Voter ID Card Update: ભારતમાં રહેવા માટે લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. આધાર કાર્ડ પહેલા જે સૌથી મહત્વનો દસ્તાવેજ માનવામાં આવતો હતો તે વોટર આઈડી કાર્ડ છે. વોટર આઈડી કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. વોટર આઈડી કાર્ડ ભારતીય ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવે છે અને ૧૮ વર્ષની ઉંમર પૂરી થતા જ તમે વોટ આપવા માટે હકદાર બની જાઓ છો. તે તમારી ઓળખ, સરનામું અને જન્મતારીખનું પ્રમાણ છે. આ ઉપરાંત આ કાર્ડ તમને રાષ્ટ્રીય ચૂંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર આપે છે, જે ૧૮ વર્ષથી વધુ ઉંમરના દરેક ભારતીય નાગરિકને મળે છે. જો તમે કોઈ નવા ઘરમાં શિફ્ટ થયા છો અને હવે તમારું કાયમી સરનામું બદલાઈ ગયું છે, તો તમારા વોટર આઈડીમાં પણ સરનામું અપડેટ હોવું જોઈએ, જેથી તમારી જાણકારી સાચી રહે.
વોટર ID માં સરનામું કેવી રીતે બદલવું?
વોટર આઈડીમાં નવું સરનામું અપડેટ કરાવવું ખૂબ જ સરળ પ્રક્રિયા છે. સરનામું બદલવા માટે તમારે રહેઠાણના પુરાવા (address proof) ની જરૂર પડશે. જેમ કે- આધાર કાર્ડ, વીજળી બિલ / પાણી બિલ / ગેસ બિલ, બેંક પાસબુક, ભાડા કરાર (Rent Agreement), પાસપોર્ટ, રેશન કાર્ડ, ટપાલ વિભાગનો સત્તાવાર પત્ર અને સરકારી વિભાગ દ્વારા જારી કરાયેલ કોઈપણ દસ્તાવેજ.
વોટર ID માં ઓનલાઈન એડ્રેસ કેવી રીતે બદલવું?
જો તમારા વોટર આઈડીમાં એડ્રેસ ખોટું છે, તો તેને ઓનલાઈન સુધારી શકાય છે. આ માટે તમારે વોટર સર્વિસ પોર્ટલ પર જવું પડશે અને ત્યાં ‘ફોર્મ ૮’ (Form 8) ભરવાનું રહેશે. સાચી જાણકારી દાખલ કરો, જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને અરજી સબમિટ કરી દો. સબમિટ કર્યા પછી એક ટ્રેકિંગ નંબર મળે છે, જેનાથી સ્ટેટસ ચેક કરી શકાય છે. જે લોકો ઓફલાઈન અરજી કરવા માંગે છે, તેઓ પોતાના વિસ્તારના બીએલઓ (BLO) નો સંપર્ક કરી ફોર્મ ૮ ભરી શકે છે અને દસ્તાવેજો જમા કરાવી શકે છે.
વોટર ID માં સરનામું ચેન્જ થવામાં કેટલો સમય લાગે છે?
વોટર આઈડી બનાવવા અથવા તેમાં સુધારો કરવા માટે કોઈ ફી લેવામાં આવતી નથી. ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રોસેસ સંપૂર્ણપણે ફ્રી છે. દસ્તાવેજોનું વેરિફિકેશન થયા બાદ નવું કાર્ડ જારી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેટલાક અઠવાડિયાનો સમય લાગી શકે છે.

