US India Relationship: ‘અમેરિકા-ભારતના સંબંધો ગટરમાં’, ટ્રમ્પ પર વરસ્યા પૂર્વ અમેરિકી મંત્રી કર્ટ કેમ્પબેલ, દિલ્હીથી દૂર જવાનો લગાવ્યો આરોપ

Arati Parmar
3 Min Read
US India Relationship

US India Relationship: પૂર્વ અમેરિકી ઉપ વિદેશ મંત્રી કર્ટ કેમ્પબેલે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં આવેલા ઘટાડા પર મોટું નિવેદન આપ્યું છે. કેમ્પબેલે કહ્યું કે ભારત સાથેના સંબંધો આ સમયે રસાતળમાં પહોંચી ગયા છે. તેમણે સંબંધોના ઘટાડા માટે ગટર શબ્દનો ઉપયોગ કર્યો અને કહ્યું કે આ સંબંધો ખૂબ મુશ્કેલ તબક્કામાં પહોંચી ગયા છે. એક પોડકાસ્ટમાં વાત કરતા કેમ્પબેલે બાઈડન પ્રશાસન દરમિયાન ભારતને લઈને અપનાવવામાં આવેલી વ્યૂહરચનાના વખાણ કર્યા.

ભારત-અમેરિકાના સંબંધોને ગટરમાં ગણાવ્યા

  • કેમ્પબેલે કહ્યું, “ભારત સાથે અમે જે સંબંધ બનાવ્યો હતો, તે સરળ નહોતો, પરંતુ ખૂબ મહત્વનો હતો.

  • હવે તે સંબંધ ગટરમાં પહોંચી ગયો છે. તે ખરેખર ખૂબ મુશ્કેલ તબક્કામાં આવી ગયો છે.”

  • કર્ટ કેમ્પબેલને તે વ્યક્તિ માનવામાં આવે છે, જેણે બાઈડન પ્રશાસનના સમયમાં ભારત-અમેરિકાના સંબંધો બનાવવામાં વ્યક્તિગત ભૂમિકા ભજવી.

  • તેમણે બાઈડન પ્રશાસનની ભારતને લઈને વ્યૂહરચનાના વખાણ કરતા તેને એક રાજદ્વારી સફળતા ગણાવી.

  • તેમણે કહ્યું કે આ દૃષ્ટિકોણથી ઘણા સારા પરિણામો મળ્યા.

  • આ સાથે જ કેમ્પબેલે એ વાત પર ચિંતા વ્યક્ત કરી કે વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અજમાવેલા અને અસરકારક રાજદ્વારી રસ્તાઓથી દૂર હટી ગયા છે.

અમેરિકા માટે સૌથી મહત્વનો સંબંધ

  • આ પહેલીવાર નથી જ્યારે કેમ્પબેલે ભારતને અમેરિકા માટે ખૂબ જ જરૂરી સાથી ગણાવ્યો હોય.

  • તાજેતરમાં તેમણે એક ટિપ્પણીમાં ભારતને 21મી સદીમાં અમેરિકાનો સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો.

  • હડસન ઇન્સ્ટિટ્યૂટના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું, મારું માનવું છે કે 21મી સદીમાં અમેરિકા માટે સૌથી મહત્વપૂર્ણ સંબંધ અમેરિકા અને ભારત વચ્ચેનો છે.

- Advertisement -

ભારતને જણાવ્યું QUAD ની અસલ તાકાત

  • આ જ કાર્યક્રમમાં કેમ્પબેલે જણાવ્યું હતું કે QUAD સમૂહ પાછળની મુખ્ય તાકાત અમેરિકા નહીં, પરંતુ ભારત છે.

  • તેમણે ચારેય દેશો વચ્ચેની ભાગીદારીને આકાર આપવામાં ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

  • તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ બાઈડને એક કલાકથી પણ વધુ સમય લગાવીને વડાપ્રધાન મોદીને QUAD માં ટોચના સ્તરે સામેલ થવા માટે મનાવ્યા હતા.

  • કેમ્પબેલે કહ્યું, ક્વાડ માટે પડદા પાછળથી કામ કરનાર મુખ્ય દેશ અમેરિકા નહોતો.

  • તે ઓસ્ટ્રેલિયા નહોતો. જાપાન પણ નહોતું. તે ભારત હતું.

આ પણ વાંચો: Russia Oil India: ભારતની તેલ ખરીદી પર અમેરિકી દબાણને લઈને ભડક્યા રશિયન વિદેશ મંત્રી, કહ્યું- તમામ દેશો ઘૂંટણિયે નથી પડતા – Newz Cafe

- Advertisement -
Share This Article