Mahindra SUV Sales Report: મહિન્દ્રાની આ ૩ SUV એ વેચાણના તોડ્યા રેકોર્ડ, જાણો કિંમત અને લેટેસ્ટ ફીચર્સ

Arati Parmar
3 Min Read

Mahindra SUV Sales Report: મહિન્દ્રાની સ્કોર્પિયો, થાર અને XUV 7XO જેવી ત્રણ જાદુઈ SUV એ વેચાણના આંકડામાં મોટી છલાંગ લગાવીને SUV માર્કેટમાં હડકંપ મચાવી દીધો છે. જ્યાં XUV 7XO એ ૪૫ ટકાના જબરદસ્ત વધારા સાથે સૌને ચોંકાવી દીધા છે, ત્યાં સ્કોર્પિયોમાં ૧૦ ટકા અને થાર સીરીઝની ૪ ટકા સેલ્સ ગ્રોથથી ખબર પડી ગઈ છે કે આ દેશી કંપનીની મિડસાઈઝ SUV ની બજારમાં પકડ વધુ મજબૂત થઈ ગઈ છે. ચાલો, હવે તમને મહિન્દ્રાની આ ત્રણેય SUV ના છેલ્લા મહિનાના સેલ્સ રિપોર્ટની સાથે કિંમત અને વિશેષતા વિશે જણાવીએ.

મહિન્દ્રા સ્કોર્પિયોનો ગ્રાહકોમાં ક્રેઝ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે સ્કોર્પિયો ‘બ્રેડ એન્ડ બટર’ SUV બની રહી છે. ગત મે મહિનામાં સ્કોર્પિયો સીરીઝ (સ્કોર્પિયો-N અને સ્કોર્પિયો ક્લાસિક) ની સંયુક્ત રીતે ૧૫,૭૭૪ યુનિટ્સ વેચાઈ અને આ આંકડો ૧૦ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે છે. સ્કોર્પિયો પોતાના સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી ગાડીઓમાંની એક છે. કિંમતની વાત કરીએ તો Scorpio N ની એક્સ-શોરૂમ કિંમત ૧૩.૪૯ લાખ રૂપિયાથી શરૂ થઈને ૨૪.૯૫ લાખ રૂપિયા સુધી જાય છે. જ્યારે, Scorpio Classic ની એક્સ-શોરૂમ કિંમત ૧૩ લાખ રૂપિયાથી લઈને ૧૭ લાખ રૂપિયા સુધી છે.

- Advertisement -

મહિન્દ્રા થારનો દબદબો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની લાઈફસ્ટાઈલ SUV થારનો ભારતીય બજારમાં દબદબો કાયમ છે. ૪ ટકાના વાર્ષિક વધારા સાથે થાર સીરીઝ (થાર અને થાર ROXX) ના કુલ ૧૦,૭૮૭ યુનિટ્સ વેચાયા અને આ આંકડો વાર્ષિક ધોરણે ૪ ટકાના વધારા સાથે છે. થાર સીરીઝ SUV ના ગયા વર્ષે મે મહિનામાં ૧૦,૩૮૯ યુનિટ વેચાયા હતા. મહિન્દ્રા થાર પોતાના પ્રીમિયમ લુક અને શ્રેષ્ઠ ઓફ-રોડિંગ ક્ષમતાને કારણે ગ્રાહકોની પ્રથમ પસંદ બની રહી છે. કિંમતની વાત કરીએ તો Mahindra Thar ROXX ની એક્સ-શોરૂમ કિંમત ૧૨.૩૯ લાખ રૂપિયાથી શરૂ થઈને ૨૨.૮૨ લાખ રૂપિયા સુધી જાય છે. જ્યારે, Mahindra Thar ની એક્સ-શોરૂમ કિંમત ૯.૯૯ લાખ રૂપિયાથી શરૂ થઈને ૧૭.૬૨ લાખ રૂપિયા સુધી જાય છે.

મહિન્દ્રા XUV 7XO નો જલવો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની પાવરફુલ SUV XUV 7XO એ ગત મહિને સૌથી શાનદાર પ્રદર્શન કર્યું અને તેની ૪૫ ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે કુલ ૯,૩૩૮ યુનિટ વેચાઈ ગઈ. ગયા વર્ષે મે મહિનામાં XUV 7XO ના ૬,૪૩૫ યુનિટ વેચાયા હતા. XUV 7XO નો બમ્પર વધારો એ દર્શાવે છે કે બજારમાં આ ગાડી માટે ગ્રાહકોનો ક્રેઝ ઝડપથી વધ્યો છે, કારણ કે આ વર્ષે લોન્ચ થયેલ ફેસલિફ્ટ મોડલ ફીચર્સની બાબતમાં શાનદાર છે. ૬ અને ૭ સીટર ઓપ્શનમાં આવતી Mahindra XUV 7XO ની એક્સ-શોરૂમ કિંમત ૧૩.૬૬ લાખ રૂપિયાથી શરૂ થઈને ૨૪.૯૨ લાખ રૂપિયા સુધી જાય છે.

- Advertisement -

આ પણ વાંચો: Battery as a Service Model: ઈવી લેતા પહેલા આ બાબતો ખાસ વાંચજો, BaaS સબ્સ્ક્રિપ્શન મોડલના ફાયદા અને ગેરફાયદાની સંપૂર્ણ માહિતી – Newz Cafe

Share This Article