પાંચમા સત્રમાં શેરબજારમાં ઘટાડો નોંધાયો

Reena Brahmbhatt
2 Min Read

મુંબઈ, તા. 30 : સતત પાંચમા સત્રમાં શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. ડેરીવેટિવ્ઝ કૉન્ટ્રાક્ટના માસિક એક્સપાઈરીના દિવસે ગુરુવારે સેન્સેક્ષ અને નિફ્ટી લગભગ 1 ટકો આસપાસ ઘટયા હતા. સેન્સેક્ષ 617.30 પૉઈન્ટ (0.83 ટકા) ઘટીને અને નિફ્ટી 216.05 પૉઈન્ટ (0.95 ટકા) ઘટીને 22,488.65 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યા હતા. જ્યારે બૅન્ક નિફ્ટી 181 પૉઈન્ટ્સ (0.37 ટકા) વધીને 48,682.35 પૉઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો.

eDyF2mJb share bazar

- Advertisement -

નિફ્ટીએ 22,500નો વ્યૂહાત્મક સપોર્ટ ગુમાવ્યો હતો અને દિવસ દરમ્યાનમાં 22,467ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. 1 જૂને લોકસભાની ચૂંટણીઓનો છેલ્લો રાઉન્ડ સમાપ્ત થશે ત્યાર બાદ તેના એક્ઝિટ પૉલ જાહેર થશે. આજે 13 સેક્ટરમાંથી 9 સેક્ટર્સના સૂચકાંકો ઘટયા હતા. નિફ્ટી મેટલ 3 ટકા અને નિફ્ટી આઈટી 2 ટકા ઘટયો હતો. ઈન્ડિયા ચાર્ટસ ડોટ કોમના સમીક્ષકે જણાવ્યું કે 1 જૂનના એક્ઝિટ પૉલ પહેલા નિફ્ટી 22,450-22,475ની રેન્જમાં બંધ રહેશે તો બજાર માટે સારું નહીં હોય. નિફ્ટી 22,000ની નીચે પણ જઈ શકે. તાતા સ્ટીલ, ઈન્ફોસિસ અને ટીસીએસમાં ભારે વેચવાલીથી નિફ્ટીમાં મોટો ઘટાડો થયો હતો.

માર્ચ ત્રિમાસિકમાં તાતા સ્ટીલના ચોખ્ખા નફામાં ઘટાડો થતા તેના શૅરના ભાવ 6 ટકા ઘટયા હતા. નિફ્ટીમાં તેના ભાવ સૌથી વધુ ઘટયા હતા, જ્યારે નિફ્ટીમાં આઈસીઆઈસીઆઈ બૅન્ક, એક્સિસ બૅન્ક અને એચડીએફસી બૅન્કના ભાવમાં 0.4થી 1 ટકા સુધીનો વધારો થયો હતો. બીએસઈ મિડ કૅપ અને સ્મૉલ કૅપ સૂચકાંકો 1 ટકાથી અધિક ઘટયા હતા.

- Advertisement -
Share This Article