RBI Wins Digital Transformation Award: RBIને લંડનમાં મળ્યો ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025, PM મોદીએ વ્યક્ત કરી પ્રશંસા

Arati Parmar
3 Min Read

RBI Wins Digital Transformation Award: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની લંડન સ્થિત સેન્ટ્રલ બેન્કિંગ ઓફ યુનાઈટેડ કિંગડમ (UK) દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 માટે પસંદગી કરવામાં આવી છે. આ સન્માનજનક એવોર્ડ તેને બે ટેક્નોલોજી ઈનોવેશન માટે મળ્યો છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આરબીઆઈની પોસ્ટને ટાંકીને પીએમ મોદીએ પોસ્ટ કરી હતી કે, ‘આ એક પ્રશંસનીય સિદ્ધિ છે, જે ગવર્નન્સમાં  ઈનોવેશન અને કાર્યક્ષમતા દર્શાવે છે. ડિજિટલ ઈનોવેશન ભારતની ડિજિટલ ઈકોસિસ્ટમને મજબૂત કરી રહ્યું છે, જેનાથી મોટી સંખ્યામાં લોકોના જીવન સશક્ત બન્યા છે.’

- Advertisement -

બે ઈનોવેટિવ પહેલ બદલ આ એવોર્ડ

આરબીઆઈને તેની ‘પ્રવાહ’ અને ‘સારથી’ નામની ડિજિટલ પહેલ માટે સન્માનિત કરવામાં આવી હતી, જેને આરબીઆઈની ઇન-હાઉસ ડેવલપર ટીમ દ્વારા વિકસાવવામાં આવી હતી. એવોર્ડ કમિટીએ સ્વીકાર્યું હતું કે, કેવી રીતે આરબીઆઈએ આ બે ડિજિટલ પહેલ મારફત પેપર-આધારિત સબમિશનનો ઉપયોગ ઘટાડ્યો છે, જેનાથી RBIની આંતરિક અને બાહ્ય પ્રક્રિયાઓમાં પરિવર્તન આવ્યું છે.

- Advertisement -

શું છે સારથી?

જાન્યુઆરી 2023માં શરૂ કરાયેલી સારથીએ આરબીઆઈના આંતરિક વર્કફ્લોનું ડિજિટાઈઝેશન કર્યું, જેનાથી કર્મચારીઓ સુરક્ષિત રીતે ડોક્યુમેન્ટ્સ સબમિટ અને શેર કરી શકે છે. આનાથી રેકોર્ડ મેનેજમેન્ટમાં સુધારો થયો છે. તેમજ કર્મચારીઓ રિપોર્ટ્સ અને ડેશબોર્ડ દ્વારા ડેટાનું એનાલિસિસ પણ શક્ય બન્યું છે. સારથીએ આરબીઆઈને ઓટોમેટીંગ પ્રક્રિયાઓ દ્વારા ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવામાં મદદ કરી છે. જ્યાં અગાઉ આરબીઆઈના ઘણા વિભાગો મેન્યુઅલ અને ડિજિટલ પ્રક્રિયાઓના ખંડિત મિશ્રણ પર આધાર રાખતા હતા, ત્યાં સારથી એપ આરબીઆઈની માહિતી માટે એક યુનિફાઈડ ગ્લોબલ રિપોઝિટરી તૈયાર કરે છે.

- Advertisement -

પ્રવાહની કામગીરી

આરબીઆઈએ મે 2024માં પ્રવાહ લોન્ચ કર્યું હતું, જે બાહ્ય યુઝર્સ માટે આરબીઆઈ સમક્ષ રેગ્યુલેટરી એપ્લિકેશન સબમિટ કરવા માટેનું એક ડિજિટલ માધ્યમ છે. પોર્ટલ દ્વારા સબમિટ કરવામાં આવેલા અને પ્રક્રિયા કરાયેલા દસ્તાવેજો સારથી ડેટાબેઝમાં પ્લગ કરવામાં આવે છે, જ્યાં તેમને કેન્દ્રિય સાયબર સુરક્ષા સિસ્ટમ્સ અને ડિજિટલ ટ્રેકિંગ સાથે આરબીઆઈની ઑફિસમાં ડિજિટલી હેન્ડલ કરી શકાય છે.

પ્રવાહે અત્યાર સુધીમાં 70થી વધુ વિવિધ રેગ્યુલેટરી એપ્લીકેશનને ડિજીટાઇઝ કરી છે, જે RBIના નવ વિભાગોના કામમાં મદદ કરે છે. તેની શરૂઆતથી 2024ના અંત સુધીમાં આ સિસ્ટમ દ્વારા 2,000થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જે માસિક અરજીઓમાં 80 ટકા વધારો દર્શાવે છે. તેનું કારણ પોર્ટલનો સરળ ઉપયોગ છે.

Share This Article