Covid-19 new wave: Covid-19ની નવી લહેરનો ખતરો! હોંગકોંગથી સિંગાપોર સુધી કેસમાં વધારો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Covid-19 new wave: આખી દુનિયામાં કોરાનાથી હાહાકાર મચ્યા બાદ હવે કોરોનાએ એકવાર ફરી એન્ટ્રી લઈ લીધી છે. એશિયાના હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. હોંગકોંગ અને સિંગાપુરમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી કે, એશિયામાં કોવિડ-19ની લહેર ફરી ફેલાવાના કારણે કોવિડ-19ના મામલા ઝડપથી આગળ વધી રહ્યા છે.

હોંગકોંગમાં ફેલાયો વાયરસ

- Advertisement -

હોંગકોંગમાં વાયરસનો પ્રકોપ ઘણો વધ્યો છે, શહેરના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન ખાતે ચેપી રોગ શાખાના પ્રમુખ આલ્બર્ટ ઔએ આ અઠવાડિયે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, કોવિડ-19ના પોઝિટિવ કેસોની ટકાવારી એક વર્ષમાં સૌથી હાઇ સ્તરે પહોંચી ગઈ છે.

કેન્દ્રના આંકડાથી જાણવા મળે છે કે, 3 મે સુધી અઠવાડિયામાં 31 ગંભીર કેસ નોંધાયા છે, જે ગત એક વર્ષમાં સૌથી વધારે છે. આંકડાથી જાણ થાય છે કે, મોત સહિત ગંભીર મામલામાં ચિંતાજનક વધારો થયો છે, જે લગભગ એક વર્ષના પીક પોઇન્ટ પર પહોંચી ગઈ છે. 3 મે સુધી ખતમ થયેલા અઠવાડિયામાં 31 નવા કેસ સામે આવ્યા છે.

- Advertisement -

અકસ્માતમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો

જોકે, સંક્રમણનો આ આંકડો છેલ્લા બે વર્ષમાં જોવા મળેલા સંક્રમણના પીક પોઇન્ટ સાથે મેળ નથી ખાતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વાયરસ સંબંધિત બીમારીને કારણે 70 લાખથી વધુ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

સિંગાપુરમાં શું છે સ્થિતિ?

સિંગાપુર હજુ હાઇ એલર્ટ પર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ મહિને લગભગ એક વર્ષમાં સંક્રમણ સંખ્યા પર પોતાની પહેલી અપડેટ જાહેર કરી છે. 3 મે સુધી અઠવાડિયામાં કેસની અંદાજિત સંખ્યા છેલ્લાં સાત દિવસની તુલનામાં 28% વધીને 14200 થઈ ગઈ છે.

Share This Article