Aadhar Address Update: આજના સમયમાં આધાર કાર્ડ અત્યંત જરૂરી દસ્તાવેજોમાંનું એક માનવામાં આવે છે, કારણ કે તેની જરૂર આપણને ઘણા કામોમાં પડે છે. પછી ભલે બેંક હોય કે પછી કોઈ સરકારી કામ, લગભગ બધી જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે લોકો પોતાનું ઘર બદલે છે ત્યારે તેમણે પોતાના તમામ જરૂરી દસ્તાવેજોમાં એડ્રેસ અપડેટ કરવું પડે છે, પરંતુ આ પ્રક્રિયા ઘણી ઝંઝટભરી સાબિત થાય છે. જો તમારે પણ તમારા આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરાવવું હોય તો તમારા માટે એક સારા સમાચાર છે, કારણ કે UIDAI એ આધાર ધારકોને મોટી રાહત આપી છે, જે હેઠળ હવે એડ્રેસ અપડેટની પ્રક્રિયાને પહેલા કરતા સરળ બનાવી દેવામાં આવી છે.
હવે નહીં પડે એડ્રેસ પ્રૂફની જરૂર
પહેલા આધાર કાર્ડમાં એડ્રેસ બદલાવવા માટે રેન્ટ એગ્રીમેન્ટ, વીજળી બિલ અથવા તો બીજા એડ્રેસ પ્રૂફ દસ્તાવેજો આપવા પડતા હતા, પરંતુ હવે UIDAI એ Head of Family (HOF) સુવિધા શરૂ કરી છે. એટલે કે હવે આ સુવિધા દ્વારા જૂના એડ્રેસ પ્રૂફ વગર પણ આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરી શકાશે.
શું છે HOF રીત?
જો વાત કરીએ HOF એટલે કે Head of Family ની તો આ એક એવી સુવિધા છે, જેમાં પરિવારના કોઈ સભ્યની સહમતીના આધારે એડ્રેસ અપડેટ કરી શકાય છે. આમાં તમે પરિવારના વડીલ જેવા કે… પિતા પતિ પત્ની માતાના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામાંનો ઉપયોગ કરી શકો છો. આ સુવિધા ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે જેઓ ભાડાના મકાનમાં રહે છે અને તેમણે ઘણી વાર પોતાનું ઘર બદલવું પડે છે અથવા તો જેમના નામે કોઈ સત્તાવાર એડ્રેસ પ્રૂફ નથી.
આવી રીતે કરો આધારમાં એડ્રેસ અપડેટ
જો તમે પણ આ સુવિધાનો ઉપયોગ કરવા માંગો છો તો આ સરળ રીતને ફોલો કરો. સૌથી પહેલા આધાર એપમાં લોગિન કરો. Services સેક્શનમાં જાઓ. Address Update નો ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ પરિવારના સભ્યના આધાર દ્વારા એડ્રેસ અપડેટ વાળો ઓપ્શન પસંદ કરો. મોબાઇલ નંબરથી OTP વેરિફિકેશન કરો. પરિવારના વડાનો આધાર નંબર દાખલ કરો. તેમની સાથે તમારો સંબંધ પસંદ કરો. સેલ્ફ-ડિક્લેરેશન અને ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ કરો. 75 રૂપિયા ફી ઓનલાઇન જમા કરો. તમને SRN નંબર મળશે, જે પરિવારના વડા સાથે શેર કરો. પરિવારનો સભ્ય પોતાની આધાર એપમાં લોગિન કરીને ‘Member Request’ સેક્શનમાં જઈને રિક્વેસ્ટ અપ્રૂવ કરે. જેવું અપ્રૂવલ મળશે તમારું આધાર કાર્ડમાં નવું એડ્રેસ અપડેટ થઈ જશે.

