Analog Cheese Scam: અમદાવાદમાં સેન્ડવિચમાં નંખાતું 100 ગ્રામ એનાલોગ ચીઝ માત્ર 120થી 150 કિલોના ભાવે મળે છે. બ્રાન્ડેડ ચીઝના બોક્સ કાઉન્ટર પર, પણ માલ ડુપ્લિકેટ. 15 હજાર લારીવાળા ગ્રાહકોને છેતરે છે. ઘરે બેઠા અસલી-નકલી ચીઝ ઓળખવાની 3 ટેસ્ટ.
અમદાવાદમાં ચાલતો મોટો ખેલ શું છે?
અમદાવાદમાં સેન્ડવિચમાં નંખાતું 100 ગ્રામ એનાલોગ ચીઝ માત્ર રૂ. 120થી 150 કિલોના ભાવે મળે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. અહેવાલ મુજબ રૂ. 100ની સેન્ડવિચમાં બ્રાન્ડેડના નામે એનાલોગ ચીઝનો ખેલ ચાલી રહ્યો છે. કાઉન્ટર પર બોક્સ બ્રાન્ડેડ પણ માલ ડુપ્લિકેટ વપરાય છે.
અસલી ચીઝ vs એનાલોગ ચીઝ: ભાવનો તફાવત જુઓ
વેપારીઓનો દાવો હોય છે કે તેઓ 100% શુદ્ધ અને સ્ટાન્ડર્ડ બ્રાન્ડનું ચીઝ વાપરે છે. પણ ડેટા કંઈક અલગ જ વાતો કરે છે.
સેન્ડવિચનું કોસ્ટિંગ સ્ટ્રક્ચર – અંદાજિત ગણતરી:
| વિગત | સ્ટાન્ડર્ડ બ્રાન્ડ મુજબ ખર્ચ (રૂ.) | વાસ્તવિક ખર્ચ – એનાલોગ ચીઝ (રૂ.) |
| ચીઝ (100 ગ્રામ) | 50.00 | 12.00 થી 15.00 |
| બ્રેડ (3 સ્લાઇસ) | 8.00 થી 9.0 | 6.00 |
| બટર | 12.00 થી 15.0 | 7.00 થી 10.0 |
| ગેસ, વીજળી અને મજૂરી | 8.00 | 8.00 |
| કુલ ઉત્પાદન ખર્ચ | 78.00 થી 82.00 | 33.00 થી 39.00 |
ગણિત સમજો: ઓરિજિનલ ચીઝનો ભાવ રૂ. 500/કિલો છે. 100 ગ્રામ ચીઝની પડતર જ રૂ. 50 થાય. બ્રેડ, બટર અને મજૂરી ગણતાં *કુલ ખર્ચ રૂ. 78* થાય. જેથી રૂ. 100માં વેચવું તદ્દન અશક્ય છે.
જો કોઈ વેપારી રૂ. 75ની સેન્ડવિચમાં રૂ. 50નું જ ચીઝ નાખે, તો અન્ય સામગ્રી અને મજૂરી ગણતા તેની પડતર કિંમત રૂ. 76 થાય. એટલે કે વેપારીએ ખિસ્સામાં થીરૂ. 2 નાખવા પડે! કોઈ પણ વેપારી નુકસાન કરીને ધંધો ન કરે. આ ડેટા સાબિત કરે છે કે સેન્ડવિચમાં બ્રાન્ડેડ ચીઝ હોવાનો દાવો 100% પોકળ છે.
લારીવાળાઓની મોડસ ઓપરેન્ડી: કેવી રીતે છેતરે છે?
અહેવાલ મુજબ અમદાવાદના અનેક નાભી-નગરની ફૂડ સ્ટોલ્સ ગ્રાહકોને છેતરવા માટે એક ખાસ પેટર્ન અપનાવે છે:
1. ખાલી બોક્સનો ખેલ: ગ્રાહક જ્યાં ઊભો રહે છે ત્યાં બ્રાન્ડેડ ચીઝના મોટા બોક્સ અથવા ખાલી ડબ્બાથી એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી ગ્રાહકને વિશ્વાસ થાય કે ભરોસો બેસે.
2. એનાલોગ ચીઝ વપરાય: ચીઝને છીણતી વખતે અથવા સેન્ડવિચની અંદર ભરતી વખતે નીચી ગુણવત્તાનું, સસ્તું ‘એનાલોગ ચીઝ’ અથવા ‘ચીઝ બ્લેન્ડ’ વાપરવામાં આવે છે જે
3. બજારમાં માત્ર રૂ. 120 થી રૂ. 150 પ્રતિ કિલો મળે છે.
3. ગરમ થતાં ઓગળી જાય: આ નકલી કે વનસ્પતિ ઘી-તેલમાંથી બનેલું ચીઝ *ગરમ થતાં જ ઓગળી* જાય છે, જેથી સામાન્ય ગ્રાહક અસલી-નકલી વચ્ચેનો તફાવત પારખી શકતો નથી.
ફૂડ સેફ્ટી વિભાગની રહસ્યમય ચુપકીદી
તહેવારોમાં જ કેમ સેમ્પલિંગના નાટકો? તંત્ર હજારો કિલો આવા ચીઝનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સવાલ એ થાય છે કે AMC હેલ્થ અને ફૂડ સેફ્ટી વિભાગ તહેવારોમાં જ કેમ જાગે છે? લારીઓ અને ફૂડ સ્ટોલ્સની આ છેતરપિંડી સામે કડક ઇન્સ્પેક્શન હાથમાં લેવાતું નથી. ફૂડની લારીઓ પર કચુઆર લઈને દાણીચૂન માટેની તપાસ કરાય છે પણ છેતરપિંડી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી.
ઘરે બેઠા 3 સરળ સ્ટેપમાં પકડી પાડો સેન્ડવિચનું નકલી ચીઝ!
ટેસ્ટ 1: આયોડિન ટેસ્ટ – સ્ટાર્ચ પકડવા
ચીઝના ટુકડા પર આયોડિનના 2 ટીપાં નાખો.
અસલી ચીઝ: શુદ્ધ દૂધના ચીઝમાં કોઈ સ્ટાર્ચ હોતો નથી, તેથી આયોડિન નાખવા છતાં રંગ બદલાતો નથી, તે પીળો કે કથ્થઈ જ રહે છે.
એનાલોગ ચીઝ: સસ્તા સ્ટાર્ચના કારણે આયોડિનના 2 ટીપાં પડતાં જ તે તરત જ શાહી જેવો ઘાટો વાદળી કે કાળો પડી જાય છે.
ટેસ્ટ 2: ગરમ પાણીની ટેસ્ટ – તેલ પકડવા
ચીઝને ગરમ પાણીના ગ્લાસ અથવા વાસણમાં નાખો.
અસલી ચીઝ: ઉકળતા પાણીમાં નાખતાં જ અસલી ચીઝ ઓગળી જશે અને આખું પાણી દૂધ જેવું ધટ્ટ અને સફેદ થઈ જશે.
એનાલોગ ચીઝ: દૂધમાંથી નથી બનતું એટલે પાણી સફેદ નહીં થાય જેથી પામ ઓઈલ ઓગળીને પાણીની ઉપર તેલના પીળા ટીપાં સ્વરૂપે તરવા લાગશે.
ટેસ્ટ 3: કોલ્ડ ટેસ્ટ – 6 કલાકે અસલી વિરુદ્ધ નકલી
ચીઝને ફ્રિઝમાં રાખો, ઓગળ્યા પછી જમી જવું પ્લાસ્ટિક.
અસલી ચીઝ: સેન્ડવિચ ઠંડી થાય તો પણ અસલી ચીઝ નરમ અને ક્રીમી જ રહે છે. તે મોમાં મૂકતાં જ ફુદરતી લાળસાથે તરત ઓગળી જાય છે.
એનાલોગ ચીઝ: સેન્ડવિચ ઠંડી થતાં જ તેમાં રહેલું પામ ઓઈલ અને વનસ્પતિ ઘી પાછું જામી જા છે. તે ચામડા કે પ્લાસ્ટિક જેવું કડક થઈ જાય છે, મોમાં મીણની જેમ ચોટેbછે.
એનાલોગ ચીઝ શું છે?
આ સેન્ડવિચમાં જે વપરાય છે તે વાસ્તવમાં દૂધમાંથી બનતું જ નથી. તેને ફૂડ સાયન્સની ‘એનાલોગ ચીઝ’કહેવાય. દૂધના ફેટને બદલે પામ ઓઈલ, વનસ્પતિ ઘી અને કેમિકલ ઈમલ્સિફાયર મેળવીને બનાવેલું હોય છે. આ ચીઝમાં 70% સસ્તું પામ ઓઈલ હોય છે. તમામ વસ્તુ બાહ્ય પ્રમાણે ઉમેરવામાં આવે છે અને જે વાસ્તવિક ચીઝની સરખામણીમાં નળીઓ બ્લોક, કોલેસ્ટ્રોલ વધવું, અકાળે મેદસ્વિતા, લિવરની બીમારી જેવા સ્વાસ્થ્ય માટે જોખમો ઊભા કરે છે.
અમદાવાદમાં 15 હજાર જેટલી કેબની નોંધણી થઈ છે પણ સેન્ડવિચ વાળા લારીવાળા દરરોજ હજારો નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.
તમે સેન્ડવિચ ખાઓ છો? ઘરે આ ટેસ્ટ કરી જુઓ અને કોમેન્ટમાં જણાવો – તમારી સેન્ડવિચમાં અસલી ચીઝ છે કે નકલી?
અમદાવાદ ચીઝ સ્કેમ 2026, એનાલોગ ચીઝ શું છે, નકલી ચીઝ ઓળખવાની ટેસ્ટ, સેન્ડવિચ ચીઝ ફ્રોડ અમદાવાદ, 100 રૂપિયા સેન્ડવિચ ચીઝ કૌભાંડ, બ્રાન્ડેડ ચીઝ નામે નકલી ચીઝ, અસલી નકલી ચીઝ તફાવત, આયોડિન ટેસ્ટ ચીઝ, પામ ઓઈલ ચીઝ સ્વાસ્થ્ય જોખમ, AMC ફૂડ સેફ્ટી ચીઝ, લારી સેન્ડવિચ ચીઝ કૌભાંડ

