ATM cash withdrawal rules: ATM માંથી વારંવાર કેશ ઉપાડવાની આદત છોડી દો, નહીં તો ચૂકવવો પડશે ભારે દંડ, બેંકોએ બદલી નાખ્યા નિયમ

Arati Parmar
3 Min Read

ATM cash withdrawal rules: જો તમે એટીએમમાંથી વારંવાર કેશ ઉપાડો છો તો આ આદતને તરત જ છોડવી પડશે. આવું નહીં કરવા પર તમારે ભારે દંડ ભરવો પડશે. બેંકોએ એટીએમ ઉપાડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નવા નિયમો આજથી એટલે કે 1 એપ્રિલ 2026 થી લાગુ થઈ ગયા છે. આમાં ખાનગીથી લઈને સરકારી બેંકો સામેલ છે.

HDFC બેંકના નિયમ

દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસીના ગ્રાહકો એચડીએફસી બેંકના એટીએમમાંથી મહિનામાં ફ્રી 5 ટ્રાન્ઝેક્શન કરી શકે છે. અન્ય બેંકના એટીએમથી ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 છે. જો તમે એચડીએફસી બેંકના ગ્રાહકો છો તો યુપીઆઈની મદદથી પણ એટીએમમાંથી કેશ ઉપાડી શકો છો. હવે આ પ્રકારના ઉપાડને પણ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટમાં ગણવામાં આવશે. જો તમે ફ્રી લિમિટથી વધુ વાર એટીએમમાંથી કેશ ઉપાડો છો તો પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા ચૂકવવા પડશે. સાથે જ આ રકમ પર ટેક્સ પણ આપવો પડશે.

- Advertisement -

PNB બેંકે શું બદલ્યું?

દેશની બીજી સૌથી મોટી સરકારી બેંકે કેટલાક પસંદગીના ડેબિટ કાર્ડ દ્વારા એટીએમમાંથી કેશ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. RuPay NCMC પ્લેટિનમ ડોમેસ્ટિક ડેબિટ કાર્ડ, RuPay NCMC પ્લેટિનમ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ, RuPay વુમન પાવર પ્લેટિનમ ડેબિટ કાર્ડ, RuPay પીએનબી પલાશ ડેબિટ કાર્ડ, રિસાયકલ કરેલ પીવીસી ડેબિટ કાર્ડ, RuPay બિઝનેસ પ્લેટિનમ NCMC ડેબિટ કાર્ડ, માસ્ટર કાર્ડ પ્લેટિનમ ડેબિટ કાર્ડ, VISA ગોલ્ડ ડેબિટ કાર્ડ અને પીએનબી માસ્ટરકાર્ડ પ્લેટિનમ રાઇઝ પર એટીએમથી પ્રતિદિન રોકડ ઉપાડવાની લિમિટ 1,00,000 રૂપિયાથી ઘટાડીને 50,000 રૂપિયા કરી દેવામાં આવી છે. RuPay સિલેક્ટ ડેબિટ કાર્ડ, PNB RuPay સિલેક્ટ નિયો, PNB RuPay સિલેક્ટ એક્સલ, VISA સિગ્નેચર ડેબિટ કાર્ડ અને માસ્ટરકાર્ડ બિઝનેસ ડેબિટ કાર્ડ જેવા કાર્ડ માટે એટીએમથી રોકડ ઉપાડવાની મર્યાદા 1,50,000 રૂપિયાથી ઘટાડીને 75,000 રૂપિયા કરી દેવામાં આવી છે.

બંધન બેંકે પણ કર્યો ફેરફાર

બંધન બેંકે પણ એટીએમથી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ બંધન બેંકના ગ્રાહકો બંધન બેંકના એટીએમમાંથી એક મહિનામાં 5 ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ફ્રી કરી શકશે. જ્યારે નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની કોઈ લિમિટ નથી. જોકે અન્ય બેંકોના એટીએમ પર ટ્રાન્ઝેક્શનની લિમિટ મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 હશે. ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પાર થવા પર ગ્રાહકને પ્રતિ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા અને પ્રતિ નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન 10 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. જો બેંક એકાઉન્ટમાં પૈસા નથી અને એટીએમ ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન એટલે કે અસ્વીકૃત થઈ જાય છે તો 25 રૂપિયાનો દંડ આપવો પડશે.

- Advertisement -
Share This Article