US Global Military Intervention History: અમેરિકાએ દુનિયાના કેટલાય દેશોને બરબાદ કર્યા છે, બર્બાદીનો આ મંજર શું કોઈ નહીં અટકાવે ?

Arati Parmar
8 Min Read

By : Reena Brahmbhatt

US Global Military Intervention History: હાલમાં જ સમગ્ર વિશ્વ જાણે શ્વાસ રોકી થંભી ગયું છે.હવે શું થશે ? હવે શું થશે ? કેમ કે, ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાનના યુદ્ધથી અડધા ઉપરના વિશ્વ પર રોજિંદા અલગ અલગ ઇંધણ સપ્લાયનો મોટો ઇસ્યુ ઉભો થયો છે.હવે ટૂંકમાં જ જો આ યુદ્ધ સમાપ્ત નહીં થાય કે, હોર્મુઝની ખાડી જહાજો ના આવન-જાવન માટે નહીં ખોલવામાં આવે તો, બીજા દેશોની વાતો છોડો પરંતુ ભારતમાં જ જનજીવન ઠપ્પ થઇ જશે.મોદીજીએ પોતે જ લોકસભામાં જણાવ્યું કે, લોકડાઉન સમયે આપણે જે મુજબ પેશન રાખી હતી તેમ હવે કે આગામી સમયમાં રાખવી પડશે.અહીં કોઈને ભડકાવવાનો પ્રયાસ નથી.પરંતુ લોકોની નજર પણ તો સ્થિતિ પર છે જ ને ! જો કે, અહીં ફક્ત ભારતની જ વાત નથી.સમગ્ર મિડલ ઇસ્ટ અને એશિયાના દેશોની અન્ય દેશોની પણ વાત છે.ત્યારે કોઈક ને કોઈક ઉકેલ ટૂંક સમયમાં તો આવશે જ.તે પણ નક્કી છે.

- Advertisement -

અત્યારે આખી દુનિયા સળગતા અંગારાની રાખ પર બેઠી છે.ક્યારે શું સળગશે કે ઠંડુ થશે તે કોઈ ન કહી શકે. પરંતુ એક વાત કબૂલવી પડે કે, અમેરિકાની ધારણા કરતા ઈરાને ટક્કર નહીં પણ જોરદાર ટક્કર આપી છે જેથી અમેરિકા જ નહીં પણ આખી દુનિયા અવાચક છે.પોતાને વૈશ્વિક જમાદાર ગણતા અમેરિકા ને તો આ સ્થિતિ બરદાસ્ત બહારની કે ન વેઠી શકાય તેવી કહી શકાય.કેમ કે, અત્યાર સુધીમાં અમેરિકાએ દુનિયાના ઘણા દેશોને પોતાને ઈશારે નચાવવા કે કઠપૂતળી સરકાર બેસાડવા યુધ્ધો કરી બરબાદ કરેલા છે.દુનિયાના 80 જેટલા દેશોમાં તેના લશ્કરી થાણા છે. ત્યારે એક વિયેતનામમાં તેને ક્યાંક પીછેહઠ પડવી હતી.બાકી અમેરિકાએ દુનિયામાં કેટલાય દેશો પર ઓઈલ કે કુદરતી ભંડારણો પર કબઝો જમાવવા તેને બરબાદ કર્યા છે.આ દેશો ની બરબાદીના મંજર આખી દુનિયાએ નજરે જોયેલા છે, પરંતુ એકેય દેશની તાકાત નથી કે, અમેરિકા વિરુદ્ધમાં એક હરફ પણ ઉચ્ચારે.

અમેરિકાની દાદાગીરી ફરી એકવાર આપણને યુરોપના સંસ્થાનવાદના યુગની યાદ અપાવે છે.કેમ કે, દુનિયાના એકપણ દેશની સેહ કે શરમ કે પરવા કર્યા વગર જે નજરમાં આવે તેની પણ કબ્જો કરી લેવાનો.અમેરિકાએ કેનેડાને પણ પોતાના 51માં રાજ્ય બનાવવાની ઘોષણા જાતે જ કરી હતી.ગ્રીનલેન્ડ ગપચાવવા પણ ડોનાલ્ડ ટ્રમ્પ આતુર હતા પણ યુરોપના કારણે ચૂપ રહ્યા.

- Advertisement -

ખેર અત્યારે આપણે અહીં યુદ્ધ સંબંધિત વાત કરી પરંતુ અસલમાં અમેરિકા ડોલરના વર્ચસ્વના કારણે સેક્સનો લાદવાની અને એકતરફા જંગ કરી લોકોને ડરાવે કે ધમકાવે રાખે છે.યુક્રેન પણ તેના પાપે બરબાદ થયું.એક સુંદર દેશ આજે સિરિયાની જેમ ખંડેરમાં ફેરવાતો જઈ રહ્યો છે.ત્યારે અહીં આપણે અમેરિકા દ્વારા બરબાદ થયેલા દેશો અંગે થોડી ખાસ વાત કરીયે તો,

યુનાઇટેડ સ્ટેટ્સ, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઝઘડા દરમિયાન ગ્લોબલ ટેન્શન (વૈશ્વિક તણાવ) ફરીથી વધી ગયું છે. ઈરાની મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તાજેતરના હુમલાના અહેવાલે વિશ્વભરમાં અમેરિકી મિલિટરી દખલગીરીના ઇતિહાસ વિશે એક મોટી ચર્ચા ફરીથી છેડી દીધી છે. હકીકતમાં બીજા વિશ્વયુદ્ધના અંત પછીથી યુનાઇટેડ સ્ટેટ્સ દુનિયાના અલગ-અલગ હિસ્સાઓમાં અનેક મિલિટરી ઓપરેશન્સ કર્યા છે. કેટલાક જૂના રેકોર્ડ્સ જણાવે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વભરમાં સેંકડો દખલગીરીમાં સામેલ રહ્યું છે.

- Advertisement -

યુનાઇટેડ સ્ટેટ્સ મિલિટરી દખલગીરીના ગ્લોબલ આંકડા

યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ અને ઇન્ડિપેન્ડન્સ રિસર્ચ ગ્રુપ જેવી સંસ્થાઓના જૂના અભ્યાસો અને રિપોર્ટ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સે 1776 અને 2026 વચ્ચે વિશ્વભરમાં 400 થી વધુ મિલિટરી દખલગીરી કરી છે. આ ઓપરેશનનો એક મોટો હિસ્સો 1950 પછી થયો. બીજા વિશ્વયુદ્ધ પછી યુનાઇટેડ સ્ટેટ્સ એક ગ્લોબલ સુપરપાવર તરીકે ઉભરી આવ્યું. એકલા 1945 થી યુનાઇટેડ સ્ટેટ્સે ઓછામાં ઓછા 30 દેશો પર બોમ્બમારો કર્યો અને દુનિયાના અલગ-અલગ વિસ્તારોના આશરે 96 દેશોમાં કોઈ ને કોઈ પ્રકારની મિલિટરી દખલગીરી કરી. આ દખલગીરીમાં સીધા યુદ્ધ, હવાઈ હુમલા, નેવીના ઝઘડા, સાથીઓને મિલિટરી સપોર્ટ અને રાજકીય ઘટનાક્રમ પર અસર પાડવા માટે બનાવવામાં આવેલા ગુપ્ત ઓપરેશન સામેલ છે.

યુએસ મિલિટરી ઓપરેશનથી સૌથી વધુ પ્રભાવિત દેશો

કેટલાક દેશોમાં યુનાઇટેડ સ્ટેટ્સની મિલિટરીની ખાસ કરીને મોટા પાયે ભાગીદારી રહી છે. સૌથી વધુ પ્રભાવિત દેશોમાં વિયેતનામ, ઇરાક, અફઘાનિસ્તાન અને લાઓસ સામેલ છે. વિયેતનામ યુદ્ધ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સે આખા બીજા વિશ્વયુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલા બોમ્બ કરતા વધુ બોમ્બ ફેંક્યા હતા. લાઓસ બાદમાં ઇતિહાસમાં સૌથી વધુ બોમ્બમારા વાળા દેશ તરીકે ઓળખાવા લાગ્યું, કારણ કે કોલ્ડ વોર (શીત યુદ્ધ) દરમિયાન અહીં લાખો ટન વિસ્ફોટકો ફેંકવામાં આવ્યા હતા. 21મી સદીમાં આતંક વિરુદ્ધ યુદ્ધ હેઠળ શરૂ કરાયેલા અફઘાનિસ્તાન અને ઇરાકના યુદ્ધથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું અને લાંબા સમય સુધી અસ્થિરતા બની રહી. આ સંઘર્ષોના કારણે મોટા પાયે લોકોનું વિસ્થાપન થયું, આર્થિક ઘટાડો આવ્યો અને સાથે જ મોટી સંખ્યામાં સામાન્ય લોકોના મોત પણ થયા.

શાસનમાં ફેરફાર અને રાજકીય દખલગીરી

મિલિટરી યુદ્ધ ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સ પર અનેક દેશોમાં રાજકીય દખલગીરી અને શાસનમાં ફેરફારને સપોર્ટ કરવા અથવા તો તેમને ઓર્ગેનાઇઝ (આયોજિત) કરવાનો પણ આરોપ લાગ્યો છે. ઈરાનમાં 1953 નો તખ્તાપલટ આનું સૌથી મશહૂર ઉદાહરણ છે. અહીં સીઆઈએ (CIA) એ ડેમોક્રેટિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન મોહમ્મદ મોસાદેગને હટાવવામાં મદદ કરી હતી. 1973 માં ચિલીમાં યુનાઇટેડ સ્ટેટ્સના સામેલ હોવા વિશે પણ આવા જ આરોપો લાગ્યા છે. અહીં સાલ્વાડોર અલંદેની સરકાર પાડી દેવામાં આવી હતી. આ જ રીતે 2011 માં લીબિયામાં મિલિટરી દખલગીરીએ મુઅમ્મર ગદ્દાફીના પતન માટે મદદ કરી હતી.

યુનાઇટેડ સ્ટેટ્સની દખલગીરીના ઇતિહાસમાં ઈરાનની સ્થિતિ

ઈરાન તે દેશોમાંનો એક રહ્યો છે જ્યાં યુનાઇટેડ સ્ટેટ્સે અનેકવાર રાજકીય અને સૈન્ય બંને રીતે દખલ કરી છે. 1953 ના તખ્તાપલટ પછી બંને દેશો વચ્ચેના સંબંધો ખાસ કરીને તણાવગ્રસ્ત બની ચૂક્યા છે. અમેરિકાએ હાલ ઈરાનના રાજકીય માહોલને બદલી નાખ્યો છે. બાદમાં 1988 માં ‘ઓપરેશન પ્રેઇંગ મેન્ટિસ’ દરમિયાન સીધી મિલિટરી લડાઈ થઈ. યુનાઇટેડ સ્ટેટ્સ નેવીની સેના ફારસની ખાડીમાં ઈરાની સેના સાથે ટકરાઈ હતી. 2025-2026 માં પણ તણાવ ફરીથી વધી ચૂક્યો છે. ‘ઓપરેશન એપિક ફ્યુરી’ હેઠળ ઈરાની મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે હુમલા કરવામાં આવ્યા છે.

ત્યારે અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ હજી ક્યુબાને ડોળા કાઢીને ક્યારનું ધમકાવી રહ્યું છે.હજી તો આ વોર ખતમ પણ નથી થયું ત્યારે કેટલા દેશોને અમેરિકા બરબાદ કરશે ? આ બરબાદી અમેરિકાને પણ દઝાડશે તો ખરી જ તેમાં કોઈ બેમત નથી.વળી કુદરતી ન્યાયના હિસાબે કોઈપણ દેશનો સિતારો કદી હમેશા માટે ઝળહળતો રહેતો નથી.ક્યારેક તો સૂર્યાસ્ત થાય જ છે.તે વાત પેન્ટાગોન અને હાલ ડોનાલ્ડ ટ્મ્પ એ સમજી લેવાની જરૂર છે.જયારે પાપ ભરાય છે ત્યારે ભલભલા જહાજો ડૂબે જ છે.બર્બાદીનો આ મંજર આજે ઈરાનમાં છે તો કાલે તમારે ત્યાં પણ દેખાઈ શકે છે.ધરતી સદીઓથી લોહીની પ્યાસી રહી છે, ક્યાંકને ક્યાંક લોહી વહેતા જ હોય છે.કેમ કે, મનુષ્યોને અસલમાં તો શાંતિ ખપતી જ નથી.દુનિયામાં હમેશા બે જ સમય હોય છે એક યુદ્ધનો અને એક યુદ્ધની તૈયારીનો બાકી શાંતિ વાતોમાં જ સારી લાગે છે.ઈરાન હાલ લડી લેવાના જ મૂડમાં છે ત્યારે હવે ટૂંકમાં જ શું થશે તે આપણને જોવા મળવાનું છે.

Share This Article