Gujarat Warehousing Scam History: આજે મોરબીમાં ₹44 કરોડની મગફળી બળી… પણ આ પહેલીવાર નથી. ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન નો ઈતિહાસ જ બેદરકારી અને કૌભાંડથી ભરેલો છે.

Arati Parmar
2 Min Read

Gujarat Warehousing Scam History: આજે મોરબીમાં ₹44 કરોડની મગફળી બળી… પણ આ પહેલીવાર નથી. ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન નો ઈતિહાસ જ બેદરકારી અને કૌભાંડથી ભરેલો છે.

ઈતિહાસ શું કહે છે?

- Advertisement -

1. 2016-17 ની ભરતી ફાઈલ આજે પણ પેન્ડિંગ

સરકારમાં 235 જગ્યા ભરવા દરખાસ્ત ગઈ હતી. 9 વર્ષ થઈ ગયા પણ આજે માત્ર 8 કાયમી કર્મચારી જ છે. ત્યારથી જ આખું તંત્ર આઉટ સોર્સિંગ પર ચાલે છે.

- Advertisement -

2. 2017 – શાપર ગોડાઉન આગ કાંડ

શાપરમાં 22 હજાર મગફળીની ગુણી બળી ગઈ હતી. તપાસ થઈ, રિપોર્ટ આવ્યો, પણ એકપણ અધિકારી પર કાર્યવાહી નહીં.

- Advertisement -

3. 2019 – ગાંધીધામ કાંડ
ગાંધીધામના ગોડાઉનમાં 85 હજાર ગુણી સળગી ગઈ. નુકસાન ₹100 કરોડથી વધુ. વીમા કંપનીઓએ પણ હાથ ખંખેર્યા હતા.

4. CAG રિપોર્ટ 2020
કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલે પણ રિપોર્ટમાં લખ્યું હતું: “ગોડાઉનોમાં ફાયર સેફ્ટી, સીસીટીવી, વીમો… કશું વ્યવસ્થિત નથી. માત્ર ભાડું ઉઘરાવવામાં આવે છે.”

પેટર્ન એક જ છે:
આગ લાગે → તપાસના નામે ફાઈલ બને → પછી બધું ઠંડુ

આજની તાજી ઘટના

1. મોરબી: ₹44.46 કરોડની મગફળી સ્વાહા

2. કુલ માલ: રાજ્યમાં 2500 ગોડાઉનમાં 2.85 કરોડ ગુણી = ₹4800 કરોડ નો માલ

3. કર્મચારી: જોઈએ 275+ | છે 8

4. આવક: 1100 ગોડાઉન ભાડે આપીને મહિને ₹3 કરોડ કમાણી

નિષ્કર્ષ
8 લોકો ₹4800 કરોડનો માલ સંભાળે. બાકી બધું આઉટ સોર્સિંગ. એટલે જ દર 3 મહિને આગ, દર વર્ષે કરોડોનું નુકસાન અને જવાબદાર કોઈ નહીં.

ખેડૂતોનો માલ બળે છે અને ફાઈલો સરકારમાં ધૂળ ખાય છે.

Gujarat Warehousing Scam History, Morbi Godown Fire 2025, Shapar Gandhidham Fire, Groundnut Loss Gujarat, CAG Report Warehousing, Out Sourcing Scam Gujarat, Empty Posts Gujarat, Farmer Loss History, 4800 Crore Scam, Warehousing Corruption

Share This Article