Debit Card Fraud Prevention: સાવધાન! આ ૫ જગ્યાએ ડેબિટ કાર્ડ વાપરતા પહેલા ૧૦૦ વાર વિચારજો, તમારું બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી

Arati Parmar
3 Min Read

Debit Card Fraud Prevention: ડેબિટ કાર્ડ આજે આપણા ખિસ્સાનું સૌથી સરળ હથિયાર બની ગયું છે. પરંતુ આ સરળતા ઘણીવાર ભારે નુકસાનનું કારણ પણ બની જાય છે. એક નાની અમથી બેદરકારી તમારું આખું બેંક બેલેન્સ ખાલી કરાવી શકે છે. તેથી એ જાણવું ખૂબ જરૂરી છે કે કઈ જગ્યાએ ડેબિટ કાર્ડ કાઢવું એ સીધું જોખમને આમંત્રણ આપવા સમાન છે.

ડેબિટ કાર્ડ દ્વારા આજકાલ લોકો સાથે ખૂબ છેતરપિંડી થઈ રહી છે. તેમના બેંક એકાઉન્ટ ખાલી કરવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે કેટલીક ખાસ પસંદગીની જગ્યાઓ પર તમારે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, તેના બદલે ત્યાં તમારે રોકડ (કેશ) નો ઉપયોગ કરવો જોઈએ.

- Advertisement -

પેટ્રોલ પંપ અને ગેસ સ્ટેશન કાર્ડ સ્કીમર લગાવવા માટે ગુનેગારોની સૌથી પ્રિય જગ્યાઓ છે. આ મશીનો ઘણીવાર સ્ટાફની નજરથી દૂર હોય છે. ગુનેગારો અસલી કાર્ડ રીડરની ઉપર નકલી ડિવાઈસ લગાવી દે છે, જે તમારા કાર્ડનો ડેટા અને પિન ચોરી લે છે. પિન મળતાની સાથે જ મિનિટોમાં એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

આ ઉપરાંત, રેસ્ટોરન્ટમાં જ્યારે તમે કાર્ડ વેઈટરને આપો છો, ત્યારે તે થોડી મિનિટો માટે તમારી નજરથી દૂર જાય છે. આ દરમિયાન કાર્ડનો ફોટો પાડી શકાય છે અથવા પોકેટ સ્કીમરથી ડેટા કોપી થઈ શકે છે. મોટાભાગના લોકો પ્રામાણિક હોય છે, પરંતુ જોખમ ઘણું મોટું છે.

- Advertisement -

ભારતમાં ઘણી હોટલ અને કાર રેન્ટલ કંપનીઓ ચેક-ઈન સમયે સુરક્ષા તરીકે કાર્ડ પર પ્રી-ઓથરાઈઝેશન હોલ્ડ લગાવે છે. ઘણી જગ્યાએ આ સુવિધા ડેબિટ કાર્ડ પર પણ લાગુ પડે છે. આમાં પૈસા કપાતા નથી પરંતુ બેંક તમારા એકાઉન્ટની એટલી રકમ બ્લોક કરી દે છે. આ રકમ થોડા દિવસો સુધી વાપરી શકાતી નથી અને ઘણીવાર આ કારણે અન્ય જગ્યાએ કાર્ડ રિજેક્ટ થવા લાગે છે.

અંધારી ગલીઓમાં આવેલી દુકાનો અથવા રસ્તા કિનારે લાગેલા લોકલ એટીએમમાં સુરક્ષા ખૂબ જ નબળી હોય છે. અહીં સ્કીમર લગાવવું સરળ છે અને દેખરેખ પણ ઓછી હોય છે. ઘણા મશીનોમાં ડેટા એન્ક્રિપ્શન પણ મજબૂત હોતું નથી. જરૂર હોય તો હંમેશા બેંક બ્રાન્ચની અંદર લાગેલા એટીએમનો જ ઉપયોગ કરો.

- Advertisement -

નાની કે નવી વેબસાઈટ પર ડેબિટ કાર્ડની વિગતો નાખવી એટલે સીધું બેંક એકાઉન્ટ ખોલી આપવા જેવું છે. જો સાઈટ હેક થઈ જાય તો પૈસા તરત જ નીકળી જશે. ક્રેડિટ કાર્ડમાં ફ્રોડ પ્રોટેક્શન મળે છે, પરંતુ ડેબિટ કાર્ડમાં લડાઈ તમારે જાતે લડવી પડે છે. ઓનલાઈન શોપિંગમાં ક્રેડિટ કાર્ડ કે વોલેટ વધુ સુરક્ષિત છે.

Share This Article