EU-India FTA: ભારત-EU મુક્ત વ્યાપાર સમજૂતી પૂર્ણ થવાની નજીક, વર્ષના અંત સુધીમાં હસ્તાક્ષરની શક્યતા

Arati Parmar
2 Min Read

EU-India FTA: લગભગ બે દાયકા સુધી રહી રહીને ચાલેલી વાતચીત બાદ, ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) હવે આખરે પૂર્ણ થવાની નજીક છે. ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત, હર્વે ડેલ્ફિને સંકેત આપ્યો છે કે આ સમજૂતી પર આ વર્ષના અંત સુધીમાં હસ્તાક્ષર થઈ શકે છે અને તે 2027ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે. આ ડીલના ફાઈનલ થયા બાદ અમેરિકાની મનમાની ખતમ થઈ જશે. કારણ કે આ ડીલથી ભારતને ઘણું બધું પ્રાપ્ત થવાનું છે.

કાનૂની તપાસ અને તકનીકી દસ્તાવેજોને પૂર્ણ કરવાની દિશામાં સાચા માર્ગ પર

ઈન્ટરવ્યુમાં રાજદૂતે કહ્યું કે સમજૂતી પર ઔપચારિક રીતે હસ્તાક્ષર થતા પહેલા, બંને પક્ષો બાકી કાનૂની તપાસ અને તકનીકી દસ્તાવેજોને પૂર્ણ કરવાની દિશામાં સાચા માર્ગ પર છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ષના અંતનું શિડ્યુલ ઘણું વ્યસ્ત છે. જેમાં જી-20 સમિટ પણ સામેલ છે અને તેનાથી યોગ્ય સમય પર અસર પડી શકે છે, તેમ છતાં રાજદૂતે કહ્યું કે બંને દેશોનું નેતૃત્વ આ તકને શાનદાર રીતે ઉજવવા માટે યોગ્ય સમયની શોધમાં છે. આ ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં EUના મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના પ્રતીકાત્મક મહત્વને પણ દર્શાવે છે.

- Advertisement -

ભારત અને યુરોપિયન યુનિયને અનેક પ્રકારના પડકારોનો સામનો કર્યો છે

રાજદૂતે કહ્યું કે ભારત અને યુરોપિયન યુનિયન એકબીજાને સ્વાભાવિક ભાગીદાર તરીકે જોવા લાગ્યા છે, કારણ કે તેમની અર્થવ્યવસ્થાઓ એકબીજાની પૂરક છે અને તેઓ નિયમો પર આધારિત વૈશ્વિક વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે. આ બધું એવા સમયે થયું છે જ્યારે બંને ક્ષેત્રોએ અનેક પ્રકારના ઝટકા સહન કર્યા છે. જેમ કે કોરોના અને અખાતી યુદ્ધથી લઈને રશિયાનું યુક્રેન પર આક્રમણ અને અમેરિકા-ફર્સ્ટની નીતિવાળી અમેરિકી સરકારનું લેવડ-દેવડ પર આધારિત વલણ. તેમણે કહ્યું કે આવા માહોલમાં, EU અને ભારત એકબીજાને સ્થિરતા, પૂર્વાનુમાન અને મોટા પાયે કામ કરવાની ક્ષમતા આપે છે. આ એવી ખૂબીઓ છે જે ત્યારે વધુ મહત્વની બની જાય છે જ્યારે બીજી ભાગીદારીઓ ઓછી વિશ્વાસપાત્ર લાગે છે.

- Advertisement -
Share This Article