Aadhaar App 5 Profiles: આજકાલ આધાર સાથે જોડાયેલા અનેક કામ ફોન દ્વારા જ કરી શકાય છે. આવી સ્થિતિમાં જો પરિવારના અનેક સભ્યોના આધારનું સંચાલન કરવાનું હોય, તો દરેક વ્યક્તિ માટે અલગ-અલગ કાર્ડ સાથે રાખવા મુશ્કેલી પડી શકે છે. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આધાર એપમાં એક એવું ફીચર મળે છે, જેના દ્વારા એક જ ફોન પર પરિવારની 5 આધાર પ્રોફાઇલ સુધી મેનેજ કરી શકાય છે. UIDAI ની માહિતી અનુસાર, આ ફીચર એક ફોનથી પરિવારના સભ્યોના આધારનું સંચાલન સરળ બનાવે છે.
એક ફોનમાં 5 આધાર કેવી રીતે મેનેજ થશે?
આધાર એપમાં યુઝર પોતાની આધાર પ્રોફાઇલ સાથે પરિવારના અન્ય સભ્યોની પ્રોફાઇલ પણ એડ કરી શકે છે. આ રીતે અલગ-અલગ લોકોના આધાર સાથે જોડાયેલા કામ એક જ મોબાઇલથી મેનેજ કરી શકાય છે.
આ ફીચર ખાસ કરીને એવા પરિવાર માટે ઉપયોગી થઈ શકે છે, જ્યાં બાળકો, માતા-પિતા અથવા પરિવારના અન્ય સભ્યોના આધાર સાથે જોડાયેલા કામ વારંવાર કરવાના હોય.
The Aadhaar App allows you to add up to 5 Aadhaar profiles on a single phone, making it easier to manage Aadhaar for family members without carrying multiple physical cards.
Download Aadhaar App now: https://t.co/CBGE88HCKM#AadhaarApp #FamilyProfile #EaseOfLiving #ThenvsNow… pic.twitter.com/QiySxhr0Nw
— Aadhaar (@UIDAI) August 12, 2026
શું Aadhaar કાર્ડ ફોનમાં રાખવું જરૂરી છે?
આ સર્વિસનો હેતુ વારંવાર ફિઝિકલ આધાર કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત ઘટાડવાનો છે. મોબાઇલમાં સંબંધિત પ્રોફાઇલ ઉપલબ્ધ હોવાથી આધાર સાથે જોડાયેલી ડિજિટલ સર્વિસનો ઉપયોગ સરળ બની શકે છે. જોકે, કોઈપણ આધાર સર્વિસનો ઉપયોગ કરતી વખતે OTP અને અન્ય વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ કરવો પડી શકે છે.
Aadhaar Appમાં કેટલી પ્રોફાઇલ એડ કરી શકાય?
એક મોબાઇલ ફોન પર મહત્તમ 5 Aadhaar પ્રોફાઇલ મેનેજ કરી શકાય છે. તેનો અર્થ બિલકુલ એવો નથી કે એક વ્યક્તિના નામે પાંચ આધાર બની જાય છે. દરેક પ્રોફાઇલ અલગ આધાર નંબર ધરાવતા વ્યક્તિની હોય છે. એટલે કે પરિવારમાં 5 લોકો હોય તો તેમની અલગ-અલગ આધાર પ્રોફાઇલ એક જ ફોન પર મેનેજ કરી શકાય છે.
એક ફોનમાં 5 Aadhaar Profiles એડ કરવાની રીત
- આ માટે સૌથી પહેલાં ફોનમાં આધાર એપ ડાઉનલોડ કરીને ઓપન કરો
- પોતાના આધારથી એપમાં Login/Register કરો
- એપમાં Profile/Add Aadhaar Profileનો ઓપ્શન પસંદ કરો
- જે પરિવારના સભ્યનો આધાર એડ કરવાનો છે તેનો આધાર નંબર દાખલ કરો
- તે આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર આવેલા OTPથી વેરિફિકેશન કરો
- વેરિફિકેશન પૂર્ણ થયા પછી સંબંધિત આધાર પ્રોફાઇલ એપમાં એડ થઈ જશે
- આ જ રીતે પરિવારના અન્ય સભ્યોની પ્રોફાઇલ પણ એડ કરી શકો છો
- એક ફોનમાં કુલ 5 આધાર પ્રોફાઇલ સુધી એડ કરી શકાય છે
સગીર માટે પ્રોસેસ
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકની પ્રોફાઇલ એડ કરવા માટે Guardian નું Face Authentication પ્રોસેસ પૂર્ણ કરવું પડે છે. ધ્યાન રાખો કે દરેક પ્રોફાઇલ એડ કરતી વખતે સંબંધિત આધાર ધારકની વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.

