ટોક્યોઃ દક્ષિણ જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

Reena Brahmbhatt
1 Min Read

ભૂકંપનું કેન્દ્ર જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યુશુના પૂર્વ કિનારે 30 કિલોમીટર (18.6 માઇલ) ની ઊંડાઈએ હતું.

ટોક્યો, 08 ઓગસ્ટ. ગુરુવારે જાપાનના દક્ષિણી દરિયાકાંઠે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારબાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

- Advertisement -

earth quake

હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ગુરુવારે બપોરે દક્ષિણ ક્યૂશુમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યુશુના પૂર્વ કિનારે 30 કિલોમીટર (18.6 માઇલ) ની ઊંડાઇએ હતું. ત્યારબાદ ક્યુશુના પૂર્વ અને દક્ષિણ કિનારા અને શિકોકુના દક્ષિણ કિનારે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. તેણે ક્યુશુના દક્ષિણ કિનારે અને નજીકના શિકોકુ ટાપુ પર 1 મીટર (3.3 ફૂટ) સુધીના મોજાની આગાહી કરી હતી.

- Advertisement -

જાપાનની હવામાન એજન્સી અનુસાર, દક્ષિણ જાપાની ટાપુઓ ક્યુશુ અને શિકોકુના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાનના જાહેર પ્રસારણકર્તા NHKએ કહ્યું કે તે મિયાઝાકી અને કોચી પ્રીફેક્ચર્સ માટે છે.

Share This Article