Earthquake: ભારતના બે પાડોશી દેશોમાં ભૂકંપના ઝટકા, ધરા ધ્રૂજી – તીવ્રતા 4થી 4.5

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Earthquake: ભારતના બે પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી(NSC)એ જણાવ્યું કે, ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. હાલ, ભૂકંપના કારણે કોઈ નુકસાનની જાણકારી સામે આવી નથી.

રાત્રે 1 વાગ્યે આવ્યો ભૂકંપ

- Advertisement -

અફઘાનિસ્તાનમાં પણ શુક્રવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ચર ઑફ સિસમોલૉજી (NSC) દ્વારા આ વિશે જાણકારી આપવામાં આવી હતી. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે માનહાનિના સમાચાર સામે નથી આવ્યા. NSCના જણાવ્યા અનુસાર, ભૂકંપ અડધી રાત્રે 12:47 (ભારતીય સમયાનુસાર) આવ્યો હતો. જેનું કેન્દ્ર 120 કિલોમીટર ઊંડું હતું. NSCએ આ ભૂકંપની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી હતી.

જાનહાનિ ટળી

- Advertisement -

હાલ બંને દેશોમાંથી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. ભારતીય અને યુરેશિયન પ્લેટોની વચ્ચે સક્રિય ટેક્ટોનિક સીમા પાસે સ્થિત હોવાના કારણે આ વિસ્તારમાં ભૂકંપ આવવો સામાન્ય વાત છે. સ્થાનિક અધિકારી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં 30 એપ્રિલથી અત્યાર સુધી 5 વાર ભૂકંપના આંચકાનો અનુભવ થઈ ચૂક્યો છે.

Share This Article