Tilak Mehta success story: મુંબઈના ડબ્બાવાળા સાથે મળીને કેવી રીતે તિલક મહેતાએ બનાવ્યું સામ્રાજ્ય?
Tilak Mehta success story: સફળ થવા માટે ઉંમર મહત્વની નથી, પરંતુ યોગ્ય સમયે આવેલો વિચાર અને શરૂ કરેલું કામ મહત્વનું છે. આજે અમે તમને એક એવા છોકરાની કહાની જણાવી રહ્યા છીએ જેણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે કંપની ઉભી કરી દીધી હતી. અને તે કંપનીને ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની વેલ્યુની પણ બનાવી. આ છે તિલક મહેતા, જેમણે ‘પેપર એન્ડ પાર્સલ’ નામની ડિલિવરી અને લોજિસ્ટિક્સ કંપનીની શરૂઆત માત્ર ૧૩ વર્ષની ઉંમરે કરી હતી.
એક વિચારથી ઉભી કરી દીધી કંપની
વર્ષ ૨૦૧૮માં જ્યારે તિલક મહેતા ધોરણ આઠમાં ભણતા હતા. તે સમયે એક દિવસ જ્યારે તેઓ પોતાના મામાના ઘરે ગયા, ત્યારે ત્યાં પોતાની ચોપડીઓ ભૂલી આવ્યા. ઘરે આવ્યા પછી તેમને ચોપડીઓની જરૂર પડી. આ જરૂરિયાતને તેમણે અવસરમાં બદલી. અહીંથી ‘પેપર એન્ડ પાર્સલ’ કંપનીનો વિચાર આવ્યો. કારણ કે તેમને તે સમયે કોઈ પાર્સલ ડિલિવરી કરતી કંપની મળી રહી નહોતી અને ચોપડીઓની જરૂર હતી.
પેપર એન્ડ પાર્સલે કેવી રીતે મેળવી સફળતા?
કંપનીની શરૂઆત તો કરી દીધી પણ સૌથી મોટું કામ એ હતું કે પાર્સલની ડિલિવરી સસ્તામાં કેવી રીતે કરવામાં આવે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેમને એક ઉત્તમ વિચાર આવ્યો. તેમણે વર્ષ ૨૦૧૮ માં મુંબઈના ફેમસ ડબ્બાવાળા સાથે સસ્તા દરે કુરિયર સર્વિસ શરૂ કરી. આ બિઝનેસ આઈડિયા એટલો જબરદસ્ત હતો કે તેની માંગ સતત વધવા લાગી.
ક્યાંથી આવ્યા પૈસા?
તિલકનો જન્મ વર્ષ ૨૦૦૬ માં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર મુંબઈમાં રહેતો હતો. વર્ષ ૨૦૧૮ માં જ્યારે તેમને ‘પેપર એન્ડ પાર્સલ’ નો વિચાર આવ્યો ત્યારે તેમની પાસે પૈસા નહોતા કારણ કે તેઓ અભ્યાસ કરી રહ્યા હતા. તેથી તેમણે પોતાના પિતા પાસેથી થોડા પૈસા લઈને ડબ્બાવાળા સર્વિસનો ઉપયોગ કરીને બિઝનેસની શરૂઆત કરી.
૧૦૦ કરોડથી વધુની કંપની
‘પેપર એન્ડ પાર્સલ’ ની માંગ એટલી વધવા લાગી કે થોડા જ વર્ષોમાં આ કંપની ૧૦૦ કરોડથી વધુની વેલ્યુવાળી કંપની બની ગઈ. પોતાના આ બિઝનેસથી તિલક મહેતા દર મહિને ૨ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા હતા.
હવે ક્યાં છે તિલક મહેતા?
તિલકનું નામ ફોર્બ્સની લિસ્ટમાં પણ આવી ચૂક્યું છે, તેમને ફોર્બ્સ લીડરશિપ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ દેશ-વિદેશમાં તેમને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા મુજબ ૨૦૨૧ સુધી તેમની નેટવર્થ ૬૦ કરોડ રૂપિયાથી વધુ થઈ ચૂકી હતી. એવું કહેવાય છે કે તેમની કંપનીને માર્કેટના કોઈ મોટા પ્લેયરે ખરીદી લીધી હતી. અત્યારે તિલક મહેતા કેલિફોર્નિયાની એક યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી રહ્યા છે. તિલક મહેતાની સફળતાથી એ કહી શકાય છે કે એક સાચો વિચાર અને સાચી તકની શોધ તમને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. આ માટે એ મહત્વનું નથી કે તમારી ઉંમર નાની છે કે મોટી.
આ પણ વાંચો: ITR Filing માં સાવધાન, ૩૧ જુલાઈ દરેક માટે ડેડલાઈન નથી, તમારી શ્રેણી મુજબ જાણો છેલ્લી તારીખ – Newz Cafe

