AMC Latest Updates: AMC ની લેટેસ્ટ અપડેટ ટૂકમા

Arati Parmar
3 Min Read

AMC Latest Updates: AMC ની લેટેસ્ટ અપડેટ ટૂકમા

1. ટ્રાફિક-પાર્કિંગ વાળી સખત કાર્યવાહી
11 રોડ પર “Zero Tolerance”: 31 મે થી AMC એ SG Highway, CG Road, Judges Bungalow Road સહિત પશ્ચિમના 10 રોડ + પૂર્વનો 1 રોડ “Zero Tolerance Road” જાહેર કર્યા.
દંડ કેટલો?: 2-વ્હીલર ને પીક અવરમાં ₹1,500, નોન-પીકમાં ₹1,000. 4-વ્હીલર ને પીકમાં ₹3,000, નોન-પીકમાં ₹2,000. ગાડી ખોટી જગ્યાએ પાર્ક કરી તો તરત ટો થશે.
કારણ: ટ્રાફિક જામ અને રોડ સેફ્ટી માટે “Comprehensive Policy to Address Traffic, Road Safety, Encroachment and Cattle Menace” લાગુ કરી.

- Advertisement -

ગૂગલ મેપથી ટ્રાફિક કંટ્રોલ: AMC એ Google Maps ના Road Management Insights સાથે પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો. SG Highway, SP Ring Road, નરોલ-નરોડા હાઈવે પર દર 2 મિનિટે સ્પીડ, ટ્રાફિક કાઉન્ટ, એક્સિડન્ટ ઝોનનું લાઈવ ડેટા મળશે. AI થી ક્યાં ફ્લાયઓવર જોઈએ એ નક્કી કરશે.

2. સફાઈ અને પર્યાવરણ
સાબરમતી ક્લીન-અપ 2 થી 5 જૂન: ચોમાસા પહેલા નદીમાં પાણી છોડવાનું છે એટલે AMC + SRFDCL મળીને ગાંધી આશ્રમ, સેમ્પલ સ્ટેજ ઘાટ, ગાટ નં.4-5, વાડજ ઘાટ સાફ કરશે. 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પર પૂરું થશે.

- Advertisement -

5 મિલિયન વૃક્ષ મિશન: આ વર્ષે 50 લાખ ઝાડ વાવવાનું ટાર્ગેટ. લામ્બા વોર્ડમાં વાવેતર શરૂ થઈ ગયું. પહેલા 3 મિલિયન અને 4 મિલિયન મિશન થઈ ચૂક્યા.

ખોરાકમાં ભેળસેળ: છેલ્લા 3 મહિનાના ચેકમાં AMC ને 27 રેસ્ટોરન્ટ એ “એનાલોગ પનીર” વાપરતા પકડ્યા. એ બધા સામે સીલિંગ સુધીની કાર્યવાહી ચાલુ.

- Advertisement -

3. ડેવલપમેન્ટ-બજેટ વાળી ખાસ
₹96 કરોડનું “Urban House”: એલિસબ્રિજમાં 13 માળની એક જ બિલ્ડિંગ બનશે જ્યાં TP, BPSP, સિટી પ્લાનિંગ બધી પરમિશન એક જગ્યાએ મળશે. 2.5 વર્ષમાં રેડી થશે. ભવિષ્યમાં ચક્કર કપાશે.

₹630 કરોડનું મેગા બસ પોર્ટ: ORR પર બસ પોર્ટ + 4 ટ્રાન્સપોર્ટ હબ અમિયાપુર, કાભા-ભુલવાડી, જેતલપુર, બાકરોલમાં બનશે. 10 નવા પાર્કિંગ ડેપો + 100 EV ચાર્જિંગ સ્ટેશન પણ આવશે.

કાઉન્સિલર ફંડ બગડ્યું: RTI માં ખુલ્યું કે 2024-25 માં કાઉન્સિલરોને મળેલા ₹76.8 કરોડમાંથી 30.1% એટલે ₹23.1 કરોડ વપરાયા જ નહીં. 4 વર્ષમાં ₹268.8 કરોડમાંથી ₹67.2 કરોડ બિનઉપયોગી રહ્યા.

*ટૂંકમાં સાર :
AMC હવે 2 વસ્તુ પર ફોકસ કરી રહી છે: 1. ટ્રાફિક-પાર્કિંગ પર સખ્તાઈ + ટેક્નોલોજી અને 2. સાબરમતી-ગ્રીન કવર સાફ-સુથરું.

આ પણ વાંચો: National News Roundup: 2 જૂન 2026 ની 3 ખાસ નેશનલ ન્યૂઝ – Newz Cafe

Share This Article