IRCTC Waiting List Types: તમારી વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં? જાણો રેલવેના ૬ પ્રકારના WL અને તેમની પ્રાયોરિટી

Arati Parmar
3 Min Read
IRCTC Waiting List Types: ટ્રેન ટિકિટ બુક કરતી વખતે જો તમને WL એટલે કે વેટિંગ લિસ્ટનું સ્ટેટસ દેખાય છે, તો તેનો અર્થ છે કે, હાલ તમારી સીટ કન્ફર્મ નથી. પરંતુ દરેક WL એકસરખું નથી. ભારતીય રેલવે (IRCTC)માં વેટિંગ ટિકિટ્સના ઘણા પ્રકારો હોય છે, અને દરેકની કન્ફર્મેશન પ્રાથમિકતા અલગ હોય છે. કેટલીક WL તો લગભગ નક્કી માનવામાં આવે છે, જ્યારે કેટલાકમાં ચાન્સ બહુ ઓછા હોય છે.
ભારતમાં વેટિંગ ટિકિટ્સની સિસ્ટમ કોચ ટાઇપ (જેમ કે AC અથવા સ્લીપર) અને બુકિંગ ક્વોટા (જનરલ, તત્કાલ, પૂલ્ડ વગેરે) પર આધાર રાખે છે. કુલ મળીને 6 મુખ્ય વેટિંગ લિસ્ટ હોય છે- GNWL, PQWL, RLWL, TQWL, RQWL અને SSWL/LDWL. તેમનો કન્ફર્મેશન ઓર્ડર અને સંભાવના રેલવેના ચાર્ટ તૈયાર થવા સુધી નક્કી થાય છે, જે સામાન્ય રીતે ટ્રેન ચાલવાના ચાર કલાક પહેલા બને છે.
(1). GNWL (જનરલ વેટિંગ લિસ્ટ)- આ સૌથી સામાન્ય અને વિશ્વસનીય લિસ્ટ છે, જે મુખ્ય સ્ટેશનથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની બુકિંગ પર મળે છે. તેના કન્ફર્મેશન ચાન્સ સૌથી વધુ હોય છે, લગભગ 80થી 90 ટકા.
(2). RLWL (રિમોટ લોકેશન વેટિંગ લિસ્ટ)- આ તે મુસાફરો માટે હોય છે જે કોઈ ઇન્ટરમિડિયેટ અથવા રિમોટ સ્ટેશનથી ચડે છે. GNWL પછી તેની પ્રાથમિકતા આવે છે અને કન્ફર્મેશનના ચાન્સ લગભગ 70થી 80 ટકા રહે છે.
(3). PQWL (પૂલ્ડ કોટા વેટિંગ લિસ્ટ)- આ નાના સ્ટેશનો વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે હોય છે. તેનો કન્ફર્મેશન દર GNWL અને RLWL કરતા ઓછો એટલે કે લગભગ 50થી 70 ટકા રહે છે.
(4). TQWL (તત્કાલ કોટા વેટિંગ લિસ્ટ)- જો તમે તત્કાલ ટિકિટ બુક કરો છો અને WL મળે છે તો તે TQWL કહેવાય છે. હવે તેને CKWL પણ કહેવામાં આવે છે. તેમાં કન્ફર્મેશન ચાન્સ બહુ ઓછા હોય છે, લગભગ 30થી 50 ટકા.
(5). RQWL (રિક્વેસ્ટ કોટા વેટિંગ લિસ્ટ)- આ સૌથી ઓછી પ્રાથમિકતા વાળી લિસ્ટ છે, જે ખાસ કરીને રિક્વેસ્ટ અથવા ઇમરજન્સી કોટામાં આવે છે. તેના કન્ફર્મેશન ચાન્સ માત્ર 20થી 40 ટકા સુધી રહે છે.
(6). SSWL અને LDWL (સિનિયર સિટિઝન અને લેડીઝ વેટિંગ લિસ્ટ)- સિનિયર સિટિઝન અને મહિલાઓ માટે બનાવેલા સ્પેશિયલ કોટામાં જો WL મળે છે, તો
કન્ફર્મેશનના ચાન્સ ઘણાં વધારે રહે છે કારણ કે આ કોટાને પ્રાથમિકતા આપવામાં આવે છે.
કયું WL પહેલા કન્ફર્મ થાય છે?- IRCTCનું કન્ફર્મેશન ઓર્ડર ફિક્સ છે- GNWL > RLWL > PQWL > TQWL > RQWL. એટલે કે સૌથી પહેલા GNWL વાળા મુસાફરોને સીટ મળે છે. જો તમારું WL GNWL 1-50 વચ્ચે છે, તો લગભગ નક્કી છે કે ટિકિટ કન્ફર્મ થઈ જશે.
કન્ફર્મેશન ચાન્સ વધારવાની ટીપ્સ-(1). PNR સ્ટેટસ ચેક કરો: IRCTC એપ અથવા વેબસાઇટ પર દરેક અપડેટ જુઓ.(2). કરેન્ટ અવેલેબિલિટી જુઓ: ટ્રેન ચાલવાથી 30 મિનિટ પહેલા સુધી સીટ ખાલી થઈ શકે છે.(3). ઓફબીટ ડેટ પસંદ કરો: ઓછા ભીડ વાળા દિવસે WL ઝડપથી કન્ફર્મ થાય છે.(4). પ્રીમિયમ તત્કાલ ટ્રાય કરો: તેમાં TQWLનું કન્ફર્મેશન થોડું સારું હોય છે.(5). AI પ્રેડિક્શન ફીચર જુઓ: 2025 થી IRCTC હવે PNR ચેક પર કન્ફર્મેશન ટકા પણ બતાવી રહ્યું છે.
Share This Article