SBI Asha Scholarship 2026 માટે નોંધણી શરૂ, વિદ્યાર્થીઓને મળશે ₹5 લાખ સુધીની આર્થિક સહાય

Arati Parmar
4 Min Read

SBI Asha Scholarship 2026 Registration: જો તમે અભ્યાસમાં સારા છો પરંતુ આર્થિક મુશ્કેલીઓના કારણે આગળનો અભ્યાસ પૂર્ણ કરી શકતા નથી, તો તમારા માટે એસબીઆઈની નવી સ્કોલરશિપ સુવર્ણ તક બની શકે છે. એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા આશા સ્કોલરશિપ 2026 માટેની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. જેના માધ્યમથી ગ્રેજ્યુએટથી લઈને પોસ્ટગ્રેજ્યુએટ, મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રના હોશિયાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવશે. આ સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓ એસબીઆઈની અધિકૃત વેબસાઇટ www.sbiashascholarship.co.in પર અરજી કરી શકે છે. નોંધણી શરૂ થઈ ગઈ છે.

એસબીઆઈ પ્લેટિનમ જ્યુબિલી આશા સ્કોલરશિપ 2026-27 એવા વિદ્યાર્થીઓ માટે મોટી તક છે, જે પૈસાની અછતના કારણે પોતાના સપનાઓ અધૂરા છોડવા માટે મજબૂર બની જાય છે. આ સ્કોલરશિપ દ્વારા વિદ્યાર્થીઓને તેમના સપનાઓને સાકાર કરવા માટે મોટી આર્થિક સહાય આપવામાં આવી રહી છે. તેના માટે તમારે અંતિમ તારીખ પહેલાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે તમારી અરજી ઑનલાઇન સબમિટ કરવી પડશે.

- Advertisement -

ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ માટે પાત્રતા

એસબીઆઈની આ સ્કોલરશિપ માટે ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. પાત્રતા જોઈ લો..

- Advertisement -
  • વિદ્યાર્થીઓ ટોપ-300 એનઆઈઆરએફ રેન્ક અથવા નેક ‘A’ ધરાવતી સંસ્થામાં અભ્યાસ કરતા હોવા જોઈએ.
  • શૈક્ષણિક વર્ષમાં તેમના ગુણ 7.5 સીજીપીએ અથવા 75% હોવા જોઈએ. (એસસી/એસટી માટે 65 ટકા અને પીડબ્લ્યુબીડી વિદ્યાર્થીઓ માટે 60 ટકા ગુણ હોવા જોઈએ.)
  • વાર્ષિક પારિવારિક આવક ₹6 લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ.

મેડિકલ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ

એમબીબીએસ-નીટ વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપ મળશે. તેના માટે નીચે મુજબની પાત્રતા માંગવામાં આવી છે-

- Advertisement -
  • ઉમેદવાર ટોપ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • છેલ્લા શૈક્ષણિક વર્ષમાં 7.5 સીજીપીએ અથવા 75 ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ. (એસસી/એસટી માટે 65 ટકા અને પીડબ્લ્યુબીડી માટે 60 ટકા.)
  • પારિવારિક વાર્ષિક આવક ₹6 લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ.
  • માન્ય નીટ સ્કોરકાર્ડ હોવું જોઈએ.

આઈઆઈટી-આઈઆઈએમ એસબીઆઈ સ્કોલરશિપ

આઈઆઈટી અને આઈઆઈએમ વિદ્યાર્થીઓ માટે પણ સ્કોલરશિપ મેળવવાની તક છે. આઈઆઈટી કેટેગરી માટે ઉપર દર્શાવેલી ગુણ અને આવક સંબંધિત શરતો સમાન રહેશે. ઉપરાંત વિદ્યાર્થી દેશની 23 આઈઆઈટીમાંથી કોઈ એકમાં હાલમાં અભ્યાસ કરતો હોવો જોઈએ અને તેની પાસે માન્ય જેઈઈ એડવાન્સનું સ્કોરકાર્ડ હોવું જોઈએ. તે જ રીતે આઈઆઈએમ વિદ્યાર્થીઓ પાસેથી કેટ (CAT) સ્કોરકાર્ડ માંગવામાં આવ્યું છે.

સ્કોલરશિપ કેટલી મળશે?

કેટેગરી/વિદ્યાર્થીઓસ્કોલરશિપ રકમ
અંડરગ્રેજ્યુએટ₹75,000/-
પોસ્ટગ્રેજ્યુએટ₹1,50,000/-
મેડિકલ₹2,00,000/-
આઈઆઈટી વિદ્યાર્થીઓ₹2,00,000/-
આઈઆઈએમ વિદ્યાર્થીઓ₹5,00,000/-

એસબીઆઈ આશા સ્કોલરશિપમાં કેવી રીતે અરજી કરવી?

આ સ્કોલરશિપ માટે અરજી કરવા વિદ્યાર્થીઓ નીચે જણાવેલા પગલાં અનુસરી શકે છે.

  • સૌથી પહેલાં અધિકૃત વેબસાઇટ www.sbiashascholarship.co.in પર જાઓ. અહીં તમને અલગ-અલગ કેટેગરીમાં સ્કોલરશિપની વિગતો જોવા મળશે. જો તમને વિગતવાર કોઈ માહિતી તપાસવી હોય, તો તમે અહીં જોઈ શકો છો.
  • ત્યારબાદ ઉપર નીલા રંગના બોક્સમાં Apply Now લિંક પર ક્લિક કરો.
  • અહીં તમને બે વિકલ્પ જોવા મળશે – Sign in અને Create Account.
  • એકાઉન્ટ બનાવવા માટે તમારું નામ, ઈમેલ સરનામું અને પાસવર્ડ બનાવો.
  • ત્યારબાદ Sign in કરીને લોગિન કરો. તમારી મૂળભૂત વિગતો, અભ્યાસ સંબંધિત તમામ વિગતો, ગુણ, કોલેજ અને અન્ય માહિતી પણ ભરો.
  • ફોટો અને હસ્તાક્ષર અપલોડ કર્યા પછી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.

આ સ્કોલરશિપ માટે ફોર્મ ભરતી વખતે 12માની અને સેમેસ્ટરની માર્કશીટ, ગ્રેજ્યુએશન ડિગ્રી, નીટ/જેઈઈ/કેટ સ્કોરકાર્ડ, આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર, કોલેજ બોનાફાઇડ/એડમિશન લેટર, ફી રસીદ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સહિતના દસ્તાવેજોની જરૂર પડશે.

Share This Article