By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: HDFC Bank New Saving Account: HDFC Bank એ મહિલાઓ અને સિનિયર સિટિઝન્સ માટે લોન્ચ કર્યા બે નવા સેવિંગ્સ અકાઉન્ટ, મળશે અનેક ખાસ લાભો
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Business > HDFC Bank New Saving Account: HDFC Bank એ મહિલાઓ અને સિનિયર સિટિઝન્સ માટે લોન્ચ કર્યા બે નવા સેવિંગ્સ અકાઉન્ટ, મળશે અનેક ખાસ લાભો
BusinessUtility

HDFC Bank New Saving Account: HDFC Bank એ મહિલાઓ અને સિનિયર સિટિઝન્સ માટે લોન્ચ કર્યા બે નવા સેવિંગ્સ અકાઉન્ટ, મળશે અનેક ખાસ લાભો

Arati Parmar
Last updated: August 4, 2026 1:25 pm
By Arati Parmar
3 Min Read
Share
HDFC Bank New Saving Account
SHARE

HDFC Bank New Saving Account: HDFC Bankના નવા સેવિંગ્સ અકાઉન્ટમાં ઇન્શ્યોરન્સથી લઈને હેલ્થ બેનિફિટ્સ સુધી મળશે વિશેષ સુવિધાઓ

HDFC Bank New Saving Account: દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેન્કોમાંથી એક HDFC Bank એ બે નવા સેવિંગ્સ અકાઉન્ટ લોન્ચ કર્યા છે. બેન્કે આ બે નવા સેવિંગ્સ અકાઉન્ટ મહિલાઓ અને સિનિયર સિટિઝન્સને ધ્યાનમાં રાખીને રજૂ કર્યા છે. આ સેવિંગ્સ અકાઉન્ટમાં ગ્રાહકોને માત્ર બેન્કિંગ સુવિધાઓ જ નહીં પરંતુ અન્ય ઘણી સુવિધાઓ પણ મળશે. તેમાં હેલ્થ બેનિફિટ્સ, ઇન્શ્યોરન્સ, લોકર ડિસ્કાઉન્ટ, ડોરસ્ટેપ બેન્કિંગ અને અનેક બ્રાન્ડ્સના વાઉચર જેવી સુવિધાઓ સામેલ છે. આવો જાણીએ તેની વિગતો.

HDFC Bank Speciale Senior Citizen Savings Account

- Advertisement -

HDFC Bankનું Speciale Senior Citizen Savings Account ખાસ કરીને 60 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ સેવિંગ્સ અકાઉન્ટનો હેતુ બેન્કિંગને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. આ અકાઉન્ટ સાથે ગ્રાહકોને 1.5 લાખ રૂપિયા સુધીનું સાઇબર ફ્રોડ ઇન્શ્યોરન્સ કવર પણ મળે છે, જેથી ઓનલાઇન છેતરપિંડીની સ્થિતિમાં સુરક્ષા મળી શકે.

આ અકાઉન્ટની સૌથી મોટી વિશેષતા ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ છે. તેના હેઠળ ગ્રાહકો ઘરે બેઠા રોકડ રકમ જમા કરાવવાની, ચેક પિકઅપ અને કેશ ડિલિવરી જેવી સુવિધાઓનો લાભ મેળવી શકે છે. તેનાથી સિનિયર સિટિઝન્સને વારંવાર બેન્ક જવાની જરૂર નહીં પડે. આ સેવિંગ્સ અકાઉન્ટના ધારકોને 1000 રૂપિયા સુધીના ગિફ્ટ વાઉચર પણ આપવામાં આવશે. આ વાઉચર Amazon Pay, Uber, Swiggy, Zomato, Apollo Pharmacy અને NetMeds જેવા લોકપ્રિય પ્લેટફોર્મ પર ઉપયોગમાં લઈ શકાય છે.

- Advertisement -

આ અકાઉન્ટ સાથે ગ્રાહકોને દવાઓ અને હેલ્થકેર સેવાઓ પર વિશેષ ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઉપરાંત Samarth Eldercare, Emoha અને Seniority જેવી સંસ્થાઓ સાથેની ભાગીદારી દ્વારા સિનિયર સિટિઝન્સને અનેક વધારાની સુવિધાઓ અને સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

HDFC Bank SavingsMax Account

- Advertisement -

HDFC Bank નું નવું SavingsMax Account ખાસ મહિલાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ એક પ્રીમિયમ સેવિંગ્સ અકાઉન્ટ છે, જેમાં મહિલાઓને બેન્કિંગ સાથે હેલ્થ, લાઇફસ્ટાઇલ અને સુરક્ષા સંબંધિત અનેક લાભો આપવામાં આવશે. આ અકાઉન્ટ સાથે પાત્ર ગ્રાહકોને MediBuddyનું હેલ્થ ચેકઅપ, MoneyMaximizer સુવિધા દ્વારા વધારાની રકમને ઓટોમેટિક FDમાં રૂપાંતરિત કરવાની સુવિધા અને પ્રથમ વર્ષે લોકર ભાડામાં 50% સુધીની છૂટ મળશે. આ અકાઉન્ટના અન્ય લાભો નીચે મુજબ છે-

  • 300 રૂપિયા સુધીના લાઇફસ્ટાઇલ બ્રાન્ડ વાઉચર
  • અંદાજે 2000 રૂપિયા સુધીનું હેલ્થ ચેકઅપ
  • સેવિંગ્સ અકાઉન્ટ પર 10 લાખ રૂપિયા સુધીનું પર્સનલ એક્સિડન્ટ કવર
  • હોસ્પિટલમાં દાખલ થવા પર 1 લાખ રૂપિયા સુધીનું એક્સિડન્ટ હોસ્પિટલાઇઝેશન કવર
  • પ્લેટિનમ ડેબિટ કાર્ડ પર 15 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર
  • 3 કરોડ રૂપિયા સુધીનું એર એક્સિડન્ટ કવર
  • પ્લેટિનમ ડેબિટ કાર્ડની ફીમાં છૂટ
  • Swiggy, BookMyShow અને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન પર કેશબેક
  • પ્રથમ વર્ષે લોકર ભાડામાં 50%ની છૂટ
  • પ્લેટિનમ ડેબિટ કાર્ડ દ્વારા દરેક ત્રિમાસિક ગાળામાં ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસ
સુરતઃ સોનાની ચમક વધી રહી છે, ભાવ સતત વધી રહ્યા છે
SpiceJet નો શેર જોરદાર ભાગ્યો, એક જ દિવસમાં 9% વધ્યો સ્ટોક
Sovereign Gold Bond Returns: સોવેરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને ૮ વર્ષમાં મળ્યું ૩૩૮ ટકા વળતર
Bond Investment: બોન્ડ શું છે અને તેનાથી કેવી રીતે કમાણી થાય છે? જાણો શેરથી કેટલો અલગ છે.
RBI Rapo Rate Effect: પાંચ વર્ષે રેપો રેટમાં રાહત, હોમ લોન EMI કેટલો ઘટશે?
TAGGED:#BankingHDFC BankIndia NewsInsuranceSavings AccountSenior CitizenWomen Banking
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

mobile app agencies
BusinessNationalTechnology

ભારતી એરટેલે પણ મોબાઈલ ટેરિફ વધાર્યા, પ્રીપેડ-પોસ્ટપેડ પ્લાન 10-21 ટકા મોંઘા થશે – જાણો ક્યારે

2 Min Read
c5tyk6sl
Utility

National Consumer Rights Day: ખરીદીમાં છેતરાયા છો? તો ગભરાશો નહીં! જાણો તમારા એ ૬ પાવરફુલ હકો જે કંપનીઓને લાવી દેશે સીધી લાઈન પર

4 Min Read
Venezuela Crude Oil Reserves
Business

Venezuela Crude Oil Reserves: બ્લેક ગોલ્ડનું રહસ્ય: દુનિયામાં સૌથી વધુ ક્રૂડ ઓઇલનો ભંડાર વેનેઝુએલા પાસે, છતાં દેશ ગંભીર આર્થિક સંકટમાં કેમ?

2 Min Read
 50-30-20 Budget Rule
Utility

50-30-20 Budget Rule: 50-30-20 બજેટ નિયમ શું છે? પહેલી નોકરી કરનારાઓ માટે બચત કરવાની સૌથી સરળ રીત

2 Min Read
sharemarket
BusinessStock market

નાના રોકાણકારો માટે ખુશ ખબર, સેબીએ કરી આ મોટી જાહેરાત

2 Min Read

UPI થકી રૂ. 14.05 લાખ કરોડના વિક્રમી વ્યવહારો ભારત વિદેશમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ધિ

1 Min Read
Gautam Adani Settlement
BusinessNational

Gautam Adani Settlement: ગૌતમ અદાણીએ શું સેટલમેન્ટ કર્યું જેના પછી તેમના પર લાગેલા આરોપો પાછા ખેંચાયા

4 Min Read
8w3r7ylg
Utility

Voter ID Card Update: ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવા હવે નહીં ખાવા પડે ઓફિસના ધક્કા, ઘરે બેઠા ફ્રીમાં અપડેટ કરો તમારું વોટર ID

2 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?