AMC Councilor Funds Investigation: AMC કાઉન્સિલર ફંડ: આખી સ્ટોરી 2021 થી 2025

Arati Parmar
2 Min Read

AMC Councilor Funds Investigation: AMC કાઉન્સિલર ફંડ: આખી સ્ટોરી 2021 થી 2025

1. RTI માંથી ખુલાસો
કાર્યકર સંતોષસિંહ રાઠોડે RTI કરી. AMC એ જવાબમાં કબૂલ્યું કે કાઉન્સિલરોને મળેલો મોટો ભાગ વપરાતો જ નથી.

- Advertisement -

2. વર્ષ વાઈઝ આંકડા
*વર્ષ ફાળવણી* *વપરાશ* *બિનઉપયોગી*

  • ૨૦૨૧-૨૨: ₹૫૭.૬ કરોડ ફાળવણી, ₹૩૭ કરોડ વપરાશ, ૩૫.૯% બાકી.

  • ૨૦૨૨-૨૩: ₹૫૭.૬ કરોડ ફાળવણી, ₹૪૮.૨ કરોડ વપરાશ, ૧૬.૪% બાકી.

  • ૨૦૨૩-૨૪: ₹૭૬.૮ કરોડ ફાળવણી, ₹૬૨.૭ કરોડ વપરાશ, ૧૮.૪% બાકી.

  • ૨૦૨४-૨૫: ₹૭૬.૮ કરોડ ફાળવણી, ₹૫૩.૭ કરોડ વપરાશ, ૩૦.૧% બાકી એટલે ₹૨૩.૧ કરોડ.

4 વર્ષમાં કુલ ₹268.8 કરોડ ફાળવ્યા, ₹201.6 કરોડ વપરાયા, ₹67.2 કરોડ પાછા ગયા.

- Advertisement -

3. પૈસા ક્યાં ગયા? નિયમ ભંગ શું?
સાઈનબોર્ડ-બેન્ચ: 20% થી 25% પૈસા સોસાયટીના નામના બોર્ડ, બેન્ચ, સાઈનબોર્ડમાં. AMC સેક્રેટરીએ કહ્યું કે કાઉન્સિલરનું નામ લગાવવાની કોઈ સત્તાવાર મંજૂરી જ નથી.

બિનઅધિકૃત ખર્ચ: ભૈપુરા વોર્ડના 3 કાઉન્સિલરોએ વોર્ડ ઓફિસ માટે ₹1.4 લાખનું AC ખરીદ્યું. AMC ઠરાવમાં AC ખરીદી અલાઉડ નથી.

- Advertisement -

0% વપરાશ: 2024 માં 23 કાઉન્સિલરોએ એક પણ રૂપિયો વાપર્યો નહીં. જ્યારે કોંગ્રેસના અજય દેસાઈએ આખું ₹44 લાખ ખર્ચી નાખ્યું.

4. આ પૈસા છે શું
દરેક કાઉન્સિલરને વોર્ડના નાના કામ માટે દર વર્ષે ₹40 લાખ મળે. રોડ, પાણી, સ્ટ્રીટ લાઈટ માટે. ડિસેમ્બર સુધીમાં બિલ સાથે હિસાબ આપવાનો. ન વાપરે તો સરકાર પાછા લઈ લે.

5. સૌથી મોટો સવાલ: ઓડિટ નથી
2018-19 થી AMC ના ખાતાનું ઓડિટ જ નથી થયું. એટલે ₹50,000 કરોડનું ખર્ચ ચેક થયા વગરનું. આખા ગુજરાતની 8 કોર્પોરેશનના ₹2 લાખ કરોડ ઓડિટ વગર પડ્યા છે.

ટૂંકમાં સાર: પૈસા ફાળવ્યા પણ 30% વાપર્યા નહીં. જે વપરાયા એમાંથી પણ મોટો ભાગ નામના બોર્ડમાં. અને ચેક કરનાર ઓડિટ જ 7 વર્ષથી બંધ.

આ પણ વાંચો: Ahmedabad Latest News: AMC અમદાવાદની છેલ્લા 24 કલાકની લેટેસ્ટ ન્યૂઝ – Newz Cafe

Share This Article