NPCI Soundbox Update: આજકાલ મોટાભાગના દુકાનદારો અલગ-અલગ પેમેન્ટ એપ્સના QR કોડ ઉપયોગ કરે છે અને દોડધામ વચ્ચે તેઓ PhonePe, BharatPe અને Paytm જેવી કંપનીઓના સાઉન્ડબોક્સ પણ ઉપયોગમાં લે છે. તમામ સાઉન્ડબોક્સને એક સાથે મેનેજ કરવા ખુબજ મુશ્કેલ થઈ જાય છે આ સિવાય તમામ સાઉન્ડબોક્સ માટે દુકાનદારોએ અલગ-અલગ સબસ્ક્રિપ્શન લેવું પડે છે જેનાથી ખર્ચ પણ વધે છે. પરંતુ હવે તેમના માટે એક રાહતના સમાચાર છે.
NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) એક એવો નવો રસ્તો નિકાળી રહ્યું છે જેનાથી UPI પેમેન્ટ લેવાની પ્રોસેસ વધુ સરળ થઈ શકે છે. પ્રસ્તાવ છે કે એક એવું ઇન્ટરઓપરેબલ સિસ્ટમ બનાવવામાં આવે, જેમાં એક જ સાઉન્ડબોક્સથી તમામ UPI એપ્સ (જેમ કે PhonePe, Google Pay, Paytm વગેરે) ના ટ્રાન્ઝેક્શનની નોટિફિકેશન મળી શકે. જેનાથી અલગ-અલગ સાઉન્ડબોક્સનો ઢગલો કરવાની જરૂર નહીં રહે.
એક જ સાઉન્ડબોક્સથી મળશે તમામ UPI પેમેન્ટનું એલર્ટ
આમાં સમાચાર એ આવી રહ્યા છે કે NPCI એક એવું સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે જેનાથી ગ્રાહક ભલે ગમે તે એપથી ચૂકવણી કરે, દુકાનદારને તે જ એક ડિવાઇસથી પેમેન્ટની અવાજમાં સૂચના મળી જશે. આનાથી ભલે નાના દુકાનદારો હોય કે મોટા દુકાનદારો હોય તમામ માટે ડિજિટલ પેમેન્ટ લેવું ખુબજ સરળ થઈ જશે. અવારનવાર તહેવારોના સમયે જ્યારે વધુ ભીડ હોય છે ત્યારે પેમેન્ટ મેનેજ કરવામાં મુશ્કેલી પડે છે આનાથી તે મુશ્કેલી ખતમ થઈ જશે કારણ કે દરેક વસ્તુ એક ડિવાઇસમાં હશે.
દુકાનદારનું કામ થશે સરળ
આ નવી સિસ્ટમમાં દુકાનદારોએ સાઉન્ડબોક્સ માત્ર એક જ પેમેન્ટ એપ સાથે રજીસ્ટર કરવાનું રહેશે અને આમાં બાકી QR કોડ પણ જોડી શકાશે. એટલે કે ગ્રાહક ગમે તે એપથી પેમેન્ટ કરે, તેનું કન્ફર્મેશન એક જ સાઉન્ડબોક્સ પર સંભળાશે આનાથી દુકાનદારોનું કામ સરળ થશે.

