એક મહિના કરતાં વધુ સમય વીતી ગયા પછીયે `કાળમુખું’ યુદ્ધ બંધ થઈ રહ્યું નથી.

newzcafe
2 Min Read

ગાઝાની ત્રણ હોસ્પિટલને ઈઝરાયલી સેનાએ ઘેરી


ગાઝાની ત્રણ હોસ્પિટલને ઈઝરાયલી સેનાએ ઘેરી


તેલ અવીવ, તા. 11 : એક મહિના કરતાં વધુ સમય વીતી ગયા પછીયે `કાળમુખું’ યુદ્ધ બંધ થઈ રહ્યું નથી. ઈઝારાયલની સેનાએ ગાઝામાં ત્રણ હોસ્પિટલને ઘેરી લીધી છે. આતંકવાદી સંગઠન હમાસે સેના પર નિર્દોષ લોકોના જીવ લેવાનો આક્ષેપ કર્યો છે. યુદ્ધમાં 12 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. ગાઝા પર જારી ઈઝરાયલી સેનાના હુમલાઓથી ઉચાટ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ બીબીસીને આપેલી મુલાકાતમાં કહ્યંy હતું કે, ગાઝામાં બાળકો અને મહિલાઓને મારવાનું બંધ કરવું જોઈએ. ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ મેક્રોંનાં નિવેદન સામે વાંધો ઉઠાવતાં કહ્યંy હતું કે, ગાઝામાં થઈ રહેલા મોતો બદલ અમે નહીં, પરંતુ આઈએસઆઈએસ અને હમાસ જવાબદાર છે. મેક્રોંની યુદ્ધ વિરામની અપીલ બાદ નેતન્યાહૂએ દુનિયાને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, હમાસ દ્વારા ગાઝામાં જે અપરાધ થયા છે, તેવા જ અપરાધ ન્યૂયોર્ક, પેરિસ અને આખી દુનિયામાં થઈ શકે છે. ઈઝરાયલની સેનાએ ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલ સાથે અલક્રુદસ હોસ્પિટલ અને ઈન્ડોનેશિયા હોસ્પિટલને ઘેરી લીધી છે. સેનાએ દાવો કર્યો છે કે, આ હોસ્પિટલોની નીચે હમાસનાં કમાંડ સેન્ટર્સ છે. અલશિફાની નીચે હમાસનાં ગુપ્તચર તંત્રનું મુખ્ય મથક છે. દરમ્યાન, અલજજીરાના અહેવાલમાં દાવો કરાયો છે કે, ઈઝરાયલી સેના દ્વારા ગાઝા પર બોમ્બ હુમલામાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયેની પૌત્રી શેરવાનું મોત થઈ ગયું છે. બીજી તરફ, અમેરિકાના વિદેશ પ્રધાન એંટની બ્લિંકને કહ્યંy છે કે, ગાઝામાં બહુ જ વધુ લોકો જીવ ખોઈ રહ્યા છે. તેમને બચાવવા માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે.

Share This Article