પાપ કોઈને છોડતા નથી, યુનુસે પણ ક્યાંક જીવ બચાવવા બાંગ્લાદેશ છોડી ભાગવું ન પડે

Reena Brahmbhatt
3 Min Read

કહેવાય છે કે, પાપ તો પાપ જ હોય છે, કોઈ ને છોડતું નથી. છેલ્લું વર્ષ, 2024, બાંગ્લાદેશ માટે ભારે અશાંતિ અને રાજકીય અસ્થિરતાનું હતું. દેશની રાજધાની ઢાકા સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનને કારણે શેખ હસીનાની સરકાર ન માત્ર પડી પરંતુ તેમણે બાંગ્લાદેશ છોડવું પડ્યું. આ વિરોધ પ્રદર્શનના થોડા મહિનાઓ પછી, ઢાકામાં વિદ્યાર્થી આંદોલનના બીજા રાઉન્ડના અવાજો સંભળાઈ રહ્યા છે. આનાથી 5 ઓગસ્ટ, 2024 ના રોજ શેખ હસીના સરકારના પતન પછી મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં રચાયેલી વચગાળાની સરકારનું ભાવિ જોખમમાં મૂકાઈ ગયું છે. ઢાકા યુનિવર્સિટી સાથે જોડાયેલા સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે.અને આ બીજી ક્રાંતિ બને કે, યુનુસ માટે ભારે પડી જાય.અને યુનુસે પણ શેખ હસીનાની જેમ જીવ બચાવવા ભાગવું પડે.તેથી જ કેહવું પડે કે, કુકર્મો કોઈનો પીછો છોડતા નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઢાકા યુનિવર્સિટી સાથે સંલગ્ન સાત કોલેજોના વિદ્યાર્થીઓએ સોમવાર, 27 જાન્યુઆરીએ એક મોટું પ્રદર્શન કર્યું હતું અને છ માંગણીઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ આ માંગણીઓ પૂર્ણ કરવા માટે સમયમર્યાદા પણ આપી છે. જો નિયત સમયમર્યાદામાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ મોટા પ્રદર્શન તરફ જઈ શકે છે. આ વિદ્યાર્થીઓ ઢાકા યુનિવર્સિટી સાથેના સંબંધો તોડીને અલગ યુનિવર્સિટી બનાવવા માંગે છે. વિદ્યાર્થીઓએ આ મુદ્દે વચગાળાની સરકારના વડા પ્રોફેસર યુનુસને મળવાની પણ માંગ કરી છે.

- Advertisement -

‘જો માંગણી નહીં સંતોષાય તો કડક પગલાં લઈશું’
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની મુખ્ય માંગ ઢાકા યુનિવર્સિટીથી અલગ કરીને સ્વતંત્ર યુનિવર્સિટીની સ્થાપના કરવાની છે. આ સિવાય તેમણે અન્ય માંગણીઓ પણ રજૂ કરી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ ઉગ્ર વલણ અપનાવશે. ઢાકા કોલેજમાં સ્ટુડન્ટ્સ અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશનના જનરલ સેક્રેટરી સાજીબે કહ્યું, ‘વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, ઘણી જગ્યાએ નાકાબંધી છે. આનું પરિણામ શું આવશે તે કહી શકાતું નથી. જો માંગણીઓ નહીં સંતોષાય તો અમે કડક પગલાંની જાહેરાત કરીશું.

રાજકીય વિશ્લેષક પ્રોફેસર નઝમુલ અહસાન કલીમુલ્લાહે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના આંદોલનની દિશા હજુ સ્પષ્ટ નથી અને તેના પરિણામો ગંભીર હોઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે ઘણા વિદ્યાર્થીઓના વિવિધ રાજકીય પક્ષો સાથે સંબંધ હોઈ શકે છે. BNP અને અવામી લીગ જેવા મુખ્ય પક્ષો ઉપરાંત, તેમાં ડાબેરી પક્ષોનો સમાવેશ થાય છે.

- Advertisement -

દેશમાં કાયમી સરકારની જરૂર છે
કલીમુલ્લાનું કહેવું છે કે જ્યાં સુધી ચૂંટણી ન થાય અને કાયમી સરકાર ન બને ત્યાં સુધી આવા વિરોધ બાંગ્લાદેશમાં શાંતિ અને વ્યવસ્થાને ખોરવી શકે છે. આ સ્થિતિ હવે નવી સામાન્ય બની રહી છે. દેશમાં રાજકીય અસ્થિરતાનું વાતાવરણ છે અને વિદ્યાર્થીઓનું આંદોલન આ અસ્થિરતાને વધુ વધારી શકે છે

Share This Article