Maruti Price Hike: મારુતિ સુઝુકીના ભાવમાં ફેરફાર, કેટલીક કાર મોંઘી તો વિક્ટોરિસ થઈ સસ્તી, જાણો નવો ભાવ

Arati Parmar
2 Min Read

Maruti Price Hike: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની એરેના ડીલરશિપ પર વેચાતી ઘણી લોકપ્રિય કારની કિંમતો વધારી દીધી છે. વેગનઆર, ઇકો, સ્વિફ્ટ અને અર્ટિગા જેવા મુખ્ય મોડલ્સની કિંમતોમાં 4,500 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનો આશિંક વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને કંપનીનું કહેવું છે કે ઇનપુટ કોસ્ટ વધવા અને બદલાતી માર્કેટ કન્ડિશનને કારણે પ્રાઇસ હાઇક જરૂરી બની હતી.

જોકે, મારુતિ વિક્ટોરિસના ખરીદદારો માટે આ બદલાવ રાહતરૂપ છે, કારણ કે તેની કિંમતમાં કંપનીએ 38,900 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. બજારમાં ઇલેક્ટ્રિક વાહનોના વધતા ચલણ અને સરકારની ગ્રીન ઇનિશિયેટિવ્સ વચ્ચે મારુતિનું આ પ્રાઇસ રિવિઝન ઉપભોક્તાઓને તેમના બજેટ અને જરૂરિયાતો અનુસાર યોગ્ય કાર પસંદ કરવા માટે ઇન્સ્પાયર કરવામાં સક્ષમ છે. પ્રાઇસ હાઇક તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવી છે.

- Advertisement -

મારુતિ વેગનઆર અને ઇકો

મારુતિ સુઝુકીની સૌથી લોકપ્રિય ફેમિલી કાર વેગનઆરની શરૂઆતની એક્સ-શોરૂમ પ્રાઇસ હવે 4,94,400 રૂપિયાથી વધીને 4,98,900 રૂપિયા થઈ ગઈ છે, જેમાં 4,500 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે, મારુતિની દમદાર વાન ઇકોના ખરીદદારોએ હવે 5,000 રૂપિયા વધુ ચૂકવવા પડશે અને નવી એક્સ-શોરૂમ પ્રાઇસ 5,23,400 રૂપિયા થઈ ગઈ છે.

મારુતિ સ્વિફ્ટ અને અર્ટિગા હવે કેટલી મોંઘી?

ભારતીય બજારમાં પ્રીમિયમ હેચબેક કાર લવર્સની ફેવરિટ સ્વિફ્ટની કિંમતમાં 7,500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ જ શ્રેણીમાં મારુતિની સૌથી લોકપ્રિય મલ્ટી-પર્પઝ વ્હીકલ (MPV) અર્ટિગા હવે 10,000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે, જેનાથી તેની નવી એક્સ-શોરૂમ કિંમત 8,85,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

- Advertisement -

મારુતિ વિક્ટોરિસ થઈ સસ્તી

મારુતિ સુઝુકીએ તેની એરેના ડીલરશિપ પર વેચાતી ઘણી લોકપ્રિય કારના ભાવ વધાર્યા છે, પરંતુ વિક્ટોરિસ SUV ના ભાવમાં સારો એવો ઘટાડો કરી દીધો છે, જે વિક્ટોરિસ ખરીદવાની યોજના બનાવી રહેલા ગ્રાહકો માટે કોઈ ભેટથી ઓછું નથી. કંપનીએ આ મોડલની કિંમતમાં 38,900 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે, જેનાથી તે હવે પહેલા કરતા ઘણી કિફાયતી થઈ ગઈ છે.

આ વાતોનું રાખો ધ્યાન

કિંમતોમાં થયેલા આ બદલાવની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. આવી સ્થિતિમાં જો તમે મારુતિ એરેનાની આમાંથી કોઈ પણ ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો તમારી નજીકની ડીલરશિપ પર જઈને નવી ઓન-રોડ કિંમતો વિશે પહેલા જાણી લો.

- Advertisement -
Share This Article