Jagannath Heart Mystery: જગન્નાથજી નું હૃદય: જેને ૧૨ વર્ષે બદલવામાં આવે છે… અને આજ સુધી કોઈએ જોયુ નથી, કે જોઈ શકતુ નથી
પુરી, ઓડિશા. દરિયાના કિનારે બેઠેલું જગન્નાથ મંદિર.
અહીં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ની લાકડાની મૂર્તિઓ છે.
પણ દરેક મૂર્તિની અંદર એક રહસ્ય બંધ છે… એક ધબકતું હૃદય.
એને જ કહે છે “બ્રહ્મ પદાર્થ”. અને એને બદલવાની વિધિ નું નામ છે “નબકલેવર”.
બ્રહ્મ પદાર્થ શું છે?
માન્યતા છે કે ભગવાન કૃષ્ણ ના મૃત્યુ પછી એમના શરીરને અગ્નિ આપવામાં આવી.
પણ એમનું હૃદય નહોતું બળ્યું. એ ધબકતું જ રહ્યું.
એ જ હૃદય ને પૂજારીઓએ એક લાકડાના ડબ્બામાં બંધ કરીને સમુદ્ર માં વહેતું મૂક્યું.
વર્ષો પછી એ જ ડબ્બો પુરી ના કિનારે આવ્યો.
અને એ બ્રહ્મ પદાર્થ ને જ નવી મૂર્તિઓ ની અંદર સ્થાપિત કરવામાં આવે છે.
એટલે જ કહેવાય છે – “મૂર્તિ લાકડા ની છે, પણ અંદર ભગવાન જીવે છે”
૧૨ વર્ષે કેમ અને કેવી રીતે બદલાય?
દર ૧૨ થી ૧૯ વર્ષે જ્યારે અષાઢ મહિનામાં બે વાર આવે છે ત્યારે નબકલેવર થાય છે.
એટલે જૂની મૂર્તિ ને દફનાવીને નવી મૂર્તિ બનાવવામાં આવે છે.
પણ સૌથી ખતરનાક કામ છે બ્રહ્મ પદાર્થ ને બદલવાનું.
એ રાત્રે આખું મંદિર અંધારું કરી દેવામાં આવે છે. દીવા પણ બુઝાવી દેવાય.
પૂજારીઓ ની આંખે પાટા બાંધવામાં આવે છે. હાથ માં મોજા પહેરાવવામાં આવે છે.
કારણ કે કહેવાય છે જે કોઈ એ હૃદય ને જોઈ લેશે એ તરત અંધ થઈ જશે કે મૃત્યુ પામશે.
એ પૂજારીઓ ને દૈતાપતિ કહે છે. એ લોકો જ પેઢી દર પેઢી આ કામ કરે છે.
ફેરબદલ વખતે કહેવાય છે કે હાથ માં કંઈક બિલાડી જેવું ગરમ અને કૂદતું લાગે છે… જાણે ખરેખર હૃદય ધબકતું હોય.
૩: રહસ્ય અને ભાવ
વિજ્ઞાન આજે પણ નથી સમજી શક્યું કે એ ડબ્બા માં શું છે.
કોઈએ આજ સુધી ખોલ્યું નથી. ખોલવાની હિંમત પણ કોઈની નથી.
દરેક વખતે નબકલેવર પછી ભગવાન નો રંગ, તેજ બદલાઈ જાય છે.
ભક્તો કહે છે કારણ કે અંદરનું હૃદય નવા શરીર માં ગયું.
અંત:
“આપણે બધા પૂછીએ છીએ ભગવાન ક્યાં છે?
જગન્નાથ જવાબ આપે છે – ‘હું તારી સામે છું. લાકડાની ર્મુતિમાં.
પણ મારું સાચું હૃદય… એને કોઈ જોઈ નથી શકતું.
એને બસ અનુભવી શકાય.’
૧૨ વર્ષે શરીર બદલાય છે.
પણ હૃદય એનું એ જ રહે છે.
જેમ તારું શરીર બદલાશે… પણ તારો આત્મા નહીં.
એ જ તો બ્રહ્મત્વ છે
જય જગન્નાથ 🙏

