Rail One App taxi booking: ટ્રેન ટિકિટની સાથે ટેક્સી પણ કન્ફર્મ! રેલવે વન એપમાં જોડાઈ નવી સુવિધા, સ્ટેશન ઉતરતા જ બહાર ઉભી મળશે તમારી કેબ

Arati Parmar
3 Min Read

Rail One App taxi booking: હવે રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી ટેક્સી શોધવાની જરૂર નહીં પડે, ટેક્સી પોતે તમારી રાહ જોશે. આ માટે રેલવે હવે ‘ભારત ટેક્સી’ (Bharat Taxi) સાથે સમજૂતી કરવા જઈ રહ્યું છે, જેના હેઠળ આવનારા સમયમાં મુસાફરો ટ્રેન ટિકિટની સાથે જ ટેક્સી પણ બુક કરી શકશે. મંત્રાલય પાસેથી મળતી માહિતી મુજબ, આ સમજૂતી હેઠળ રેલવેની ‘રેલ વન’ એપ પરથી જ ટિકિટની સાથે ભારત ટેક્સી બુકિંગની સુવિધા મળશે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

એપ દ્વારા કેવી રીતે થશે ટેક્સી બુકિંગ?

રેલ વન એપ પર ટિકિટ બુક કરતી વખતે, તમારે જે સ્ટેશન પર ઉતરવાનું છે ત્યાં ‘આગળની મુસાફરી’ (Forward Journey) નો વિકલ્પ મળશે. આ વિકલ્પમાં ભારત ટેક્સીની વિન્ડો હશે, જેના દ્વારા મુસાફરોને સ્ટેશન પર જ ટેક્સી મળી જશે. સામાન્ય રીતે ટ્રેનમાંથી ઉતર્યા પછી મુસાફરો સ્ટેશનની બહાર નીકળીને ઓનલાઇન કે ઓફલાઇન ટેક્સી બુક કરે છે, પરંતુ હવે રેલવેની કન્ફર્મ ટિકિટની સાથે જ સ્ટેશનથી આગળના સ્થળ સુધીનું બુકિંગ ટિકિટની સાથે જ થઈ જશે.

- Advertisement -

રેલવેની સુપર એપ: Rail One

રેલ વન એક સુપરએપ (Super App) તરીકે કામ કરે છે. ગયા વર્ષે 1 જુલાઈએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને લોન્ચ કરી હતી. લોન્ચિંગના માત્ર 8 મહિનાથી પણ ઓછા સમયમાં આ એપ્લિકેશનને 2 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. રેલવે સૂચના પ્રણાલી કેન્દ્ર (CRIS) દ્વારા વિકસિત આ એપ દ્વારા દરરોજ આશરે 6 લાખ ટિકિટો બુક થઈ રહી છે.

તેને કેમ કહેવામાં આવે છે સુપર એપ?

રેલવે વન એપની ખાસ વાત એ છે કે તેને એક સંકલિત ડિજિટલ ગેટવે તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. તે આરક્ષિત (Reserved), અનારક્ષિત (Unreserved), પ્લેટફોર્મ ટિકિટ, ટ્રેન ઇન્ક્વાયરી અને PNR સ્ટેટસ જેવી સેવાઓને એક જ ઇન્ટરફેસમાં જોડે છે.

- Advertisement -

રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફરીના અનુભવને વધુ સારો બનાવવા માટે રેલવે એપને ભારત ટેક્સી સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવશે. રેલટેલ (Railtel) સાથે મળીને વિકસાવવામાં આવી રહેલા આ જોડાણનો ઉદ્દેશ્ય સ્ટેશન પરિસરની બહાર થતી અફરાતફરી ઘટાડવાનો, મુસાફરોની મુસાફરી સુવિધાજનક બનાવવાનો અને એક ભરોસાપાત્ર ‘લાસ્ટ માઇલ ટ્રાન્સપોર્ટ’ વિકલ્પ આપવાનો છે. આ સુવિધા હાલમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર લાગુ થશે અને ત્યારબાદ તેને દેશભરના અન્ય સ્ટેશનો પર પણ લાગુ કરવામાં આવશે.

Share This Article