PM Surya Ghar scheme: આજે મોંઘવારીના જમાનામાં જો ઘરમાં લાઈટ બિલ શૂન્ય (ઝીરો) થઈ જાય અને ઉપરથી સરકાર કમાણી કરી આપે, તો કોને ન ગમે? કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ (PM Surya Ghar: Muft Bijli Yojana) અત્યારે આખા ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે.
પરંતુ, જેટલી મોટી આ સ્કીમ છે, એટલા જ મોટા પાયે આ યોજનાના નામે નવા સ્કેમ (કૌભાંડો) પણ શરૂ થઈ ગયા છે. પબ્લિક હિતમાં આ આર્ટિકલ પૂરો વાંચો જેથી તમે યોજનાનો લાભ પણ લઈ શકો અને છેતરાતા પણ બચો.
પબ્લિક માટે જબરદસ્ત સ્કીમ: શું છે આ યોજના?
આ યોજના હેઠળ જો તમે તમારા ઘરની અગાશી પર સોલાર પેનલ લગાવો છો, તો સરકાર તમને ભારે સબસિડી આપે છે:
૩ કિલોવોટ (3 kW) સુધીની સોલાર સિસ્ટમ પર સરકાર રૂ. ૭૮,૦૦૦ સુધીની સબસિડી સીધી તમારા બેંક ખાતામાં જમા કરે છે.
આનાથી દર મહિને ૩૦૦ યુનિટ સુધીની વીજળી બિલકુલ મફત મળશે.
જો તમારા ઘરમાં વપરાશ ઓછો હશે અને વીજળી વધશે, તો વીજ કંપની (જેમ કે MGVCL, PGVCL, UGVCL, DGVCL) એ વીજળી તમારી પાસેથી ખરીદશે અને તમને એના પૈસા મળશે!
સાવધાન! આ સ્કીમની આડમાં ચાલી રહેલું મોટું સ્કેમ
જેમ જ સરકારે આ યોજનાની જાહેરાત કરી, ઠગો સક્રિય થઈ ગયા છે. અત્યારે માર્કેટમાં બે પ્રકારના ફ્રોડ ચાલી રહ્યા છે:
1. નકલી સબસિડી ફોર્મ અને લિંક્સ: વોટ્સએપ પર મેસેજ આવે છે કે “પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂ. ૬૦,૦૦૦ની સબસિડી મંજૂર થઈ છે, ફોર્મ ભરવા માટે આ લિંક ખોલો.” આ લિંક ખોલતા જ નકલી સરકારી વેબસાઈટ દેખાય છે અને સબસિડીના નામે પ્રોસેસિંગ ફી પેટે ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા ઓનલાઈન કપાવી લેવામાં આવે છે.
2. નકલી સોલાર એજન્ટ્સ: કેટલાક લોકો સોલાર કંપનીના એજન્ટ બનીને ઘરે આવે છે. એ લોકો સસ્તામાં સોલાર લગાડી આપવાની અને ફાસ્ટ સબસિડી પાસ કરાવી આપવાની લાલચ આપીને એડવાન્સ પેમેન્ટ (ટોકન મની) રોકડા કે ઓનલાઈન લઈ લે છે અને પછી ગાયબ થઈ જાય છે.
સાચી રીત કઈ? છેતરપિંડીથી કેવી રીતે બચવું?
ઓફિશિયલ પોર્ટલ:આ યોજના માટે માત્ર અને માત્ર સરકારની સત્તાવાર વેબસાઈટ pmsuryaghar.gov.in પર જઈને જ રજીસ્ટ્રેશન કરો. કોઈપણ અન્ય થર્ડ-પાર્ટી એપ કે લિંક પર ભરોસો ન કરો.
બેંક વિગતો:સરકાર સબસિડી આપવા માટે ક્યારેય ઓનલાઈન ક્યુઆર કોડ સ્કેન કરવાનું કે ઓટીપી (OTP) આપવાનું નથી કહેતી.
અધિકૃત વેન્ડર્સ: સોલાર પેનલ લગાવવા માટે માત્ર સરકારી પોર્ટલ પર લિસ્ટેડ થયેલા રજિસ્ટર્ડ સોલાર વેન્ડર્સ (ડીલર્સ) નો જ સંપર્ક કરો અને પાકું જીએસટી (GST) બિલ લો.
જનહિતમાં સંદેશ:મફત વીજળી મેળવવાની ઉતાવળમાં નકલી એજન્ટો કે લિંક્સનો ભોગ ન બનો. જાગૃત નાગરિક બનો .
PM Surya Ghar Yojana Gujarati
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના સબસિડી
Solar panel subsidy scheme Gujarat 2026
PM Surya Ghar scam and fraud awareness
મફત સોલાર પેનલ યોજના સાચી માહિતી
How to apply for PM Surya Ghar Yojana in Gujarati
સરકારી યોજનાઓ ૨૦૨૬

