જ સ્ટીલમાંથી નીકળતા કિરણોત્સર્ગથી ગૂંચવાઈ જશે અને તેના કારણે સંશોધન પર અસર પડશે.

પરંતુ 1945 પહેલાં જે જહાજો સમુદ્રમાં ડૂબી ગયા હતા, ખાસ કરીને પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેઓ ક્યારેય આધુનિક પરમાણુયુક્ત વાતાવરણના સંપર્કમાં આવ્યા નહોતા. ઉપરાંત સમુદ્રનું પાણી એક ઉત્તમ રેડિએશન શિલ્ડ તરીકે કાર્ય કરે છે, જેણે આ જહાજોને બહારના વાતાવરણથી સુરક્ષિત રાખ્યા હતા. તેથી જ વૈજ્ઞાનિકો જૂના સ્ટીલની શોધમાં લાગ્યા છે, જેથી તેમનું સંશોધન સંપૂર્ણપણે શુદ્ધ રહી શકે.

Share This Article