Pahalgam Terror Attack Anniversary: પહેલગામ આતંકી હુમલાને એક વર્ષ વીતી ગયું છે. પ્રથમ વરસી પર ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ તેમણે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારત સાથે એકતા પ્રદર્શિત કરી હતી.
બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીન OAM એ આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષોને યાદ કરતા કહ્યું કે, “અમે એક વર્ષ પછી, આપણા ભારતીય મિત્રો સાથે ભયાનક પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષોને યાદ કરીએ છીએ. અમે પીડિત પરિવારોનું દર્દ સમજીએ છીએ. ઓસ્ટ્રેલિયા તમામ પ્રકારના આતંકવાદની વિરુદ્ધમાં ઊભું છે.”
આર્જેન્ટિનાએ શું કહ્યું?
આર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો કોસિનોએ પણ સોશિયલ મીડિયા પર સંવેદના વ્યક્ત કરતા કહ્યું, ‘ભારત વિરુદ્ધ પહેલગામ આતંકી હુમલાની દુખદ ઘટનાને એક વર્ષ થયું છે. આર્જેન્ટિના સરકાર અને ત્યાંની જનતા વતી અમે ગયા વર્ષે આજના દિવસે માર્યા ગયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમને ક્યારેય ભૂલી શકાય નહીં. અમારી સંવેદનાઓ તેમના પરિવારો અને પ્રિયજનો સાથે છે – અમે ભારતની સાથે છીએ અને દરેક પ્રકારના આતંકની નિંદા કરીએ છીએ.’
One year on, we join our Indian friends & colleagues to remember the innocent lives lost in the horrific terrorist attack in #Pahalgam. We honour the victims & their families who continue to grieve today. Australia stands against terrorism in all its forms. @narendramodi @AlboMP
— Philip Green OAM (@AusHCIndia) April 22, 2026
પહેલગામ આતંકી હુમલો
ગયા વર્ષે આજના જ દિવસે ૨૨ એપ્રિલના રોજ પહેલગામ ટેરર એટેકમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ પ્રવાસીઓને વીણી-વીણીને ગોળી મારી દીધી હતી. વિશ્વએ આ ઘૃણાસ્પદ કૃત્યની નિંદા કરી હતી અને પ્રથમ વરસી પર પણ વિવિધ દેશોના પ્રતિનિધિઓ પોતાનું દુખ વ્યક્ત કરી રહ્યા છે.
પહેલગામ આતંકી હુમલો પાકિસ્તાનમાં સ્થિત લશ્કર-એ-તૈયબાની એક શાખા, ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ દ્વારા કરવામાં આવ્યો હતો. માર્યા ગયેલા લોકોમાં ૨૫ પ્રવાસીઓ અને એક સ્થાનિક ઘોડાવાળો (પોની વાળો) સામેલ હતો, જેણે પ્રવાસીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
‘ઓપરેશન સિંદૂર’ દ્વારા વળતો જવાબ
હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ૭ અને ૮ મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ મોટા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને એક સંતુલિત સ્ટ્રાઈક કરવામાં આવી હતી.
‘ઓપરેશન સિંદૂર’ ભારતની સૈન્ય અને વ્યૂહાત્મક ક્ષમતાનું એક મોટું પ્રદર્શન હતું, જેમાં સૈન્ય અને બિન-સૈન્ય બંને પ્રકારના ઉપાયો સામેલ હતા. આ ઓપરેશને આતંકવાદી જોખમોને સફળતાપૂર્વક ખતમ કરી દીધા, આગળના હુમલાઓને રોક્યા અને વ્યુહાત્મક સંયમ જાળવી રાખીને આતંકવાદ પ્રત્યે ભારતની ઝીરો ટોલરન્સ પોલિસીને વધુ મજબૂત બનાવી.

