SBI Cashback Credit Card: આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ખાસ કરીને શોપિંગ કરવા માટે લોકો ક્રેડિટ કાર્ડ વાપરે છે. હવે, જો તમે પણ આ લોકોમાંથી એક છો અને તમારી પાસે SBI નું Cashback Credit Card છે, તો તમારા માટે એક જરૂરી અપડેટ છે. જણાવી દઈએ કે 1 એપ્રિલ 2026 થી આ કાર્ડના કેટલાક નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની અસર સીધી તમને મળનારા કેશબેક પર પડશે. ચાલો જાણીએ આ વિશે વિગતે-
શું થશે ફેરફાર?
સૌથી મોટો ફેરફાર કેશબેકની લિમિટમાં કરવામાં આવ્યો છે. પહેલા એક મહિનામાં (સ્ટેટમેન્ટ સાયકલ) તમે મહત્તમ 5,000 રૂપિયા સુધી કેશબેક મેળવી શકતા હતા પરંતુ આ લિમિટ ઘટાડીને 4,000 રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે હવે તમને પહેલાની સરખામણીએ ઓછો ફાયદો મળશે.
ઓનલાઇન અને ઓફલાઇન કેશબેકનો નવો નિયમ
જોકે, કેશબેકના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ તેની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે-
ઓનલાઇન ખર્ચ પર 5% કેશબેક મળશે (મહત્તમ 2,000 રૂપિયા સુધી)
ઓફલાઇન ખર્ચ (દુકાન પર કાર્ડથી પેમેન્ટ) પર 1% કેશબેક મળશે (મહત્તમ 2,000 રૂપિયા સુધી)
આ રીતે બંને મળીને તમે એક મહિનામાં 4,000 રૂપિયાથી વધુ કેશબેક મેળવી શકશો નહીં. એટલે કે હવે કુલ મળીને આશરે 20% સુધી ફાયદો ઓછો થઈ ગયો છે.
રિવોર્ડ પોઈન્ટ્સના નિયમો પણ બદલાયા
કેશબેકની સાથે સાથે રિવોર્ડ પોઈન્ટ્સને રિડીમ કરવાની રીત પણ બદલાઈ ગઈ છે. 1 એપ્રિલ પછી તમે પોઈન્ટ્સને માત્ર 4,000 ના ગુણાંકમાં જ રિડીમ કરી શકશો. આ સિવાય એક મહિનામાં મહત્તમ 60,000 પોઈન્ટ્સ જ રિડીમ કરી શકાશે.
રિવોર્ડ પોઈન્ટ્સ કેવી રીતે રિડીમ કરવા?
આ માટે-
SBI Card App માં લોગિન કરો.
નીચે ‘More’ ઓપ્શન પર જાઓ.
‘Rewards’ સેક્શન પસંદ કરો.
‘Redeem’ પર ક્લિક કરો.
તમારી પસંદગીનું વાઉચર કે પ્રોડક્ટ પસંદ કરીને Checkout કરો.

