AMC Ahmedabad Update: છેલ્લા 24 કલાકની AMC ની લેટેસ્ટ અપડેટ

Arati Parmar
3 Min Read

AMC Ahmedabad Update: છેલ્લા 24 કલાકમાં AMC ના મોટા સમાચાર

1. ફાયર સેફટી ભંગ – 6 હોટલ સીલ
– AMC એ ફાયર સેફટીના નિયમો ન ફોલો કરનારી 6 હોટલને સીલ કરી દીધી.

- Advertisement -

નોટિસ આપ્યા પછી પણ સુધારો ન કર્યો એટલે કાર્યવાહી. હવે પછી પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

2. ગેરકાયદે કબ્જા સામે ડ્રાઈવ – ₹8.39 લાખ વસૂલ

- Advertisement -

– 1 અઠવાડિયાના ડ્રાઈવમાં AMC એ ₹8,39,900 દંડ વસૂલ્યો.

– 685 હાથલારી, 253 શેડ, 915 તાડપત્રી હટાવ્યા. 1,133 ગાડીને wheel-lock કર્યા.

- Advertisement -

જ્યાં કાર્યવાહી થઈ:SG Highway, ISKCON, Thaltej, Vaishnodevi Circle, Manek Chowk, Kalupur, Nikol, CTM

3. કચરા અંગે નવો નિયમ – 4 ડબ્બા સિસ્ટમ
– મેયર હિતેષ બારોટે કહ્યું: હવે ઘરે *4 અલગ ડબ્બા* રાખવા પડશે – પ્લાસ્ટિક, ભીનો કચરો, સૂકો કચરો, જોખમી કચરો.

100 kg થી વધુ કચરો કાઢતી સોસાયટી/કોમ્પ્લેક્સે પોતાનો કચરો જાતે જ કમ્પોસ્ટ કરવો પડશે. ea81

4. સફાઈ કર્મચારીની અસમાનતા સામે એક્શન

– ખાડિયામાં 3.26 sq km માટે 762 કર્મચારી જ્યારે લાંભામાં 44.54 sq km માટે ફક્ત 244 કર્મચારી

– સ્ટેન્ડિંગ કમિટીએ આ અસમાનતા દૂર કરીને બધા વોર્ડમાં સરખા વહેંચવાનો હુકમ આપ્યો.

5. પગપાળા ચાલનારાઓ માટે અપીલ

– AMC એ લોકોને ઝેબ્રા ક્રોસિંગ, ફૂટઓવર બ્રિજ વાપરવા અપીલ કરી.

– હકીકત: અમદાવાદના 5,500 km રોડમાંથી ફક્ત 25-30% માં જ ફૂટપાથ છે.
– ઘણી જગ્યાએ ફૂટપાથ પર કબ્જા અને ગાડીઓ પાર્ક હોય છે.

6. ગાયના છાણમાંથી ખાતર
– દાનિલિમડા અને બાકરોલના ગૌશાળામાંથી રોજ *2,000 kg છાણ અને લીલો કચરો* એકત્ર કરીને ખાતર બનાવાય છે.
– આ ખાતર 62 મ્યુનિસિપલ ગાર્ડનમાં વપરાય છે. Zero Waste City નું પગલું. 23cb

7. પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર પર કાર્યવાહી
– ઈસ્ટ ઝોનમાં *81 પ્રોપર્ટી ફ્રીઝ* કરી. ₹1.1 કરોડની વસૂલાત બાકી છે.
22 પ્રોપર્ટીની હરાજીની પ્રક્રિયા શરૂ. પાણી-ગટર કનેક્શન કાપવાની પણ ચેતવણી. 1672

8. ચોમાસા માટે તૈયારી
– AMC એ 15 જૂન સુધીમાં બધા ખાડા પુરવાનો હુકમ આપ્યો છે. નવું ખોદકામ બંધ.

મચ્છર નાબૂદી: જાન્યુઆરીથી મે 2026 સુધી માત્ર 110 ડેન્ગ્યુ કેસ – ગયા વર્ષે આ સમયે 1591 હતા. 274 ફોગિંગ મશીન અને 2000 કર્મચારી કામે લાગ્યા છે. 210a

ટ્રાફિક માટે નવી વાત
Zero Tolerance Road પર ગેરકાયદે પાર્કિંગ કરશો તો 2 વ્હીલર ₹1,500 અને 4 વ્હીલર ₹3,000 સુધી દંડ થશે.

Share This Article