પુતિનની યુદ્ધવિરામ માટેની શરતી ખાતરી !

Reena Brahmbhatt
1 Min Read

મોસ્કો, તા. 14 : રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આશરે અઢી વર્ષથી ચાલી રહેલા યુક્રેન જંગમાં તાત્કાલિક યુદ્ધ વિરામનું એલાન કરવાની ખાતરી આપવા સાથે આના માટે યુક્રેન સામે બે શરત પણ મૂકી દીધી છે. પુતિને કહ્યું છે કે, જો કિવ (યુક્રેન) ચાર કબજાગ્રસ્ત યુક્રેની ક્ષેત્રોમાંથી પોતાનાં સૈનિકોને પરત ખેંચી લે તો અને ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)માં સામેલ થવાની યોજના પડતી મૂકે તો યુક્રેનમાં તાત્કાલિક અસરથી યુદ્ધવિરામનું વચન આપવામાં આવે છે અને તેની સાથે વાટાઘાટો પણ શરૂ કરવામાં આવશે.

zelensky ukrain

- Advertisement -

પુતિને મોસ્કોમાં વિદેશ મંત્રાલયની એક બેઠકને સંબોધતાં આ ખાતરી આપી હતી. તેમનું આ નિવેદન અને ઓફર એવા સમયે આવ્યા છે જ્યારે ઈટાલીમાં જી-7 દેશોની મહત્ત્વની બેઠક ચાલી રહી છે. પુતિન સ્વિત્ઝર્લેન્ડમાં આયોજિત એ શિખર સંમેલન વિશે બોલી રહ્યા હતા જ્યાં 90થી વધુ દેશો અને સંગઠન યુક્રેનમાં શાંતિની દિશામાં સંભવિત વિકલ્પોની ચર્ચા કરવાના છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઈટાલીમાં અપુલિયા ક્ષેત્રમાં જી-7 શિખર સંમેલનનાં ઉપક્રમે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી સાથે વાતચીત કરી હતી. એવું માનવામાં આવે છે કે, આ વાટાઘાટમાં ઝેલેંસ્કીએ મોદીને રશિયા-યુક્રેનનાં ઘર્ષણનાં વિવિધ પરિમાણોની જાણકારી પણ આપી હતી.

Share This Article