Ayodhya Ram Mandir donation theft: અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીથી ખળભળાટ: ૪૨થી વધુ કર્મચારીઓની પૂછપરછ, બે કિલો સોનાની ગદા પણ ગાયબ?

Arati Parmar
4 Min Read

Ayodhya Ram Mandir donation theft: અયોધ્યા રામ મંદિર દાનપેટીમાંથી કરોડો રૂપિયા અને સોનાની ગદા ગાયબ થતા SIT એ તપાસ તેજ કરી છે. ૪૨થી વધુ કર્મચારીઓ અને ટ્રસ્ટના સભ્યો રડારમા છે.

અયોધ્યા:
દેશના સૌથી પ્રતિષ્ઠિત એવા અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાની ચોરીનો એક અત્યંત ચોંકાવનારો અને મોટો વિવાદ સામે આવ્યો છે. મંદિરમાં આવતા દાનના નાણાંની ઉચાપત થતી હોવાની આશંકા વચ્ચે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આખા મામલાની ઊંડી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. SIT ની ટીમ સતત બીજા દિવસે અયોધ્યા પહોંચીને પુરાવા એકઠા કરી રહી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, મંદિરમાં દાનપેટીઓમાંથી જ મોટાપાયે નાણાંની ચોરી થઈ હોવાની આશંકા છે, જેના કારણે દાનની ગણતરી અને વ્યવસ્થા સાથે જોડાયેલા આશરે ૪૨થી વધુ કર્મચારીઓની સઘન પૂછપરછ કરવામાં આવી શકે છે.

- Advertisement -

૪૦ દાનપેટી અને બે કિલો સોનાની ગદા ગાયબ હોવાની ચર્ચા
આ વિવાદ માત્ર રોકડ રકમ પૂરતો સીમિત નથી. આખા મંદિર પરિસરમાં ચર્ચા ચાલી રહી છે કે, મંદિરમાં અંદર આવેલી આશરે ૪૦ જેટલી દાનપેટીઓમાંથી ગેરરીતિ થઈ છે. એટલું જ નહીં, ભગવાન રામલલાના દરબારમાંથી આશરે બે કિલો વજન ધરાવતી સોનાની ગદા પણ ગાયબ થઈ ગઈ હોવાની વાતો વહેતી થતાં સનસનાટી મચી ગઈ છે.

શરૂઆતમાં જ્યારે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે દાનપેટીઓની સંખ્યા માત્ર ૧૦ હતી, જે સમય જતાં વધીને ૪૦ જેટલી થઈ ગઈ હતી. આ તમામ દાનપેટીઓની રકમ પર નજર રાખતી અને ગણતરી કરતી ટીમ જ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે.

- Advertisement -

CCTV માં પાંચ કર્મચારીઓ ઝડપાયા, ૨ કરોડ રિકવર કરાયા
સૂત્રો પાસેથી મળતી અત્યંત મહત્વની વિગત મુજબ, સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચેક કરતી વખતે પાંચ કર્મચારીઓ દાનના નાણાંની ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પૂછપરછ દરમિયાન SIT દ્વારા આ પાંચ કર્મચારીઓ પાસેથી આશરે બે કરોડ રૂપિયાની રોકડ રકમ પરત મેળવી લેવામાં આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ મંદિર પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે આ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ઘટના છતાં હજુ સુધી સત્તાવાર રીતે કોઈ એફઆઈઆર (FIR) કે ફરિયાદ દાખલ કરાવવામાં આવી નથી.

SIT ૧૫ દિવસમાં સોંપશે રિપોર્ટ, ટ્રસ્ટના સભ્યોની પણ પૂછપરછ શક્ય

- Advertisement -

હાલમાં એસઆઈટી (SIT) ની ટીમ ખૂબ જ ગુપ્તતાપૂર્વક દરેક પાસાઓ પર તપાસ ચલાવી રહી છે. આગામી ૧૫ દિવસની અંદર આ સમગ્ર કૌભાંડ અને ચોરીનો વિગતવાર તપાસ અહેવાલ સરકારને સોંપવામાં આવશે, જેના આધારે આગળની કાનૂની કાર્યવાહી નક્કી કરાશે.

અંદરખાને એવી પણ ચર્ચાઓ છે કે આગામી દિવસોમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કેટલાક વરિષ્ઠ સભ્યોની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી શકે છે.

અયોધ્યા રામ મંદિર ચોરી કેસ (Ayodhya Ram Mandir theft case)
રામ મંદિરમાં કરોડોની ચોરી (Ram Mandir crores stolen news)
રામ મંદિર સોનાની ગદા ગાયબ (Ram Mandir gold gada missing)
અયોધ્યા એસઆઈટી તપાસ (Ayodhya SIT investigation updates)
રામ મંદિર દાનપેટી કૌભાંડ (Ram Mandir donation )
રામ મંદિરના કર્મચારીઓની પૂછપરછ (Ram Mandir staff interrogation)
અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટ વિવાદ (Ayodhya Ram Janmabhoomi Trust controversy)રામ મંદિરમાં સીસીટીવી કેમેરા ચોરી (Ram Mandir CCTV footage thief caught)
અયોધ્યા રામ મંદિર લેટેસ્ટ ન્યૂઝ ગુજરાતી (Ayodhya Ram Mandir latest news in Gujarati)

આ પણ વાંચો: SC bank loan judgment: સામાન્ય પ્રજા લોન માટે ધક્કા ખાય, અમીરો પર કરોડોની લહાણી! સરકારી બેંકોની બેવડી નીતિ પર સુપ્રિમ કોર્ટ લાલઘૂમ – Newz Cafe

Share This Article