Tax filing for freelancers: ફ્રીલાન્સર્સ, ઈન્ફ્લુએન્સર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને અન્ય ગીગ વર્કર્સે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં કેટલીક વધારાની બાબતોનું ધ્યાન રાખવું પડે છે. રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન નજીક આવી રહી છે. આવા સમયે તેમણે આ વિશે અત્યારથી જાણી લેવું જરૂરી છે.
આવકના એકથી વધારે સ્ત્રોત
ફ્રીલાન્સર્સ, ઈન્ફ્લુએન્સર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને અન્ય ગીગ વર્કર્સે સામાન્ય રીતે ઘણી જગ્યાએથી આવક થાય છે. જેમાં બ્રાન્ડ કોલાબોરેશન, પ્લેટફોર્મ પેમેન્ટ્સ, કન્સલ્ટિંગ એસાઈનમેન્ટ્સ અને ડિજિટલ કન્ટેન્ટ મોનેટાઈઝેશન સામેલ છે. તેથી આવકની સાચી રિપોર્ટિંગ અને રેકોર્ડ-કીપિંગ જરૂરી બની જાય છે. આવકની ખોટી રિપોર્ટિંગ પર ઈન્કમ ટેક્સ વિભાગની નોટિસ આવી શકે છે.
ITR-3 કે ITR-4 નો ઉપયોગ
ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે આવા ટેક્સપેયર્સે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ITR-3 કે ITR-4 નો ઉપયોગ કરવો જોઈએ. તેમણે એ પણ ધ્યાન રાખવું પડશે કે રિટર્નમાં જણાવેલ પ્રોફેશનનો કોડ સાચો હોવો જોઈએ. તે તેમના GST અને MSME રેકોર્ડ સાથે મેળ ખાવો જોઈએ.
એડવાન્સ ટેક્સનું પણ ધ્યાન
ફ્રીલાન્સર્સ અને ગીગ વર્કર્સે ફાઈનાન્શિયલ યર દરમિયાન એડવાન્સ ટેક્સનું પેમેન્ટ પણ કરવું પડી શકે છે. શરતો પૂરી કરનાર પ્રોફેશનલ્સ અને સ્મોલ બિઝનેસીસ પ્રિઝમ્પ્ટિવ ટેક્સેશન સ્કીમ (સેક્શન 44ADA કે 44AD) નો ઉપયોગ કરી શકે છે. આ સ્કીમ ટેક્સપેયરને પોતાની રસીદોનો અમુક ટકા આવક તરીકે ડિક્લેર કરવાની પરવાનગી આપે છે. તેનાથી તેમને બુક્સ ઓફ એકાઉન્ટ્સ મેન્ટેન કરવાની જરૂર પડતી નથી.
GST નું પાલન પણ જરૂરી
ફ્રીલાન્સર્સ અને ઈન્ફ્લુએન્સર્સે ઈન્કમ ટેક્સ ઉપરાંત GST ની પોતાની જવાબદારીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. પ્રોફેશનલ એક્સપેન્સીસને ડિડક્શન તરીકે ક્લેમ કરી શકાય છે. પરંતુ, આ માટે ડોક્યુમેન્ટ જરૂરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ટેક્સપેયર્સે તે ખર્ચાઓને ઓળખવા જરૂરી છે, જેનો સંબંધ તેમના પ્રોફેશન અને બિઝનેસ સાથે છે. તેનો રેકોર્ડ મેન્ટેન કરવો પણ જરૂરી છે.
ફોર્મ 26AS અને AIS ના ડેટાનું મિલન
ફ્રીલાન્સર્સ અને ગીગ વર્કર્સે રિટર્ન ફાઈલ કરતા પહેલા ફોર્મ 26AS અને AIS ના ડેટાને મેચ કરાવવો જરૂરી છે. પેમેન્ટ્સ પર કાપવામાં આવેલો ટેક્સ ફોર્મ 26AS અને AIS માં દેખાવો જોઈએ. જો ડેટામાં કોઈ પણ પ્રકારનો મિસમેચ હોય તો રિટર્ન ફાઈલ કરતા પહેલા તેને કરેક્ટ કરાવવું જરૂરી છે.
બ્રાન્ડ્સ પાસેથી મળેલા પ્રોડક્ટ્સ અને સેમ્પલ્સ પર ટેક્સ
ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે ફ્રીલાન્સર્સ અને ગીગ વર્કર્સે એ સમજવાની જરૂર છે કે બ્રાન્ડ્સ પાસેથી મળેલા પ્રોડક્ટ્સ અને ફ્રી સેમ્પલ્સ પણ ટેક્સના દાયરામાં આવે છે. તેની માર્કેટ વેલ્યુ મુજબ ટેક્સ ચૂકવવો જરૂરી છે. જો કોઈ ટેક્સપેયર આવક ઓછી બતાવે છે અથવા નથી બતાવતા તો તેમને ઈન્કમ ટેક્સની નોટિસ મળી શકે છે.

