આગામી રથયાત્રા અને બકરીદ પર્વને લઈને શહેરના વિવિધ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવી રહી છે. ત્યારબાદ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન એ.પી. રાઠવાની અધ્યક્ષતામાં નવાપુરા પીઆઈ એચ.એલ. આહીર અને રાવપુરા પોલીસ ઈન્સ્પેક્ટર બી.આર.ગૌરની આગેવાની હેઠળ આગામી 12મી જૂનના રોજ નવાપુરા અને રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના આગેવાનો અને સભ્યો સાથે આગામી રથયાત્રા અને બકરીદ સંદર્ભે બેઠક યોજાઈ હતી.

જેમાં રથયાત્રા અને બકરીદ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય અને કોઈ અપ્રિય ઘટના ન બને અને કોમી એકતા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે દરમિયાન કોમી સૌહાર્દ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ અધિકારીએ સૂચના આપી હતી.

