Share Market Crash: ફાર્મા અને IT શેરોમાં ભારે વેચવાલી, વૈશ્વિક તણાવથી શેરબજારમાં મોટો ઘટાડો

Arati Parmar
2 Min Read

Share Market Crash: મોટાભાગે એશિયાઈ બજારોમાં તેજી હોવા છતાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસરને કારણે સ્થાનિક બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો. ફાર્મા સેક્ટરમાં જેનેરિક્સ દવાઓ પર અમેરિકન ટેરિફ અને AI સાથે જોડાયેલા શેરોમાં તેજીના કારણે ભારતીય IT શેરો પર દબાણ વધ્યું. પરિણામે સેન્સેક્સ 500થી વધુ પોઇન્ટ તૂટી ગયો, જ્યારે નિફ્ટી 50 પણ ઘટીને 24000ની એકદમ નજીક પહોંચી ગયો. વ્યાપક બજારમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું અને નિફ્ટી Midcap 100 તથા નિફ્ટી Smallcap 100માં અંદાજે અડધા ટકાનો ઘટાડો નોંધાયો.

હવે સ્થાનિક Equity Benchmark Indexesની વાત કરીએ તો હાલમાં સવારે 11:07 AM વાગ્યે સેન્સેક્સ (Sensex) 633.15 પોઇન્ટ એટલે કે 0.82%ના ઘટાડા સાથે 76,836.96 પર અને નિફ્ટી (Nifty) 175.30 પોઇન્ટ એટલે કે 0.72%ના ઘટાડા સાથે 24,012.40 પર કારોબાર કરી રહ્યો હતો. Intra-day દરમિયાન સેન્સેક્સ 747.90 પોઇન્ટ તૂટીને 76,722.21 સુધી અને નિફ્ટી 214.00 પોઇન્ટ ઘટીને 23,973.70 સુધી પહોંચી ગયો હતો.

અમેરિકાએ ઈરાન પર સતત 11મી રાત્રે હવાઈ હુમલા કર્યા. આ હુમલાઓમાં Military Operation Center, Aircraft Hangar અને Drone Storage Sitesને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલાઓ બાદ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે તણાવ ઘટવાના કોઈ સંકેત હાલ જોવા મળતા નથી. તેના કારણે બજારનું Sentiment નબળું પડ્યું છે.

IT-ફાર્મા સેક્ટરમાં તેજ વેચવાલી

આજે બજાર પર સૌથી વધુ દબાણ ફાર્મા સેક્ટરે ઊભું કર્યું. ટ્રમ્પે પોતાની Policy માં જેનેરિક્સ દવાઓને પણ સામેલ કરતાં આ સેક્ટરની કંપનીઓને ઝટકો લાગ્યો અને નિફ્ટી Pharma 1%થી વધુ ઘટી ગયો. ઉપરાંત AI સાથે જોડાયેલા શેરોમાં તેજીના કારણે ભારતીય બજારમાં IT કંપનીઓના શેરો પર દબાણ વધ્યું અને નિફ્ટી IT પણ 1%થી વધુ તૂટી ગયો. આ ઉપરાંત બેન્કિંગ સેક્ટરમાં પણ ભારે વેચવાલી જોવા મળી અને સરકારી તેમજ ખાનગી બેન્કોના નિફ્ટી ઇન્ડેક્સમાં અડધા ટકાથી વધુનો ઘટાડો નોંધાયો.

India VIX માં ઉછાળો

બજારમાં ગભરાટનું માપદંડ માનવામાં આવતા India VIX માં થયેલા ફેરફારે પણ બજાર પર દબાણ વધાર્યું. હાલમાં તે 3.25%ના ઘટાડા સાથે 13.01 પર છે. તેનું સ્તર વધુ હોવાનો અર્થ બજારમાં Volatility વધવાની શક્યતા દર્શાવે છે, જ્યારે તેનું સ્તર ઓછું હોવાનો અર્થ Volatility ઘટવાની સંભાવના દર્શાવે છે.

Share This Article