Instagram Plus: ઇન્સ્ટાગ્રામ પ્લસ કંપનીનું નવું પેઇડ સબ્સ્ક્રિપ્શન મોડલ છે. સરળ ભાષામાં સમજાવીએ તો પૈસા આપીને એક્સ્ટ્રા Features સાથે ઇન્સ્ટા ચલાવવાની તક. કંપનીએ ‘Instagram Plus’ ને દુનિયાભર માટે રજૂ કરી દીધું છે. આ ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેઓ એપ પર વધુ કંટ્રોલ, ડીપ ઇનસાઇટ્સ અને પ્રીમિયમ Features નો અનુભવ કરવા માંગે છે. યાદ રહે કે થોડા દિવસ પહેલા જ મેટાએ વૉટ્સએપ પ્લસની જાહેરાત કરી હતી અને હવે તે ઇન્સ્ટાગ્રામ પ્લસ લઈને આવી છે.
Free Instagram ચલાવનારાઓનું શું થશે?
ઇન્સ્ટાગ્રામ હંમેશની જેમ અત્યારે પણ ફ્રી છે. પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરીને ઇન્સ્ટાગ્રામ ચલાવતા કરોડો યુઝર્સે કોઈ પૈસા આપવાના નથી. તેમની સુવિધાઓમાં પણ કંપની કોઈ ઘટાડો કરી રહી નથી. તેણે માત્ર એક નવી સર્વિસ ‘Instagram Plus’ ને રજૂ કરી છે. જે યુઝર આ સુવિધાનો અનુભવ કરવા માંગે છે, તેઓ પૈસા આપીને સબ્સ્ક્રિપ્શન લઈ શકે છે. બદલામાં એક્સ્ટ્રા Features તેમને આપવામાં આવશે.
Instagram Plus ના ખાસ Features
ઇન્સ્ટાગ્રામ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપનીએ સબ્સ્ક્રિપ્શનના Features ને 3 કેટેગરીમાં વહેંચ્યા છે.
48 કલાક સુધી લાઈવ રહેશે સ્ટોરી
સ્ટોરી સ્પોટલાઇટ: આના દ્વારા તમે તમારી સ્ટોરીને તમારા મિત્રોની ફીડમાં પ્રાથમિકતા આપી શકો છો.
સુપર હાર્ટ્સ: મિત્રોની સ્ટોરીઝને સેલિબ્રેટ કરવા માટે તમે એનિમેટેડ હાર્ટ્સ મોકલી શકશો, જે સ્ક્રીન પર બર્સ્ટ થતા દેખાશે.
મલ્ટિપલ સ્ટોરી ઓડિયન્સ: તમે તમારી મરજીથી જેટલી ચાહો તેટલી ઓડિયન્સ લિસ્ટ બનાવી શકો છો, જેથી સ્ટોરી સાચા લોકો સુધી જ પહોંચે.
સ્ટોરી એક્સટેન્ડ: આના દ્વારા તમારી સ્ટોરી 24 કલાકના બદલે પૂરા 48 કલાક સુધી લાઈવ રહી શકે છે, જેથી લોકોને તેને જોવા માટે વધુ સમય મળે.
પ્રિવ્યૂ અને ઇનસાઇટ્સ જુઓ
સ્ટોરી પ્રિવ્યૂ: રિએક્શન આપવાના દબાણ વિના તમે સ્ટોરીઝનું પ્રિવ્યૂ જોઈ શકો છો.
સ્ટોરી રીવોચ ઇનસાઇટ્સ: તમે એ ટ્રેક કરી શકશો કે તમારી સ્ટોરીઝને કેટલી વાર ફરીથી જોવામાં આવી છે.
સર્ચ વ્યુઅર લિસ્ટ: સ્ટોરી જોનારા લોકોની લિસ્ટમાં તમે સીધું નામ સર્ચ કરીને તરત જ ચેક કરી શકો છો કે કોઈ ખાસ વ્યક્તિએ તમારી સ્ટોરી જોઈ છે કે નહીં.
મળશે કસ્ટમ આઇકન
કસ્ટમ એપ આઇકન: ઇન્સ્ટાગ્રામ અને તેના ક્રિએટર્સે ડિઝાઇન કરેલા ખાસ કલેક્શનમાંથી તમે તમારો મનપસંદ એપ આઇકન પસંદ કરી શકો છો.
કસ્ટમ બાયો ફોન્ટ: તમારા પર્સનલ સ્ટાઇલ સાથે મેચ કરવા માટે તમે તમારી પ્રોફાઇલ બાયોનો ફોન્ટ બદલી શકો છો.
વધુ પ્રોફાઇલ પિન્સ: તમારી ખાસ યાદો કે પોસ્ટ્સને હાઇલાઇટ કરવા માટે હવે તમે તમારી પ્રોફાઇલ પર 3 ની જગ્યાએ મહત્તમ 6 પોસ્ટ પિન કરી શકશો.
ડાયરેક્ટ પ્રોફાઇલ પોસ્ટ: તમે મિત્રોના હોમ ફીડમાં બતાવ્યા વિના, સીધું તમારી પ્રોફાઇલ કે હાઇલાઇટ્સમાં પોસ્ટ શેર કરી શકશો.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પ્લસની કિંમત કેટલી?
ઇન્સ્ટાગ્રામ પ્લસનું રોલઆઉટ દુનિયાભરમાં શરૂ થઈ ગયું છે. કંપનીનું કહેવું છે કે આગામી થોડા મહિનામાં આમાં સતત નવા પ્રીમિયમ ટુલ્સ ઉમેરવામાં આવશે. અમેરિકા અને કેટલાક અન્ય માર્કેટ્સ માટે આ પ્લસ સબ્સ્ક્રિપ્શનની કિંમત 3.99 અમેરિકી ડોલર નક્કી કરવામાં આવી છે એટલે કે આશરે 380 રૂપિયા પ્રતિ મહિનો. જો કે ભારત માટે સત્તાવાર કિંમત શું હશે, તે હજુ સામે આવ્યું નથી.
આ પણ વાંચો: UPI money back: UPI થી ખોટા માણસને પૈસા જતા રહ્યા હોય તો 24 કલાકમાં પાછા લેવાનો સિક્રેટ હેક 2026 – Newz Cafe

