વૈજ્ઞાનિકોની ડરામણી ભવિષ્યવાણી! આ મહાદ્વીપના બે ભાગ થવાથી બદલાઈ જશે દુનિયાનો નકશો;

Reena Brahmbhatt
2 Min Read

ભયાનક ફેઝમાં પહોંચી ધરતી, આ મહાદ્વીપના બે ભાગ થવાથી બદલાઈ જશે દુનિયાનો નકશો; વૈજ્ઞાનિકોની ડરામણી ભવિષ્યવાણી!
Africa Continent: આફ્રિકમાં ટેકટોનિક ફોર્સ દ્વારા એક નવો મહાસાગર બનાવવામાં આવી રહ્યો છે. આ કારણે પૂર્વ આફ્રિકા બે ભાગમાં ફાટી રહ્યું છે અથવા મહાસાગર બનવાથી આફ્રિકાનો નકશો ફરીથી બનાવવામાં આવશે અને તેની ઇકોસિસ્ટમ બદલી જશે.

વૈજ્ઞાનિકો અનુસાર ધરતીની નીચે હાજર ટેકટોનિક ફોર્સ તેજ ગતિએ જમીનને નવો આકાર આપી રહ્યું છે, જેના કારણે આફ્રિકા મહાદ્વીપ સંપૂર્ણપણે તૂટી જશે અને પૃથ્વીનો નકશો હંમેશ માટે બદલાઈ જશે.

- Advertisement -

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, પહેલા આ પ્રક્રિયા કરોડો વર્ષો સુધી ચાલવાની હતી, પરંતુ હવે આ તેજ ગતિની સાથે આવનારા 10 લાખ વર્ષો અથવા તેનાથી પણ ઓછા સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. આફ્રિકન અને સોમાલી પ્લેટો દર વર્ષે 0.8 સેન્ટિમીટરના દરે અલગ થઈ રહી છે.

આ સતત થનારી પ્રક્રિયા પૂર્વ આફ્રિકાને બે ભાગોમાં ફાડી રહી છે. જેના કારણે મોટા પાયે તિરાડો પડી રહી છે અને જમીનનો ભાગ નબળો બની રહ્યો છે. ઈથોપિયાના અફાર વિસ્તારમાં પહેલાથી જ 60 કિલોમીટર લાંબી તિરાડ બનીને 10 મીટરની ઊંડાઈ સુધી પહોંચી ગઈ છે.

- Advertisement -

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ તિરાડ આગળ જઈને સમગ્ર આફ્રિકા મહાદ્વીપને ફાડી નાખશે, ત્યારબાદ એક નવા મહાસાગરનું નિર્માણ થશે. આ તિરાડ પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોને મહાદ્વીપના બાકીના ભાગોથી સંપૂર્ણપણે અલગ કરી શકે છે.

વર્ષ 2005માં ઇથોપિયામાં એક 420થી વધુ ભૂકંપ આવ્યા હતા, જેના કારણે એક વિશાળ તિરાડનો જન્મ થયો હતો અને જમીન ફાટી ગઈ હતી. વૈજ્ઞાનિકો અનુસાર આ પ્રક્રિયામાં થોડી સદીઓ થાય છે, પરંતુ તે માત્ર થોડા દિવસોમાં જ થયું.

- Advertisement -

વૈજ્ઞાનિકો અનુસાર નવા મહાસાગરની બનવાથી આફ્રિકાના નકશાને ફરીથી બનશે અને તેની ઇકોસિસ્ટમ હંમેશા માટે બદલાઈ જશે. જ્યારે યુગાન્ડા અને ઝામ્બિયા જેવા જમીનથી ઘેરાયેલા દેશો મહાસાગર સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત ઘણા દેશો સમુદ્રમાં ડૂબી પણ શકે છે.

Share This Article